- ગાયિકા ટેલર સ્વિફ્ટ માટે પણ ગ્રેમી એવોર્ડ રહ્યો ખાસ
- બિયોન્સે અત્યાર સુધી 28 ગ્રેમી એવોર્ડ જીતી લીધા
- લોસ એન્જિલસમાં ગ્રેમી એવોર્ડમાં પોપ સ્ટારની ધાક
વોશિંગ્ટનઃ લોસ એન્જિલસમાં પોપ સ્ટાર બિયોન્સે 2021માં વધુ ચાર ગ્રેમી એવોર્ડ જીતી લીધા છે. આ સાથે જ 28 ગ્રેમી એવોર્ડ પોતાના નામે કરનારી પહેલી મહિલા બની ગઈ છે. એવોર્ડની સાથે કુલ 28 ગ્રેમી એવોર્ડ જીતીને બિયોન્સે પ્રખ્યાત ગાયિકા એલિસન ક્રાઉસનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જ્યારે બિયોન્સેની સાથે જ ગ્રેમી એવોર્ડ આ વર્ષે ગાયિકા ટેલર સ્વિફ્ટ માટે પણ ખાસ રહ્યો હતો.
આ પણ વાંચોઃ ગ્રેમી અવોર્ડ 2020: પ્રિયંકાના લુક પર બધા ઘાયલ, દેશી ગર્લ બની ગોલ્ડન ગર્લ
બ્રિટિશ ઓર્કેસ્ટ્રા અને ઓપરેટિવ કંડક્ટર સર જ્યોર્જ સોલ્ટીના નામે સૌથી વધારે 31 જીતવાનો રેકોર્ડ છે
રેકોર્ડિક એકેડમી દ્વારા આયોજિત 63મા ગ્રેમી એવોર્ડ સમારોહમાં બિયોન્સે 9 શ્રેણીમાં નોમિનેશન મેળવ્યું હતું. તેમણે મેગન થી સ્ટાલિયાન (રેપર) સાથે સેવેજ (રિમિક્સ) માટે બેસ્ટ રેપર શ્રેણીમાં એવોર્ડ મળ્યો છે. જ્યારે બ્લેક પરેટ માટે સર્વશ્રેષ્ઠ આર એન્ડ બી પ્રસ્તુતિ એવોર્ડ, બ્રાઉન સ્કિન ગર્લ માટે સર્વશ્રેષ્ઠ સંગીત વીડિયો અને સેવેજ માટે પણ વધુ એક એવોર્ડ મળ્યો હતો. આ ચાર એવોર્ડ જીતીને બિયોન્સે 28 ગ્રેમી એવોર્ડ જીતનારી ગાયિકા બની ગઈ છે. બ્રિટિશ ઓર્કેસ્ટ્રા અને ઓપરેટિવ કંડક્ટર સર જ્યોર્જ સોલ્ટીના નામે સૌથી વધારે 31 જીતવાનો રેકોર્ડ છે.
આ પણ વાંચોઃ હોલીવૂડ અભિનેતા ટોમ હૈંક્સ પ્રથમ વખત નાના પડદે પરત ફર્યો
મને અને વિશ્વને પ્રેરિત કરનારાઓનો આભારઃ બિયોન્સે
પોપ સ્ટાર બિયોન્સેએ કહ્યું કે, એક કલાકાર તરીકે મારું માનવું છે કે આ મારું અને તમામ લોકોનું કર્તવ્ય છે કે આપણે વર્તમાન સમયને પ્રતિબિંબિત કરીએ. આ માટે તે તમામનો આભાર વ્યક્ત કરું છું કે જેઓ મને અને વિશ્વને પ્રેરિત કરે છે.