લોસ એન્જલસ: હોલીવૂડના ભૂતપૂર્વ નિર્માતા હાર્વે વાઈનસ્ટાઇન કોવિડ -19 ચેપથી મુક્ત થયા છે. જેથી હવે તેઓેને 14 દિવસના ક્વોરેન્ટાઇનમાંથી બહાર કાઢવામાં આવ્યો છે.
નિર્માતાના પ્રવક્તા જુડા એન્ગ્લેમાયરે વેઇનસ્ટેઇન વિશે માહિતી આપતા કહ્યું કે, "તે ક્વોરેન્ટાઇનમાંથી બહાર આવ્યો છે અને હવે તે ખૂબ સ્વસ્થ છે." મળતા અહેવાલો અનુસાર, વેન્ટિનને ન્યૂયોર્કની વેન્ડેમાં 14 દિવસથી ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યો હતો. જો કે, પ્રવક્તાએ 68 વર્ષના નિર્માતામાં કોરોના વાયરસના લક્ષણો વિશેની માહિતીને નકારી હતી.
એક સમયે હોલીવુડના સૌથી પ્રખ્યાત માનવામાં આવતા વેઈન્સ્ટાઇનના એક સલાહકારે જણાવ્યું હતું કે, તેઓ 'હિપ્પા કાયદાને કારણે વેઇંસ્ટેઇનની તબિયત જાહેર કરી શકતા નથી અને તેઓ ઇચ્છે છે કે તેમની ગુપ્તતા જળવાઈ રહે.' સલાહકારે એમ પણ કહ્યું હતું કે, 'વેઈનસ્ટિન હજી પણ પ્રાદેશિક તબીબી એકમ (RMU)માં છે અને તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.'
નોંધનીય છે કે, 11 માર્ચે નિર્માતાને 23 વર્ષની જેલની સજા કરવામાં આવી હતી. જેની પર થર્ડ ડિગ્રી રેપ અને ફર્સ્ટ ડિગ્રી સેક્સ ક્રાઇમના આરોપો છે. એક અઠવાડિયા પછી, વેન્ડે જેલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તે વાઈરસના સંપર્કમાં આવ્યો હતો.