ETV Bharat / sitara

'Gone Girl' ફેમ અભિનેત્રી લીઝા બેન્સના નિધનથી હોલીવૂડને લાગ્યો ઝટકો - અકસ્માત મોત

હોલીવૂડને આજે એક મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે, ગોન ગર્લ ( Gone Girl ) ફેમ અભિનેત્રી લીઝા બેન્સ (Lisa banes)નું ન્યૂ યોર્કમાં નિધન થયું છે. 10 દિવસ પહેલા જ તેઓ એક રોડ અકસ્માતમાં ( Accidental Death ) ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતાં. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં, પરંતુ થોડા દિવસની સારવાર પછી તેમને ( Hollywood Actress lisa banes Death ) બચાવી ન શકાયાં.

'Gone Girl'  ફેમ અભિનેત્રી લીઝા બેન્સના નિધનથી હોલીવૂડને લાગ્યો ઝટકો

author img

By

Published : Jun 16, 2021, 6:13 PM IST

  • ગોન ગર્લ ફેમ અભિનેત્રી લીઝા બેન્સનું નિધન
  • રોડ અકસ્માતના કારણે અભિનેત્રી હોસ્પિટલમાં હતાં દાખલ
  • ન્યૂ યોર્કના અપર વેસ્ટ સાઈડ ઓફ મેન હટ્ટનમાં લીઝાનો થયો હતો અકસ્માત

    અમદાવાદઃ 'ગોન ગર્લ' (Gone Girl) ફેમ અભિનેત્રી (Lisa banes)નું ન્યૂ યોર્કમાં નિધન થયું છે. 10 દિવસ પહેલા તેમનો રોડ અકસ્માત ( Accidental Death ) થતાં તેઓ હોસ્પિટલમાં દાખલ હતાં. જોકે, સારવાર પછી પણ તેઓ બચી શક્યા ન હતાં. 4 જૂને ન્યૂ યોર્કના અપર વેસ્ટ સાઈડ ઓફ મેન હટ્ટનમાં લીઝાનો અકસ્માત થયો હતો. ન્યૂ યોર્ક પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 65 વર્ષીય ટીવી, બ્રોડ વે અને ફિલ્મ અભિનેત્રી લીઝા સાથે મેનહટ્ટનમાં દુર્ઘટના થઈ હતી, જેમાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી. જોકે, સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે.
    અકસ્માતમાં ઈજાગ્રસ્ત લીઝાના નિધનથી હોલીવૂડમાં શોક

    રોડ અકસ્માતમાં એક સ્કૂટરસવારે લીઝાને ટક્કર મારી હતી

આ અંગે મળતી માહિતી અનુસાર, આ એક હિટ એન્ડ રનનો ( Hit And Run case ) કેસ છે. સ્કૂટર પર સવાર એક વ્યક્તિએ પહેલા રેડ લાઈટને ઉડાવી અને ત્યારબાદ લીઝાને ટક્કર મારી હતી. જોકે, ઘટનાસ્થળે પોલીસ પહોંચે તે પહેલા તે વ્યક્તિ ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં લીઝાને (Lisa banes)નું ગંભીર ઈજા પહોંચી હતી. પોલીસ અધિકારીઓએ કહ્યું હતું કે, આ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યાં છીએ, પરંતુ અત્યાર સુધી આરોપી પોલીસની પકડમાંથી દૂર છે.

આ પણ વાંચોઃ પોપ સ્ટાર બિયોન્સે વધુ 4 ગ્રેમી એવોર્ડ જીતી રચ્યો ઈતિહાસ

પોતાની ફિલ્મો અને ટીવી શોથી લીઝાએ દર્શકોના દિલમાં બનાવી હતી જગ્યા
આપને જણાવી દઈએ કે, લીઝા બેન્ઝે (Lisa banes)નું 'ગોન ગર્લ' અને ટોમ ક્રૂઝ સાથે આવેલી ફિલ્મ કોકટેલથી ફેન્સના દિલમાં અલગ ઓળખ ઉભી કરી હતી. તેમણે નેશવિલે, મેડમ સેક્રેટરી, માસ્ટર્સ ઓફ સેક્સ અને NCIS જેવા ટીવી શૉમાં પણ અભિનય કર્યો હતો.

આ પણ વાંચોઃ પ્રિયંકા ચોપડાનો બાફ્ટા માટે ગ્લેમરસ લુક, નિક જોનાસ સાથે ફોટોશૂટ કરાવ્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.