લૉસ એન્જલિસઃ કોરોના વાઈરસે સમગ્ર દુનિયામાં કહેર મચાવ્યો છે. કોરોનાને કારણે ન તો કોઈ ફિલ્મ બની રહી છે કે ના તો રિલીઝ થઈ રહી છે.
93 વર્ષમાં એવું પહેલી વાર બન્યું છે કે, 4 મહિના સુધી ઓસ્કર અવોર્ડ સમારોહને મોકૂફ રાખવામાં આવ્યો હોય. એ પણ આ કોરોનાની મહામારીને કારણે.
મળતી માહિતી અનુસાર, આયોજક સમારોહને આગળ વધારવા અંગે ચર્ચા કરી રહ્યાં છે. આ વર્ષે સમારોહ 28 ફેબ્રુઆરીએ યોજાવાનો હતો. તેને મે અથવા જૂન સુધી પોર્સ્ટપોન કરવામાં આવી રહ્યો છે. ઘણા હોલીવુડ સ્ટુડિયોને આ વિશે પહેલાથી જ માહિતી આપવામાં આવી છે. ઓસ્કર સિઝન સામાન્ય રીતે ઉનાળા પછી શરૂ થાય છે, સ્ટુડિયો નવેમ્બર અને ડિસેમ્બરમાં તેમના એવોર્ડ સિઝનના દાવેદારોના નામ જાહેર કરે છે. જે પછી સભ્યો જાન્યુઆરીમાં તેના પર મત આપે છે.
ગત મહિને એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સિસએ 2021 ઓસ્કર માટેના નિયમો અને પાત્રતા આવશ્યકતાઓની ઘોષણા કરી, જેથી સ્ટ્રીમિંગ સર્વિસની ફિલ્મો પણ એવોર્ડ જીતવા માટે પાત્ર બની0 છે.
પરંતુ હાલ કોરોનાને કારણે ઓસ્કરે તેમના નિયમોમા ફેરફાર કર્યા છે. જોકે બદલાવ માત્ર આ વર્ષ માટે જ છે. આ સાથે એકેડમીએ અવોર્ડ કેટેગરીમાં પણ ઘટાડો કર્યો છે.