મુંબઈઃ લ્યૂક કેજ ઔર ધ પનિશર જેવી લોકપ્રિય સીરિઝ પર કામ કરતાં ન્યુયોર્કના કલા નિર્દેશક મૈટેઓ ડી કોસ્મોનું 52 વર્ષની વયે કોરોના વાઈરસને કારણે નિધન થયું છે.
મૈટેઓ ડી કોસ્મોએ એબીસી સ્ટુડિયો સીરિઝમાં હાર્લેમ્સ કિચન પર પણ કામ કર્યુ હતું, જેનું પ્રોડક્શન માર્ચમાં કોરોના વાઈરસની મહામારીને કારણે રોકી દેવામાં આવ્યું હતું. એક રિપોર્ટરે આપેલા નિવેદનમાં મૈકગેએ કહ્યું કે, અમે તેમને યાદ કરીશુ.
ટેલીવિઝન શૉ બનાવવા પડકારરુપ છે, પરંતુ એવા પણ લોકો છે, જે દરરોજ તમની પ્રતિભા, જુનુન અને મુસ્કાન સાથે આશ્વસ્ત કરે છે અને કઈં પણ સંભવ કરી શકે છે.