લૉસ એન્જલસ: અમેરિકન અભિનેતા અને 'રિવરડેલ' કપલ લીલી રેનહર્ટ અને કોલ સ્પ્રોઝે ત્રણ વર્ષનો સંબંધ તોડી નાખ્યો છે. તાજેતરમાં જ કોરોના વાઈરસના રોગચાળાને કારણે બંને અલગ થઈ ગયા છે અને અલગ અલગ ક્વોરન્ટાઇનમાં જીવી રહ્યા છે.
વેબ સીરિઝ 'રિવરડેલ' કપલ લીલી રેનહર્ટ અને કોલ સ્પ્રોઝે ત્રણ વર્ષથી એક બીજાને ડેટ કરી રહ્યાં હતાં. પરંતુ હાલ બંને વચ્ચે કોઈ સંબંધ ન હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે તેમના સ્પોકપર્સને આ અંગે હજી સુધી કોઈ માહિતી આપી નથી.
બ્રેકઅપ પહેલાં, 27 વર્ષીય સ્પ્રુઝે એપ્રિલમાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ખુલ્લો પત્ર પોસ્ટ કર્યો હતો જેમાં કહ્યું હતું કે તે 'નકારાત્મક' ટિપ્પણીઓને બિલકુલ સહન કરશે નહીં.
જોકે તેણે નોટ પોસ્ટ કરવાનું કારણ નહોતું જણાવ્યું. પરંતુ ત્યાર બાદ મીડિયામાં તે બંનેના સંબંધો પર ચર્ચા થવા લાગી હતી. આ સાથે જ અભિનેતા પર અભિનેત્રીને દગો આપવાનો આક્ષેપ પણ લાગ્યો હતો.