મુંબઈ: બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ, રિતેશ દેશમુખ અને અભિનેત્રી શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'બાગી-3' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મે રિલીઝના ત્રીજા જ દિવસે 50 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. ટાઈગર શ્રોફની આ ફિલ્મને લઈને ચાહકોમાં ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. રવિવારે આ ફિલ્મે થિયેટરોમાં ધુમ મચાવી હતી. ફિલ્મ ટ્રેડ એક્સપર્ટના તરણ આદર્શના જણાવ્યા અનુસાર ટાઇગર શ્રોફની 'બાગી-3' રવિવારે 20.30 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ રીતે, ફિલ્મે ત્રણ દિવસમાં 53.83 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
ટાઇગર શ્રોફ, રીતેશ દેશમુખ અને શ્રદ્ધા કપૂર અભિનિત 'બાગી 3' રિલીઝના પહેલા જ દિવસે ધમાલ મચાવી હતી. એક્શન અને સ્ટંટના ડબલ ડોઝને કારણે આ ફિલ્મ દર્શકોને વધુ પસંદ આવી છે. બાગી-3ને ફિલ્મ વિવેચકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મ વિવેચક તરણ આદર્શ મુજબ ટાઇગર શ્રોફના બાગી-3 પહેલા દિવસે રૂપિયા 17.50 કરોડ અને બીજા દિવસે 16.03 રૂપિયાની કમાણી કરી હતી. બાગી-3ના સતત સારા પરફોર્મન્સને જોતાં કહી શકાય કે, ફિલ્મ પહેલા અઠવાડિયામાં જ 100 કરોડ રૂપિયાની કમાણી કરી લેશે.