ETV Bharat / science-and-technology

World Space Week 2023: શા માટે કરવામાં આવે છે 'વિશ્વ અંતરિક્ષ સપ્તાહ'ની ઉજવણી, જાણો અહીં - અંતરિક્ષ અને ટેકનોલોજીનું મહત્વ

વિશ્વ અંતરિક્ષ સપ્તાહ એ વિજ્ઞાન અને ટેકનોલોજીની આંતરરાષ્ટ્રીય ઉજવણી છે, અને તેના યોગદાન થકી માનવ સ્થિતિની સુધારણામાં મહત્વનો ફાળો રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વર્ષ 1999માં જાહેરાત કરી હતી કે, દર વર્ષે 4 થી 10 ઓક્ટોબર દરમિયાન વિશ્વ અંતરિક્ષ સપ્તાહ મનાવવામાં આવશે.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 4, 2023, 7:24 PM IST

World Space Week - વિશ્વ અંતરિક્ષ સપ્તાહ: દર વર્ષે 4 થી 10 ઓક્ટોબર દરમિયાન વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી તેમજ માનવ સ્થિતિની શ્રેષ્ઠતાની દિશામાં તેના યોગદાનની ઉજવણી કરવા માટે મનાવવામાં આવે છે. વિશ્વ અંતરિક્ષ સપ્તાહને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા 6 ડિસેમ્બર 1999માં જાહેર કરવામાં આવ્યું હતું.

વિશ્વ અંતરિક્ષ સપ્તાહનું મહત્વ: વિશ્વ અંતરિક્ષ સપ્તાહનો ઉદ્દેશ્ય લોકોને અંતરિક્ષ પહોંચ અને શિક્ષા વિશે વ્યાપક જ્ઞાન હાંસલ કરવામાં મદદ કરવી છે. તેનાથી દુનિયાભરના લોકોને એ સમજવામાં મદદ મળે છે કે, તે અંતરિક્ષ માંથી શું લાભ મેળવી શકે છે અને તેઓ આર્થિક વિકાસ માટે અંતરિક્ષનો ઉપયોગ કેવી રીતે કરી શકે છે.

વિશ્વ અંતરિક્ષ સપ્તાહ 2023ની થીમ: વિશ્વ અંતરિક્ષ સપ્તાહ 2023ની થીમનો વિષય 'અંતરિક્ષ અને ઉદ્યમિતા' છે. આ વિષય વાણિજ્યિક અંતરિક્ષ ઉદ્યોગના ઉભરાતા પરિદ્શ્ય અને તેના વધતા પ્રભાવને રેખાંકિત કરે છે.

વિશ્વ અંતરિક્ષ સપ્તાહ 2023નો ઈતિહાસ: સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા 6 ડિસેમ્બર 1999માં વિશ્વ અંતરિક્ષ સપ્તાહ જાહેર કરાયું હતું. 4 ઓક્ટોબર 1957 પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ, સ્પુતનિક Iનું પ્રક્ષેપણ અને 10 ઓક્ટોબર 1967, ચંદ્રમા અને અન્ય ખગોળીય પિંડો સહિત બહારની અંતરીક્ષ ખોજ અને ઉપયોગમાં રાજ્યોની ગતિવિધિઓને નિયંત્રિતుિ, કરનાર સિદ્ધાતો પર સંધિને લાગૂ થવાની યાદ અપાવે છે. સંયુક્ત રાષ્ટ્રની આ પહેલ માનવ સમાજને વિજ્ઞાન અને ટેકનોલોજીના અનેક ગણા ફાયદાઓને પ્રોત્સાહન આપે છે. 6 ડિસેમ્બર, 1999ના રોજ યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા જ તેને સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી હતી. વિશ્વ અવકાશ સપ્તાહનો ઉદ્દેશ્ય અવકાશ સંશોધનથી માનવ જાતિને મળતા વ્યાપક ફાયદાઓ વિશે વિશ્વને શિક્ષિત અને પ્રબુદ્ધ કરવાનો છે.

અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજીનો સમન્વય: વકાશ વિજ્ઞાન અને ટેકનોલોજીએ સંયુક્ત રાષ્ટ્રની વિવિધ પ્રવૃત્તિઓને ઉત્તરોત્તર સમર્થન આપ્યું છે. સંયુક્ત રાષ્ટ્રની 25 થી વધુ સંસ્થાઓ અને વિશ્વ બેંક જૂથ નિયમિતપણે સંસ્થાના કાર્યમાં નોંધપાત્ર યોગદાન આપવા માટે અવકાશ એપ્લિકેશનોનો ઉપયોગ કરે છે, જેમાં મુખ્ય વિશ્વ પરિષદો અને UNISPACE III તરફથી ભલામણોના અમલીકરણનો સમાવેશ થાય છે. બાહ્ય અવકાશ પ્રવૃત્તિઓ પર વાર્ષિક આંતર-એજન્સી મીટિંગ આ પ્રયાસોને સુમેળ કરવા માટે એક મુખ્ય પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે. 2004 થી, મહત્વપૂર્ણ અવકાશ-સંબંધિત વિકાસ પર સભ્ય દેશો સાથે જોડાણ વધારવા માટે બેઠક પછી એક ખુલ્લું અનૌપચારિક સત્ર યોજવામાં આવ્યું છે.

આ પણ વાંચો

Nobel Prize 2023: આ વર્ષે રસાયણ વિજ્ઞાન ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી બદલ 3 વૈજ્ઞાનિકોને મળશે નોબલ પ્રાઈઝ

ISRO Launch Mission Venus : આદિત્ય L1 મિશનની સફળતા બાદ મિશન શુક્રની તૈયારીમાં ઈસરો

Nobel Prize 2023: આ વર્ષે ભૌતિક વિજ્ઞાનમાં નોબલ એવોર્ડ માટે 3 વૈજ્ઞાનિકોની પસંદગી કરાઈ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.