- ફેસબૂક અપનાવશે મેટાવર્સ
- મેટાવર્સ શું છે અને તે શબ્દ શું સૂચવે છે
- ટેકનોલોજીના અનિવાર્ય વિકાસની શ્રેણીમાં મેટાવર્સ
બ્રિસબેનઃ ફેસબૂકનો ઉપયોગ લગભગ 3 અબજ લોકો કરી રહ્યાં છે ત્યારે તેની દિશા બદલવાની વાતનું કંઇક તો મહત્ત્વ હોય જ. ફેસબૂકના મુખ્ય કાર્યકારી અધિકારી માર્ક ઝ્કરબર્ગે ઘોષણા કરી છે કે કંપની ફક્ત સોશિયલ મીડિયા કંપનીની ઓળખથી આગળ વધીને મેટાવર્સ કંપની બનશે.
મેટાવર્સ આખરે શું છે?
મનુષ્યે પોતાની ઇન્દ્રિયોને સક્રિય કરવા માટે ઘણી ટેકનોલોજી વિકસાવી છે. ઉદાહરણ તરીકે ઓડિયો સ્પીકરથી ટેલિવિઝન, વિડીયો ગેમ્સ અને વર્ચ્યુઅલ રિયાલિટી. ભવિષ્યમાં આપણે એવા ઉપકરણો પણ વિકસાવી શકીએ છીએ જે સ્પર્શ અથવા ગંધ જેવી અન્ય ઇન્દ્રિયોને સક્રિય કરી શકે.
આ ટેકનીકો માટે ઘણા શબ્દો સામે આવ્યાં છે પરંતુ ભૌતિક વિશ્વ અને વર્ચ્યુઅલ વિશ્વના સંયોજનને શ્રેષ્ઠ રીતે વર્ણવી શકે એવો એક પણ લોકપ્રિય શબ્દ નથી. ઈન્ટરનેટ અને સાયબરસ્પેસ જેવા શબ્દો એ જગ્યાઓનો ઉલ્લેખ કરે છે જે આપણે સ્ક્રીન દ્વારા જોતાં હોઈએ છીએ.
પરંતુ આ શબ્દો ઇન્ટરનેટની વર્ચ્યુઅલ રિયાલિટી (થ્રીડી ગેમ વર્લ્ડ અથવા વર્ચ્યુઅલ સિટી) અથવા સંવર્ધિત વાસ્તવિકતા અથવા ઓંગમેન્ટેડ રિયાલિટી ( નેવિગેશન ઓરલે અથવા પોકેમોન ગો) વગેરે તેને પૂર્ણપણે વ્યાખ્યાયિત નથી કરી શકતાં.
મેટાવર્સ શબ્દનો સૌથી પહેલાં ઉપયોગ સાયન્સ ફિક્શન લેખક નીલ સ્ટીફેન્સને 1992માં પોતાની નવલકથા 'સ્નો ક્રેશ'માં કર્યો હતો. આ રીતે અનેક નવલકથાઓમાં નવા અનેક શબ્દો પેદા થયાં છે. જેમકે 1982માં વિલિયન ગિબ્સનના એક પુસ્તકમાંથી સાયબરસ્પેસ શબ્દ આવ્યો હતો. રોબોટ શબ્દ 1920માં કેરેલ કાપેકના એક નાટકમાંથી જડ્યો છે. આ શ્રેણીમાં મેટાવર્સ આવે છે.
મેટાવર્સથી કોને લાભ મળશે?
જો તમે એપલ, ફેસબૂક, ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી મોટી ટેક કંપનીઓ વિશે ઘણું વાંચશો તો તમને ખ્યાલ આવશે કે ટેકનોલોજીમાં આધુનિક વિકાસ અનિવાર્ય છે અને આ કેટેગરીમાં મેટાવર્સની ઉત્પત્તિ આવે છે. આ ટેકનોલોજીનો આપણા સમાજ, રાજકારણ અને સંસ્કૃતિ પર શું અસર પડશે તે વિશે વિચારવાનું પણ બંધ કરી શકાતું નથી. ફેસબૂક અને અન્ય મોટી કંપનીઓ માટે મેટાવર્સ વિઝન પ્રોત્સાહક છે કારણ કે તેનાથી નવા બજારો, નવા પ્રકારના સોશિયલ નેટવર્ક, નવા કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને નવી પેટન્ટ માટે તકો ઉભી કરે છે.
આજના વિશ્વમાં આપણાંમાંના મોટાભાગના લોકો રોગચાળો, આબોહવા સંબંધિત આપત્તિ અથવા માનવોના કારણે વિવિધ જાતિઓના લુપ્ત થવા જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. મનુષ્યજાતિ એ પણ સમજવા માટે સંઘર્ષ કરી રહી છે કે આપણે અપનાવેલી તકનીકો (મોબાઇલ ઉપકરણો, સોશિયલ મીડિયા અને વૈશ્વિક જોડાણથી અસ્વસ્થતા અને તાણ જેવી અનિચ્છનીય અસરો પેદા થવી) સાથે કેવી રીતે સારું જીવન જીવી શકીએ.
તો પછી ટેક્નોલોજી કંપનીઓ શા માટે રોજિંદા વિશ્વમાંથી આપણને વિચલિત કરવાના નવા રસ્તાઓ શોધે છે જ્યાં આપણી પાસે શ્વાસ લેવા માટે હવા, ખાવા માટે ખોરાક અને પીવા માટે પાણી છે તેના માટે આટલું રોકાણ કરેે? એવામાં મેટાવર્સ જેવા વિચારો સમાજને વધુ સકારાત્મક રીતે સંચાલિત કરવામાં મદદ કરી શકે છે. ઉદાહરણ તરીકે દક્ષિણ કોરિયામાં નિઃશુલ્ક રાષ્ટ્રીય વીઆર પ્લેટફોર્મ વિકસાવવા માટે કંપનીઓ અને સરકાર સાથે મળીને કામ કરવા મેટાવર્સ એલાયન્સ કંપનીઓ કામ કરી રહી છે.
આ પણ વાંચોઃ પક્ષીઓના Brain's હોઇ શકે ક્લૂ કે શા માટે Dinosaurs પ્રજાતિમાંથી બહાર નીકળી ગયાં
તેનો એક મોટો હિસ્સો સ્માર્ટફોન, 5જી નેટવર્ક, ઓગમેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ કરન્સી અને સોશિયલ નેટવર્કનો મેળ બેસાડી સમાજની સમસ્યાઓનું સમાધાન કાઢવા અને લાભ મેળવવાની પદ્ધતિઓ શોધે છે.
આ પણ વાંચોઃ 2021ના માત્ર પહેલા 6 મહિનામાં જ 300 મિલિયન રેન્સમવેર હુમલાઓ નોંધાયા