ETV Bharat / science-and-technology

પ્રકૃતિ સંરક્ષણ તરફ એક પગલું ઇકો ફ્રેન્ડલી મૂર્તિ

આજે આપણે પ્રકૃતિને બચાવવા માટે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવાનો આગ્રહ રાખીએ છીએ. જોકે, આ પ્રકૃતિને બચાવવા માટે પૂરતું નથી. આ માટે, આપણે ઘણા વધુ પગલા લેવાની જરૂર છે. આ વખતે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવવાની સાથે પૂજામાં વપરાતી પ્લાસ્ટિક સામગ્રીનો ઉપયોગ ન કરીએ તેવો આપણા સૌનો પ્રયાસ હોવો જોઇએ.

ઇકો ફ્રેન્ડલી મૂર્તિ
ઇકો ફ્રેન્ડલી મૂર્તિ
author img

By

Published : Aug 24, 2020, 7:25 PM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

હૈદરાબાદ: દેશભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી આનંદ અને સમૃદ્ધિથી કરવામાં આવે છે. આજે આપણે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ વિશે વાત કરી રહ્યા છીએ, પરંતુ આ પૂરતું નથી. પ્રકૃતિને બચાવવા માટે આજે વધુ પગલા ભરવાની જરૂર છે. પ્રકૃતિને બચાવવા માટે 360 ડિગ્રી અભિગમની જરૂરી છે.

આપણે આ દિવસોમાં ઘણું સાંભળીએ છીએ; પ્રકૃતિ બચાવો, જીવન બચાવો. જેના માટે મૂર્તિઓના આકાર અને તેમા ઉપયોગમાં લેવાતી સામગ્રી બદલી દીધી છે.

ઇકો ફ્રેન્ડલી મૂર્તિ
ઇકો ફ્રેન્ડલી મૂર્તિ

POPમાં મેગ્નેશિયમ, જીપ્સમ, ફોસ્ફરસ અને સલ્ફર જેવા રસાયણો હોય છે, જે સામાન્ય રીતે આ શિલ્પોને સજાવવા અને રંગ આપવા માટે વપરાય છે. તેમાં પારો, કેડમિયમ, આર્સેનિક, સીસા અને કાર્બન જેવા તત્વો પણ હોય છે.જ્યારે આ મૂર્તિઓ સમુદ્ર, તળાવો જેવા અન્ય સામાન્ય જળ સ્ત્રોતોમાં વિસર્જીત કરવામાં આવે છે, ત્યારે તેમાંથી ભારે માત્રામાં ધાતુઓ અને અન્ય રસાયણો નીકળે છે. જેથી માછલીઓ અને છોડને ખૂબ નુકસાન પહોંચે છે.આ સિવાય પાણીમાં રહેતા જીવોને પણ નુકસાન થાય છે.તેથી આપણે ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ બનાવવાનો આગ્રહ કરીએ છીએ.

આજે ચોકલેટ ગણેશ, મોદક ગણેશ, પાંદડામાંથી બનાવેલા ગણેશ, માટી, લોટ, હળદર, લાલ માટી અને ખાતર અને છોડથી બનાવવામાં આવેલા ગણેશ મૂર્તિઓ બજારોમાં ઉપલબ્ધ છે. ઉપરાંત, તે ઓનલાઇન પણ ઉપલબ્ધ છે.પ્રકૃતિને બચાવવા માટે, ઘણા શિલ્પકારોએ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવાનું પણ શરૂ કર્યું છે અને તે બજારોમાં પણ ઉપલબ્ધ છે.

હાલમાં જ એક સમાચાર સામે આવ્યા કે, મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક મહિલાએ કોરોના મહામાપી વચ્ચે ગણેશ ચતુર્થીના પર્વ પર ભગવાન ગણેશની મૂર્તિને ચોકલેટથી બનાવી છે અને તેનું વિસર્જન દૂધમાં કરવાની યોજના બનાવી છે.આ ઉપરાંત મલ્હાર ફાઉન્ડેશન અને દીપક બાબા હંડે મિત્ર મંડળે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા ગણેશ ભક્તોને નિ:શુલ્ક પર્યાવરણને અનુકુળ મૂર્તિઓ આપવાની કામગીરી શરૂ કરી છે.

આ મૂર્તિઓ શિલ્પકારો પાસેથી ખરીદવામાં આવી છે, જેમના કામ હાલ કોરોના મહામારીના કારણે બંધ થઈ ગયા હતા, આ પ્રયાસથી તેમને મદદ મળી રહેશે. મુખ્યત્વે મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને તેલંગાણા જેવા રાજ્યોમાં, 10-દિવસીય ગણેશ ચતુર્થી ઉત્સવ સામાન્ય રીતે ઉજવવામાં આવે છે.

જો કે, ઇકો ફ્રેન્ડલીનો ખ્યાલ ફક્ત મૂર્તિઓ માટે જ નથી. અન્ય વસ્તુઓ જેવી કે અગરબત્તી, પ્રસાદ, સિંદૂર, પૂજા સામગ્રી વગેરે હજી પણ પ્લાસ્ટિકમાં પેક કરવામાં આવે છે અને લાખો શ્રદ્ધાળુઓ તેને ભગવાનને અર્પણ કરે. જોકે તેનાથી પણ પ્રદૂષણ થાય છે.જો આપણે કિંમત પર નજર કરીએ તો, પ્લાસ્ટીકમાં ભરાયેલી ધૂપની કિંમત 10 રૂપિયા છે, જ્યારે બેગ અથવા અન્ય પેકેજિંગ મટિરિયલ્સની કિંમત 30 અથવા 50 રૂપિયા છે.

જોકે આપણે સમજવું પડશે કે ઇકો-ફ્રેન્ડલીનો અર્થ શું છે? અને કેવી રીતે કિંમતોનમાં ઘટાડો કરીને સામાન્ય માણસ ઇકો ફ્રેન્ડલીને પ્રોત્સાહન આપે છે.જોકે મંદિરના પુજારીઓ દરેક ભક્તોને છોડ અથવા બીજ પ્રસાદમાં આપી શકે છે. જેને તેઓ તેમના ઘરોમાં લગાવી શકે છે.

Last Updated : Feb 16, 2021, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.