સાન ફ્રાન્સિસ્કો: ટિપસ્ટર iUniverse મુજબ, ટેક જાયન્ટે Galaxy Unpacked 2023 લોન્ચ ઇવેન્ટ શેડ્યૂલ કરી છે. જે S23 સિરીઝ માટે હોવાની સંભાવના છે. SamMobileના એક રિપોર્ટ અનુસાર આ પણ લોન્ચ તારીખ હોવાનું જણાય છે. સેમસંગ તેની આગામી ફ્લેગશિપ સ્માર્ટફોન (samsung smartphone) શ્રેણી, Galaxy S23, તારીખ 1 ફેબ્રુઆરી 2023ના રોજ લોન્ચ કરી શકે (Samsung Galaxy S23 launch) છે. જ્યારે વૈશ્વિક સ્તરે તે તારીખ 2 ફેબ્રુઆરી 2023 થવાની સંભાવના છે.
સેમસંગ કેલેક્સિ S23 સ્માર્ટફોન: એવી પણ અફવા છે કે, સત્તાવાર જાહેરાતના 2 અઠવાડિયા પછી s23 શ્રેણી મુખ્ય બજારોમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ફોન આવતા વર્ષના માર્ચના અંત સુધીમાં અન્ય બજારોમાં ઉપલબ્ધ થઈ શકે છે. આ અઠવાડિયાની શરૂઆતમાં એવું નોંધવામાં આવ્યું હતું કે, કંપનીએ તેની Galaxy S23 સિરીઝનું લોન્ચિંગ આવતા વર્ષે ફેબ્રુઆરીના મધ્યમાં મુલતવી રાખ્યું હતું. વિલંબનું કારણ એ છે કે, ટેક જાયન્ટ સ્માર્ટફોન માટે અંતિમ કિંમતનું માળખું નક્કી કરવામાં અસમર્થ હતું.
Galaxy S23 સિરીઝ: સેમસંગની આગામી નેક્સ્ટ જનરેશન ફ્લેગશિપ સ્માર્ટફોન સિરીઝ Galaxy S23માં 8K 30fps વિડિયો રેકોર્ડિંગની સુવિધા હશે. GSMArenaના રિપોર્ટ અનુસાર, સેમસંગ સાથે જોડાયેલા એક વિશ્વસનીય સૂત્રએ આ માહિતી આપી છે. અગાઉ એવી અફવા હતી કે, Galaxy S23 સિરીઝમાં ચિપ નિર્માતા ક્વાલકોમનું ત્રીજી પેઢીનું અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સ્કેનર હશે.