ETV Bharat / science-and-technology

દિવાળીની સિઝનમાં ઓનલાઈન ખરીદી કરતી વખતે લગભગ 40 ટકા ભારતીયો છેતરાયા

હાલ જ ભારતમાં દિવાળી ખૂબ જ ધુમધામથી ઉજવવામાં આવી હતી. દિવાળીના તહેવારમાં લોકોને પગાર અને બોનસ મળે છે. ઓનલાઈન છેતરપિંડી (online shopping fraud) કરનારા પણ આવા તહેવારની રાહ જોઈને બેઠા હોય છે. દિવાળી તહેવાર દરમિયાન ઘણા લોકોએ એનલાઈન ખરીદી કરી હંશે. એમાં ઘણા લોકો છેતરાયા હંશે. તો ચાલો એક સર્વેક્ષણ (Norton cyber security survey) દ્વારા આ બાબત અંગે વિશેસ માહિતી જાણવાનો પ્રયાસ કરીએ.

દિવાળીની સિઝનમાં ઓનલાઈન ખરીદી કરતી વખતે લગભગ 40 ટકા ભારતીયો છેતરાયા
દિવાળીની સિઝનમાં ઓનલાઈન ખરીદી કરતી વખતે લગભગ 40 ટકા ભારતીયો છેતરાયા
author img

By

Published : Nov 3, 2022, 1:08 PM IST

નવી દિલ્હી: એક સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, તહેવારોની સિઝનમાં ઓનલાઈન ખરીદી કરતી વખતે લગભગ 40 ટકા ભારતીયો છેતરાયા (online shopping fraud) છે. ધ હેરિસ પોલ દ્વારા સાયબર સિક્યોરિટીમાં વૈશ્વિક અગ્રણી નોર્ટન વતી આ અભ્યાસ હાથ (Norton cyber security survey) ધરવામાં આવ્યો હતો. જેણે ભારતીય તારણો બહાર પાડ્યા હતા. જેમાં તહેવારોની સિઝન દરમિયાન સાયબર સુરક્ષા અને ઑનલાઇન શોપિંગ પ્રત્યેના વલણની શોધ કરવામાં આવી હતી.

તારણો: સર્વેક્ષણમાં બે તૃતીયાંશ ભારતીય પુખ્ત વયના લોકોએ તેમની અંગત વિગતો સાથે ચેડાં કર્યા છે (78 ટકા), તૃતીય પક્ષ રિટેલર દ્વારા છેતરવામાં આવવું (77 ટકા), ભેટ તરીકે નવા ડીવાઈઝ ખરીદવું અથવા પ્રાપ્ત કરવું (72 ટકા), 69 ટકા હેક કરવામાં આવે છે.

સર્વેક્ષણ: લગભગ 78 ટકા ભારતીય પુખ્ત વયના લોકો સંમત છે કે, તેમના કનેક્ટેડ ડિવાઈઝ દ્વારા ઑનલાઇન સમય પસાર કરવાથી તેઓ તહેવારોની સિઝનમાં વધુ કનેક્ટેડ અનુભવવામાં મદદ કરે છે અને 74 ટકા લોકો કહે છે કે, તેનાથી તેમની માનસિક સુખાકારીમાં મદદ કરે છે. રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, 65 ટકા ભારતીય પુખ્ત વયના લોકો તેમની માનસિક સ્થિતિ વિશે જણાવે છે. જો તેઓ તહેવારોની સિઝનમાં તેમના કનેક્ટેડ ડીવાઈઝને એક્સેસ નહીં કરી શકે તો તેમની માનસિક સ્થિતી વધુ ખરાબ થાય છે.

"તાજેતરમાં, ઓનલાઈન ખરીદી કરનારાઓની સંખ્યામાં વધારો થયો છે અને તેની સાથે ઓનલાઈન શોપિંગ સ્કેમ, ગિફ્ટ કાર્ડ ફ્રોડ, પોસ્ટલ ડિલિવરી ફ્રોડમાં પણ વધારો થયો છે. અમારો ધ નોર્ટન રિપોર્ટ એ પણ જણાવે છે કે, ઘણા ભારતીય પુખ્ત વયના લોકો ઓનલાઈન ખરીદી કરતી વખતે છેતરપિંડીનો ભોગ બન્યા છે, જેમાં સરેરાશ 6,216 રૂપિયાનું નુકસાન થયું છે. "--- રિતેશ ચોપરા (નોર્ટનલાઈફલોકના ડિરેક્ટર)

અજાણી સાઇટ્સ સલામત નથી: ઘણી વખત લોકો સસ્તી વસ્તુઓ જોઈને અજાણી સાઈટ પર ખરીદી કરતા અચકાતા નથી. મોટાભાગની અજાણી સાઇટ્સ સલામત નથી. અહીં ખરીદી કરવાથી એકાઉન્ટ હેક થવાની સંભાવના છે અને તમે સાયબર છેતરપિંડીનો શિકાર પણ બની શકો છો. તેથી, ઑનલાઇન ખરીદી માટે વિશ્વસનીય અને જાણીતી સાઇટ પસંદ કરવી વધુ સારું છે. કેટલાક લોકો ઓનલાઈન ખરીદી કરતી વખતે અજાણતામાં https અને http વચ્ચેનો તફાવત જોવાનું ભૂલી જાય છે. જોકે https સાઇટ પર 'S' સિક્યુરિટી સાઇન છે. આવી સ્થિતિમાં HTTP સાઇટને બદલે https સાઇટ પરથી ખરીદી કરો. આ ઉપરાંત ખરીદી કરતી વખતે, દુકાનદારનું સરનામું, ફોન નંબર અને ઇમેઇલ સરનામું તપાસવાનું ભૂલશો નહિં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.