- મંગળ ગ્રહના સંશોધન અંગે Mars Express orbiterનો નવો ડેટા બહાર આવ્યો
- મંગળના દક્ષિણ ધ્રુવના વિસ્તારમાં પાણીની ચાલી રહી છે ખોજ
- માર્સ ઓર્બિટરે મોકલેલા વધુ સઘન ડેટાનો થઈ રહ્યો છે અભ્યાસ
2018માં બે સંશોધન ટીમે મંગળ એક્સપ્રેસ ઓર્બિટરના (Mars Express orbiter) ડેટા પર કામ કરતી વખતે એક આશ્ચર્યજનક શોધની જાહેરાત કરી હતી. લાલ ગ્રહના દક્ષિણ ધ્રુવમાંથી રડાર ઇન્સ્ટ્રુમેન્ટથી છોડાતાં સંકેતો એક પ્રવાહી ઉપગ્રહ તળાવ જેવા દેખાયા હતાં. જોકે એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીની(ASU) અને નાસા (NASA ) વૈજ્ઞાનિક ટીમે એવા ઢગલાબંધ રડાર રીફ્લેક્શન મંગળના દક્ષિણ ગ્રુવની આસપાસ શોધ્યાં, જે માર્સ એક્સપ્રેસ દ્વારા મોકલાયેલા વધુ સઘન ડેટાના અભ્યાસ બાદ જાણવા મળ્યું હતું.
આ વૈજ્ઞાનિકોએ એ પણ માન્યું કે મંગળના દક્ષિણ ધ્રુવના ઘણાં વિસ્તાર એટલા ઠંડાા છે કે તે પાણીમાં પરિવર્તિત ન થઈ શકે. "સામાન્ય રીતે, રડાર તરંગો જ્યારે સામગ્રી દ્વારા વહન થાય છે ત્યારે ઊર્જા ગુમાવે છે. તેથી ઊંડાણથી આવતું પ્રતિબિંબ સપાટીથી ઓછું તેજસ્વી હોવું જોઈએ,". "તેમ છતાં, અસાધારણ રીતે તેજસ્વી પેટાસપાટીના પ્રતિબિંબ માટેના કેટલાક સંભવિત કારણો છે. આ બે અભ્યાસોએ તારણ કાઢ્યુંં છે કે પ્રવાહી પાણીનું ઘટક આ તેજસ્વી પ્રતિબિંબનું કારણ હતું, કારણ કે પ્રવાહી પાણી રડાર પર તેજસ્વી દેખાય છે." ASUની સ્કૂલ ઓફ અર્થ એન્ડ સ્પેસ એક્સ્પ્લોરેશનના આદિત્ય ખુલ્લરે આમ જણાવ્યું હતું
રડાર સિગ્નલોનું મૂળરૂપે પ્રવાહી પાણી તરીકે અર્થઘટન કરવામાં આવતા મંગળના એક ક્ષેત્રમાં તે દક્ષિણ ધ્રુવીયસ્તરવાળી થાપણ તરીકે ઓળખાય છે. મૂળરૂપે માર્ટિયન સાઉથ ધ્રુવીયસ્તરવાળી થાપણોના પ્રમાણમાં નાના ક્ષેત્રમાં લગભગ 10થી 20 કિલોમીટરના પ્રવાહી પાણીનો સમાવેશ ધરાવતા વિસ્તારોની પૂર્વધારણા છે.
નવા અભ્યાસમાં ટીમે મંગળના દક્ષિણ ધ્રુવ પરનું તેમનું સંશોધન વિસ્તારીને એવા જ પ્રકારના સઘન રેડિયો સિગ્નલ જે 15 વર્ષના માર્સિસ ડેટાના 44,000 મેઝરમેન્ટમાં પથરાયાં હતાં તેના પર કેન્દ્રિત કર્યું હતું.
આ પણ વાંચોઃ નાસાના જૂનો સ્પેસક્રાફ્ટે મોકલી ગેનીમેડની પ્રથમ છબીઓ
"તે પહેલાં કરતાં વધારે વિસ્તાર અને ઊંડાઈની ઉપર ડઝનેક વધારાના તેજસ્વી રડાર રિફ્લેક્શન્સ જાહેર કરે છે. કેટલાક વિસ્તારમાં તે સપાટીથી એક માઇલ કરતા ઓછા હતાં જ્યાં તાપમાન માઈનસ 63 ડિગ્રી સેલ્સિયસ રહેવાનો અંદાજ છે. ખૂબ જ ઠંડું કે પાણી થીજેલું હોય.
ભલે તેમાં મીઠાવાળા ખનીજ શામેલ હોય જેે પેર્ક્લોરેટ્સ તરીકે ઓળખાય છે એે પાણીની ઠંડકને આંશિક ઓછું કરી શકે છે. અમને ખાતરી નથી કે આ સંકેતો પ્રવાહી પાણી છે કે નહીં પરંતુ મૂળ જે પેપર્સ હતાં તેના કરતાં તે વધુ વ્યાપક હોવાનું જણાય છે. ક્યાં તો મંગળની દક્ષિણ ધ્રુવની નીચે પ્રવાહી પાણી સામાન્ય છે અથવા આ સંકેતો કંઈક બીજું સૂચવે છે" નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરી (JPL) ના જેફરી પ્લાઉટે આમ જણાવ્યું હતું.
માર્સ એક્સપ્રેસ પૃથ્વી સિવાયના અન્ય ગ્રહની આસપાસની ભ્રમણકક્ષામાં બીજા ક્રમે સૌથી લાંબું ટકી રહેલું અવકાશયાન છે. તે ફક્ત નાસાની હજુ પણ સક્રિય 2001ના માર્સ ઓડિસીથી પાછળ છે.
આ પણ વાંચોઃ સંશોધકોએ પાણીમાંથી દૂષિત કણ દૂર કરવાની ટેકનોલોજી વિકસાવી