- વીએસએસસી દ્વારા તૈયાર થયું છે આ ડિવાઇઝ
- વાતાવરણની હવામાંથી અલગ પાડે છે ઑક્સિજન
- 42 - 44 કિલો વજન ધરાવે છે ડિવાઇઝ
ચેન્નઇ: ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ઇસરો)એ જણાવ્યું છે કે તેઓ રૉકેટ કેન્દ્ર વીએસએસસીના મેડિકલ ઑક્સિજન કંન્સટ્રેટર, શ્વાસને વિકસિત કર્યું છે. જે શ્વાસની બિમારી અને ઑક્સિજન પર રહેનાર દર્દીઓને શ્વાસ લેવામાં મદદ રૂપ થાય છે અને તે 95 ટકા કોન્સનટ્રેટેડ ઑક્સિજન આપે છે.
વધુ વાંચો: ઑક્સિજનનું શુદ્ધ સ્વરૂપ છે મેડિકલ ઑક્સિજન
વાતાવરણની હવામાંથી અલગ પાડે છે ઑક્સિજન
આ ઉપકરણ પ્રેશર સ્વિંગ એડસોપર્શન (PSA)ના માધ્યમથી હવામાંથી નાઇટ્રોજન અલગ કરીને ઑક્સિજનની માત્રા વધારે છે. શ્વાસ યોગ્ય સાંદ્રતાવાળો ઑક્સિજન 10 લિટર પ્રતિમીનિટની ક્ષમતાથી ઉત્પાદન કરે છે જેથી એક સમયે બે દર્દીઓને ઑક્સિજન સપ્લાય આપી શકાય છે. ઇસરોના જણાવ્યા અનુસાર 600 Wનું આ ડિવાઇઝ 220 V/50 Hz વોલ્ટેજ પર કાર્ય કરે છે, જે કંટ્રોલેબલ ઑક્સિજન ફ્લો 0.5-10 LPM આપે છે. આ સાધન 82 ટકાથી 95 ટકા નોર્મલ ઑક્સિજન આપે છે.
વધુ વાંચો: અર્થ ડેની પ્રતિજ્ઞાઃ વસુંધરાના સંવર્ધન સાથે વસુધૈવ કુટુંબકમ
ડિવાઇસમાં છે એક એલાર્મ
શ્વાસ ડિવાઇઝમાં જો નબળી હવા, ઓછું-વધારે પ્રેશર અને ઑક્સિજનનો ફ્લોરેટ ઓછો હોય તો એક એલાર્મ વાગે છે. આ ડિઝાઇનું વજન 42-44 કિલોગ્રામ છે તેની ઉંચાઇ 600 mm છે