સાન ફ્રાન્સિસ્કો: Apple iPhone 14 ફીચર 'સેટેલાઇટ દ્વારા ઇમરજન્સી SOS' (Emergency SOS via Satellite)એ ગ્રામીણ વિસ્તારમાં ફસાયેલા અમેરિકન વ્યક્તિનો જીવ બચાવ્યો છે. તેની ઉપયોગિતાને સમજ્યા અને જાણ્યા પછી તેને વધુ દેશોમાં શરૂ કરવામાં આવશે. સેટેલાઇટ કનેક્ટિવિટી હાલમાં ઉત્તર અમેરિકામાં ઉપલબ્ધ (Satellite connectivity in America) છે અને કંપની ટૂંક સમયમાં ફ્રાન્સ, જર્મની, આયર્લેન્ડ અને યુકેમાં વિસ્તરણ કરશે.
ઈમરજન્સી સેવાઓ માટે મદદ: iOS 16.1 સાથે Appleએ સેટેલાઇટ સુવિધા દ્વારા ઇમર્જન્સી SOS રજૂ કર્યું છે. જે iPhone 14 માલિકોને સેલ્યુલર અથવા WiFi કનેક્શન વિના પણ કટોકટી સેવાઓનો સંપર્ક કરવાની મંજૂરી આપે છે. તેની મદદથી ઈમરજન્સી સેવાઓ માટે મદદ લઈ શકાય છે.
મેકરૂમર્સના જણાવ્યા અનુસાર: અલાસ્કા સ્ટેટ ટ્રુપર્સને તારીખ 1 ડિસેમ્બરના રોજ ચેતવણી મળી હતી કે, નૂરવિકથી કોટઝેબ્યુ સુધી સ્નો મશીન પર મુસાફરી કરી રહેલો એક વ્યક્તિ ફસાઈ ગયો છે. કોઈ કનેક્ટિવિટી વિનાના ઠંડા, દૂરના સ્થાને, વ્યક્તિએ સત્તાવાળાઓને તેની પરિસ્થિતિ વિશે ચેતવણી આપવા માટે તેના iPhone 14 પર સેટેલાઇટ દ્વારા ઇમરજન્સી SOS સક્રિય કર્યું.
ફલાયેલા માણસને બચાવી લેવાયો: Appleનું ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર સ્થાનિક શોધ અને બચાવ ટીમ સાથે સ્વયંસેવક શોધકર્તાઓને સીધા SOS કોઓર્ડિનેટ્સ પર મોકલે છે. જે ઇમરજન્સી ફંક્શનનો ઉપયોગ કરીને Appleને રિલે કરવામાં આવ્યા હતા. અહેવાલ મુજબ આ માણસને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યો હતો અને તેને કોઈ ઈજા થઈ ન હતી. તે મર્યાદિત સેટેલાઇટ કવરેજવાળા દૂરના વિસ્તારમાં પડેલો હતો.
અન્ય દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વકસાવશે: એપલ કહે છે કે, જ્યારે નૂરવિક અને કોટઝેબ્યુ 69AO અક્ષાંશની નજીક છે. ત્યારે સેટેલાઇટ કનેક્ટિવિટી 62AO અક્ષાંશથી ઉપરના સ્થળોએ ઉપલબ્ધ ન હોઈ શકે, રિપોર્ટમાં જણાવાયું છે. ગયા મહિને, Apple એ જાહેર કર્યું હતું કે, તેણે iPhone 14 મોડલ્સ માટે સેટેલાઇટ દ્વારા ઇમર્જન્સી SOS ને સપોર્ટ કરતી જટિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે 450 મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. હાલમાં સેટેલાઇટ કનેક્ટિવિટી ઉત્તર અમેરિકામાં ઉપલબ્ધ છે અને કંપની ટૂંક સમયમાં ફ્રાન્સ, જર્મની, આયર્લેન્ડ અને યુકેમાં વિસ્તરણ કરશે.