ETV Bharat / science-and-technology

Google update: ગૂગલ ભારતમાં એન્ડ્રોઈડ પ્લેટફોર્મ માટે કરશે આ ફેરફાર - સર્વોચ્ચ અદાલત

ટેક જાયન્ટ ગૂગલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારતીય યુઝર્સ પાસે હવે ઓપ્શન્સ સ્ક્રીન દ્વારા તેમના ડિફોલ્ટ સર્ચ એન્જિનને પસંદ કરવાનો વિકલ્પ હશે. જે ટૂંક સમયમાં દેખાશે, જ્યારે યુઝર્સ દેશમાં નવો એન્ડ્રોઇડ સ્માર્ટફોન (new android smartphone) અથવા ટેબલેટ સેટ કરશે. કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)ના આદેશ સામે કોર્ટમાંથી કોઈ રાહત ન મળતા કંપનીએ આ પગલું ભર્યું છે. સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે CCIના આદેશ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો (Google plea against NCLAT order) હતો.

Google update: ગૂગલ ભારતમાં એન્ડ્રોઈડ પ્લેટફોર્મ માટે આ ફેરફારો કરવા જઈ રહ્યું છે

author img

By

Published : Jan 26, 2023, 4:31 PM IST

નવી દિલ્હી: ટેક્નોલોજી કંપની ગૂગલે બુધવારે જણાવ્યું હતું કે, ''તે ભારતમાં એન્ડ્રોઇડ આધારિત સ્માર્ટફોનના યુઝર્સને તે સર્ચ એન્જિન પસંદ કરવાની મંજૂરી આપશે, જે જ્યારે તેઓ કંઈક શોધે ત્યારે આપોઆપ ખુલે છે. કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)ના આદેશ સામે કોર્ટમાંથી કોઈ રાહત ન મળતા કંપનીએ આ પગલું ભર્યું છે. સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે CCIના આદેશ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. આદેશ હેઠળ ગૂગલ પર તેની લોકપ્રિય 'એન્ડ્રોઇડ' ઓપરેટિંગ સિસ્ટમને લઈને તેના પ્રભાવશાળી પદનો દુરુપયોગ કરવા બદલ 1337.76 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Education Skill Development: અશ્વિની વૈષ્ણવે મેડ ઈન ઈન્ડિયા મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમની કરી પ્રશંસા

ભારત માટે નોંધપાત્ર ફેરફારની જરૂર: દેશના 600 મિલિયન સ્માર્ટફોનમાંથી લગભગ 97 ટકા આ સિસ્ટમ પર ચાલે છે. CCIએ 'Play Store' પોલિસી સંબંધિત એક કેસમાં અમેરિકન ટેક્નોલોજી કંપની પર 936 કરોડ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. ગૂગલે એક બ્લોગમાં લખ્યું, “અમે ભારતમાં સ્થાનિક કાયદાઓ અને નિયમોનું ગંભીરતાથી પાલન કરવાની અમારી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરીએ છીએ. એન્ડ્રોઇડ અને પ્લે સ્ટોર અંગે કોમ્પિટિશન કમિશનની તાજેતરની સૂચનાઓને કારણે, ભારત માટે નોંધપાત્ર ફેરફારની જરૂર છે. આજે અમે CCIને જાણ કરી છે કે, અમે તેમના નિર્દેશોનું પાલન કેવી રીતે કરીશું." આ ફેરફારોમાં મૂળ ડિવાઈઝના ઉત્પાદકો અથવા સ્માર્ટફોન નિર્માતાઓને તેમના ડિવાઈઝ પર પ્રી ઇન્સ્ટોલેશન માટે વ્યક્તિગત Google એપ્લિકેશન્સનું લાઇસન્સ આપવાની સ્વતંત્રતા શામેલ છે.

આ પણ વાંચો: Dementia : અભ્યાસ ડિમેન્શિયાના સંભવિત કારણને દર્શાવે છે

ગૂગલની અરજી પર સુનાવણી: ગુગલને તેના આદેશમાં થોડા દિવસ પહેલા 7 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ જે.બી. પારડીવાલાએ કહ્યું હતું કે, ''CCIના તારણોને અધિકારક્ષેત્ર વિના અથવા સ્પષ્ટ ભૂલ સાથે કહી શકાય નહીં અને NCLTના આદેશને સમર્થન આપ્યું હતું. જેણે ગૂગલને વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની બેન્ચે NCLATને તારીખ 31 માર્ચ સુધીમાં Googleની અપીલનો નિકાલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ ઉપરાંત CCI દ્વારા લાદવામાં આવેલા દંડના 10 ટકા જમા કરવા માટે Googleને 7 દિવસનો સમય આપ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.