નવી દિલ્હી: ગુગલે Meet યુઝર્સ માટે વીડિયોને ઓટોમેટિક (Google Meet automatic feature) ફ્રેમ કરીને વિઝિબિલિટી વધુ સારી બનાવવા માટે એક નવી સુવિધાની જાહેરાત કરી છે. કંપની (google meet new feature) એ એક બ્લોગપોસ્ટમાં જણાવ્યું હતું કે, કોઈ યુઝર મિટિંગમાં જોડાય તે પહેલાં, Google Meet આપમેળે વીડિયોને ફ્રેમ તૈયાર કરીને આપશે. સુનિશ્ચિત કરશે કે, દરેક વ્યક્તિ સમાન રીતે દેખાય. આ માટે મિટમાં આપમેળે ઝુમ ઈન અને ઝુમ આઉટના ફીચર્સ હશે.
ગુગલ મિટ નવી સુવિધા: મિટ ફીચર્સનો સૌથી વધારે ઉપયોગ કોરોનાકાળમાં થયો હતો. આ જરૂરીયાતને ધ્યાને લઈને કંપનીએ આ ફીચરને વધારે સ્મૂથ કરવા માટે પગલાં લીધા છે. ચાલું મિટિંગ દરમિયાન કોઈનું ધ્યાન બીજે ન જાય એ માટે ફીચરમાં કેટલાક વિકલ્પો આપેલા છે. પણ આનાથી મિટની સ્પીડમાં કે વીડિયો ફીચર્સમાં કોઈ ફેર પડતો નથી. આ સૌથી મોટી અને ખાસ વાત છે. ઓટોમેટિંગ ફ્રેમિગ માત્ર એક જ વખત થાય છે. જેનાથી કોઈ પણ વ્યક્તિ જ્યાં પણ બેઠ હોય એ વ્યવસ્થિ દેખાય. આ સિવાય વીડિયોને કોઈ પણ સમયે મેન્યુઅલી રિફ્રેમ કરી શકાય છે. આ સુવિધા પર કોઈ એડમિનના કંટ્રોલમાં નથી.
કોણ પણ યુઝર કરી શકેઃ આ યુઝર્સ એક્ટિવ થાય છે. કંપનીએ કહ્યું કે, નવું ફીચર તારીખ 2 નવેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે. ગુગલ ક્લાઉડ નેક્સ્ટ 2022 દરમિયાન આ ફીચરની પ્રથમ જાહેરાત કરવામાં આવી હતી. અગાઉ કંપનીએ Meet ફીચરમાં કોઈ મોટા ફેરફાર આવી રહ્યા છે એવી જાહેરાત કરી હતી. જેમાં યુઝર્સ સ્પેસબારને દબાવીને જે તે મિટિંગમાં અનમ્યૂટ થઈ શકે છે. તેને ફરીથી મ્યૂટ કરવા માટે પણ આ ફીચરનો ઉપયોગ કરી છે. કંપનીએ કહ્યું, આ ફીચર (google meet new feature) એવી પરિસ્થિતિઓમાં મદદ કરે છે, જ્યાં અનમ્યૂટ કર્યા પછી ફરીથી મ્યૂટ કરવાનું ભૂલી જાઓ છો. ખાસ કરીને મિટિંગ વખતે જ્યાં મ્યુટની જરૂર હોય ત્યારે આ ફીચર્સ સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવશે.
વૉઇસ કંટ્રોલ: કંપની ગુગલે કહ્યું કે, તે યુઝર્સ માટે જ્યારે તે બોલવા માટે એક્ટિવ થાય ત્યારે આ ફીચરને એક્ટિવ કરી શકશે. મિટિંગ ભાગ લેવા માટે ઝડપથી અનમ્યૂટ કરવાનું સરળ બનાવશે. Google Meet હાર્ડવેર ડિવાઇસ માટે 'વોઈસ કંટ્રોલ' જ્યારે એક્ટિવ થશે ત્યારે એ જે તે યુઝર્સના વોઈસ પર કામ કરશે એ જ પ્રમાણે કમાન્ડને પણ ફોલો કરશે.