ETV Bharat / science-and-technology

Fake Money Transfer In Hyderabad: આરોપીએ આ એપનો ઉપયોગ કરીને દુકાનદાર પાસેથી લૂંટ્યા 30 હજાર રુપિયા - ડિજિટલ પેમેન્ટ એપ્સ દ્વારા છેતરપિંડી

હૈદરાબાદમાં ફેક મની ટ્રાન્સફર એપ (Fake Money Transfer In Hyderabad)દ્વારા એક દુકાનાદાર સાથે 30 હજાર રૂપિયાની છેતરપિંડીની ઘટના સામે આવી છે. યુવકે 30 હજાર રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરીને દુકાનદાર પાસેથી રોકડા 30 હજાર લીધા હતા. જો કે ફેક મની ટ્રાન્સફર હોવાથી દુકાનદારના ખાતામાં એ પૈસા પહોંચ્યા નહોતા.

આરોપીએ આ એપનો ઉપયોગ કરીને દુકાનદાર પાસેથી લૂંટ્યા 30 હજાર રુપિયા

author img

By

Published : Apr 23, 2022, 5:48 PM IST

હૈદરાબાદ: સાયબર અપરાધીઓ નિર્દોષ લોકો પાસેથી નાણાં લૂંટવા માટે દરરોજ નવા નવા રસ્તા અપનાવે છે. પોલીસ પણ તેમને પકડી શકતી નથી. દિવસેને દિવસે સાયબર (Cyber Crime In Hyderabad) અપરાધીઓ નવીન વિચારો સાથે પૈસા લૂંટી રહ્યા છે. તાજેતરમાં તેઓએ લોકોને છેતરવા માટે ફેક મની ટ્રાન્સફર એપ્લિકેશન (Fake money transfer application)નો વિકલ્પ પસંદ કર્યો છે. હૈદરાબાદમાં વનસ્થલીપુરમ વિસ્તારમાં ફેક મની ટ્રાન્સફર (Fake Money Transfer In Hyderabad)ની છેતરપિંડી તાજેતરમાં પ્રકાશમાં આવી છે. આ નકલી મની ટ્રાન્સફર એપ્લિકેશન શું છે? ગુનેગારો તેનો ઉપયોગ કેવી રીતે કરે છે? ચાલો વનસ્થલીપુરમ (vanasthalipuram hyderabad cyber crime)માં શું થયું તેના આધારે તેના વિશે જાણીએ.

QR કોડ સ્કેન કરી પૈસા કપાયાનો મેસેજ બતાવ્યો- વનસ્થલુપુરમ પોલીસ સ્ટેશન (vanasthalipuram police station) વિસ્તારમાં 9મી એપ્રિલના રોજ એક યુવક સુષ્મા પાસે મની ટ્રાન્સફરની દુકાનમાં આવ્યો હતો. તેણે દુકાનના માલિકને વિનંતી કરી કે તે તેને તાકીદે રૂપિયા 30 હજાર આપે જેથી તે ડિજિટલ પેમેન્ટ એપ (fraud through digital payment apps) દ્વારા પૈસા ટ્રાન્સફર કરી શકે. દુકાન માલિક આ માટે સંમત થયા અને પૈસા ટ્રાન્સફર કરવા માટે તેમણે QR કોડ આપ્યો. યુવકે QR કોડ સ્કેન કરીને તેને પૈસા કપાતનો મેસેજ બતાવ્યો અને તેને રૂપિયા 30 હજાર કેશ આપવા કહ્યું. પરંતુ દુકાનના માલિકે તેને રોકડ આપી નહોતી અને કહ્યું કે તેને મેસેજ મળ્યો નથી કે પૈસા તેના ખાતામાં ટ્રાન્સફર થયા છે.

આ પણ વાંચો: ઉજ્જૈન સાયબર સેલની ટીમને મળી મોટી સફળતા, 2018માં 67 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ

દુકાન માલિકે રોકડ ન આપતા યુવક જતો રહ્યો- દુકાનના માલિકે યુવકને મેસેજ ન મળે ત્યાં સુધી થોડીવાર રાહ જોવા કહ્યું. તેણે કહ્યું કે તે ઉતાવળમાં હતો તેથી માલિકને તેણે રોકડ આપવા કહ્યું. માલિક આ માટે સંમત ન થયો તેથી યુવકે તેને ઓછામાં ઓછા રૂપિયા 15,000 રોકડ આપવા વિનંતી કરી. માલિક આ માટે પણ સંમત નહોતો. ત્યારબાદ યુવક દુકાન છોડીને ગયો અને દુકાન માલિકે વિચાર્યું કે તે પૈસા લૂંટવા આવ્યો હતો.

બીજી જગ્યાએ પૈસા લૂંટવા ગયો- 5 મિનિટમાં યુવક NGOની કોલોનીમાં આવેલી બીજી મની ટ્રાન્સફરની દુકાન (money transfer shop hyderabad)માં ગયો અને રૂપિયા 30 હજાર રોકડ માંગી. તેણે દુકાન માલિકને કહ્યું કે, તે ડિજિટલ પેમેન્ટ એપ દ્વારા પૈસા ટ્રાન્સફર કરશે. દુકાન માલિક સંમત થયા અને તેમણે રૂપિયા 30 હજાર રોકડા આપ્યા. યુવકે કહ્યું કે, તેણે દુકાન માલિકને પૈસા ટ્રાન્સફર કર્યા હતા અને તેને એક મેસેજ બતાવ્યો હતો જે દર્શાવે છે કે તેના ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે.

આ પણ વાંચો: IBMનું નવું સાયબર સુરક્ષા કેન્દ્ર સાયબર હુમલાઓને નિષ્ફળ બનાવશે

3 4 કલાક બાદ પણ પૈસા ન મળ્યા- દુકાનના માલિકે તેનું એકાઉન્ટ ચેક કર્યું તો પૈસા જમા થયા નહોતા. તેથી તેણે યુવકને થોડીવાર રાહ જોવા કહ્યું. પરંતુ યુવકે કહ્યું કે તે ઉતાવળમાં છે. દુકાનના માલિકે તેને કહ્યું કે 'બરાબર છે. કદાચ થોડોક સમય લાગશે'. યુવક દુકાન છોડી ગયો પરંતુ 3-4 કલાક બાદ પણ માલિકને પૈસા મળ્યા નહીં. પછી તેણે વિચાર્યું કે તે યુવકે ફેક મની ટ્રાન્સફર એપ દ્વારા તેની સાથે છેતરપિંડી કરી છે અને તેણે વનસ્થલીપુરમ પોલીસને ફરિયાદ કરી.

ખાતામાં પૈસા જમા થાય પછી જ રોકડ આપો- પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે ફેક મની ટ્રાન્સફર એપ દ્વારા ઘણા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. પોલીસે લોકોને ચેતવણી આપી હતી કે જો કોઈ કહે કે તેઓ પૈસા ટ્રાન્સફર કરશે તો આંખ બંધ કરીને રોકડ ન આપો. તેઓએ લોકોને સૂચવ્યું કે ખાતામાં પૈસા જમા થયા પછી જ રોકડ આપો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.