- યુરોપિયન સ્પેસ એજન્સીએ આ માહિતી આપી
- બુધ ગ્રહ પર ઘણા સ્થળોએ વિશાળ ખાડા છે
- અવકાશયાન સર્વેલન્સ કેમેરા દ્વારા કાળા અને સફેદ રંગની તસ્વીર લીધી
બર્લિન: યુરોપ અને જાપાનના સંયુક્ત અવકાશયાનને બુધ ગ્રહની પ્રથમ ઝલક મળી છે. યુરોપિયન સ્પેસ એજન્સીએ આ માહિતી આપી હતી, આશરે 200 કિમીની ઉંચાઈ પર આવ્યા પછી, અવકાશયાન સર્વેલન્સ કેમેરા દ્વારા બુધ ગ્રહની કાળા અને સફેદ રંગની તસ્વીર લીધી હતી.
અવકાશયાન સર્વેલન્સ કેમેરા દ્વારા બુધ ગ્રહની તસ્વીર લીધી
સ્પેસ એજન્સીના જણાવ્યા અનુસાર, બેપીકોલંબો મિશનએ શુક્રવારે બુધ ગ્રહના ગુરુત્વાકર્ષણનો ઉપયોગ કરીને અવકાશયાનને તેની કક્ષામાં થોડું નીચું લાવ્યું હતું. આશરે 200 કિમીની ઉંચાઈ પર આવ્યા પછી, અવકાશયાન સર્વેલન્સ કેમેરા દ્વારા બુધ ગ્રહની કાળા અને સફેદ રંગની તસ્વીર લીધી હતી. યુરોપિયન સ્પેસ એજન્સીએ કહ્યું કે, આ તસવીર દર્શાવે છે કે, બુધ ગ્રહ પર 166 કિલોમીટર પહોળા લેર્મોન્ટોવ ક્રેટર સહિત ઘણા સ્થળોએ વિશાળ ખાડા છે.
આ પણ વાંચો : ભારતમાં લોન્ચ થઈ ફૉક્સવૈગન તાઇગુન
આ પણ વાંચો : સ્પેસએક્સનું પહેલું 'ઓલ સિવિલિયન મિશન' 15 સપ્ટેમ્બરના થશે લૉન્ચ