ETV Bharat / science-and-technology

એમેઝોને સ્ટાર્ટઅપ માટે 4 અઠવાડિયાનો સ્પેસ એક્સેલરેટર પ્રોગ્રામ લોન્ચ કર્યો - AWS અને સિરોફિમ

અંતરિક્ષ ઉદ્યોગ સાથે જોડાયેલા પડકારને ઝીલવામાં મદદ કરવા માટે એમેઝોન વેબ સર્વિસીઝે 4 અઠવાડિયાનો બિઝનેસ સપોર્ટ પ્રોગ્રામ સ્પેસ એક્સેલરેટર લોન્ચ કર્યો છે. આ પ્રોગ્રામ સ્પેસ સ્ટાર્ટઅપ્સને આગળ વધારવામાં મદદ કરવા શરૂ કરાયો છે. આ પ્રોગ્રામ વિશ્વભરમાં સ્પેસ સ્ટાર્ટઅપને ટેક્નિકલ, વેપાર અને સલાહ આપનારું સંશોધન ઉપલબ્ધ કરશે.

એમેઝોને સ્ટાર્ટઅપ માટે 4 અઠવાડિયાનો સ્પેસ એક્સેલરેટર પ્રોગ્રામ લોન્ચ કર્યો

author img

By

Published : Apr 2, 2021, 3:09 PM IST

  • એમેઝોન સ્ટાર્ટઅપ માટે સ્પેસ એક્સેલરેટર પ્રોગ્રામ લોન્ચ કર્યો
  • 4 અઠવાડિયાનો આ પ્રોગ્રામ સ્ટાર્ટઅપ્સને આગળ વધારવામાં મદદ કરશે
  • આ પ્રોગ્રામ સ્પેસ સ્ટાર્ટઅપને ટેક્નિકલ, વેપાર અને સલાહ આપનારું સંશોધન આપશે

આ પણ વાંચોઃ વીવો એક્સ 60 પ્રો ભારતમાં થયો લોન્ચ

સન ફ્રાન્સિસ્કોઃ એમેઝોન વેબ સર્વિસીઝે (AWS) સ્પેસ સ્ટાર્ટઅપ્સને આગળ વધારવા મદદ કરવા માટે 4 અઠવાડિયાનો એક પ્રોગ્રામ લોન્ચ કર્યો છે, જેનું નામ છે બિઝનેસ સપોર્ટ પ્રોગ્રામ સ્પેસ એક્સેલરેટર. કંપનીએ આ અંગે જણાવ્યું હતું કે, અંતરિક્ષ ઉદ્યોગમાં સૌથી મોટા પડકારનો સામનો કરવામાં મદદ કરવા માટે AWSનો ઉપયોગ કરવાની સાથે સ્પેસ સ્ટાર્ટઅપ માટે કાર્યક્રમ શરૂ કરાયો છે.

આ પણ વાંચોઃ ક્વૉલકૉમને સ્નેપડ્રેગન 780જી 5જી મોબાઇલ પ્લેટફોર્મ કર્યું લોન્ચ

AWSએ કહ્યું હતું કે, પહેલાથી અરજીઓ ખૂલ્લી છે. જ્યારે 21 એપ્રિલ સુધીમાં દરખાસ્તો લેવામાં આવશે. આ પ્રોગ્રામ વિશ્વભરમાં સ્પેસ સ્ટાર્ટઅપને ટેક્નિકલ, વેપાર અને સલાહ આપનારું સંશોધન ઉપલબ્ધ કરશે. AWS આ તક વિશેષ રીતે અંતરિક્ષ ઉદ્યોગ પર કેન્દ્રિત લંડન સ્થિત રોકાણકારના સમૂહ સેરાફિમના સહોયગથી આપી રહી છે, જે વ્યવસાય, વિકાસ અને રોકાણ માટે માર્ગદર્શન આપશે.

સ્ટાર્ટઅપ અંતરિક્ષ ઉદ્યોગમાં સાહસિક નવા પ્રયોગ માટે એક ઉત્પ્રેરકની જેમ કામ કરે છે

AWS અને સિરોફિમ, AWS ક્લાઉડની સાથે 4 અઠવાડિયાના આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે સ્પેસ સ્ટાર્ટઅપના એક સમૂહની પસંદગી કરાશે અને તેને AWSનો ઉપયોગ કરીને અનુસંધાન, વિકાસ અને વિકાસમાં તેજી લાવવામાં મદદ કરવા માટે ટેક્નિકલ તાલીમ આપશે. AWSમાં એરોસ્પેસ અને સેટેલાઈટના નિર્દેશક ક્લિન્ટ ક્રોસિયરે જણાવ્યું હતું કે, સ્ટાર્ટઅપ અંતરિક્ષ ઉદ્યોગમાં સાહસિક નવા પ્રયોગ માટે એક ઉત્પ્રેરક (મુખ્ય સ્ત્રોત)ની જેમ કામ કરે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.