ન્યુઝ ડેસ્ક: એમેઝોન એક નવા Alexa ફીચર પર કામ (Amazon alexa) કરી રહ્યું છે, જે વર્ચ્યુઅલ આસિસ્ટન્ટને (virtual Assistant) તમારા પરિવારના સદસ્યના અવાજની નકલ કરવા દેશે, જે તમને સૂવાના સમયે તમારી મનગમતી વાર્તાઓ પણ (story in your grandmother voice) સંભળાવશે. એમેઝોનના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અને Alexa ના હેડ સાયંન્ટિસ્ટ રોહિત પ્રસાદે જણાવ્યું કે, આપણે કોઈ શંકા વિના એવા યુગમાં જીવી રહ્યા છે, જ્યાં આપણા સપનાઓ અને સાયન્સ ફિક્શન હકીકત બની રહ્યાં છે. બુધવારે લાસ વેગસમાં યોજાયેલા કંપનીના વાર્ષિક રી:માર્સ પરિષદમાં પ્રસાદે જણાવ્યું હતું કે, આ ઉપ્લબ્ધિ મેળવવા માટે એલેક્સા ટીમે માત્ર એક મિનિટના ભાષણનો ઉપયોગ કર્યો હતો.
આ પણ વાંચો: Whatsapp new update: હવે તમે નક્કી કરી શકશો કે તમારી પ્રોફાઇલ તસવીર કોણ જોશે
દાદીના અવાજમાં વાર્તા: પ્રસાદે પ્રેક્ષકોને જણાવ્યું કે, આના (Amazon alexa New Feature) માટે એવા આવિષ્કારની જરૂર હતી, જ્યાં અમારે સ્ટુડિયોમાં રેકોર્ડિંગના કલાકોની સરખામણીમાં એક મિનિટથી પણ ઓછા સમયમાં ઉચ્ચ ગુણવત્તા વાળુ રેકોર્ડિંગ કરતા શીખવું પડ્યું, એક પ્રેઝન્ટેશન દરમિયાન એક બાળકે પૂછ્યું કે, એલેક્સા શું તમે મારા દાદીના અવાજમાં જાદુગરની વાર્તા કહીં શકશો? અને એલેક્સાએ તરત જ તેનો અવાજ બદલી નાખ્યો, જે વાસ્તવિક રીતે તે બાળકના દાદીના અવાજ જેવો જ હતો. હાલમાં એલેક્સાના આ ફિચર પર કામ ચાલી રહ્યું છે.
આ પણ વાંચો: ઇન્સ્ટાગ્રામ લાવી રહ્યું છે નવું ફીચર, જાણો શું છે તે...
એલેક્સાનો ઉપયોગ: એમેઝોને 20 જુલાઈએ ડેવલપર્સ માટે વાર્ષિક એલેક્સા લાઈવ ઈવેન્ટ કાર્યક્રમ હોસ્ટ કરવાની વાત કરી છે, એલેક્સા લાઈવ 2022ના પ્રતિભાગીઓ 'એમ્બિયન્ટ ઈન્ટેલિજન્સ'ની આગામી પેઢીને શક્તિ આપવા વાળા વિજ્ઞાનમાં ઊંડા ઉતારશે. એલેક્સા ખાતે બિઝનેસ ટુ બિઝનેસ એન્ડ ડેવલપર માર્કેટિંગના ડિરેક્ટર કેલી વેન્ઝલે જણાવ્યું હતું કે, એમ્બિયન્ટ કમ્પ્યુટિંગ માટેનું અમારું વિઝન એલેક્સા અને અમારા તમામ ભાગીદારો વચ્ચેના વ્યાપક સહયોગ દ્વારા જ સાકાર થઈ શકે છે. વિશ્વભરના ગ્રાહકો પાસે હવે લાખો એલેક્સા ડિવાઈઝ છે. લોકો તેમના મનપસંદ ગીતો વગાડવા, નવીનતમ હેડલાઇન્સ વાંચવા, તેમના લિવિંગ રૂમની લાઇટ ઓછી કરવા અને વધારવા માટે એલેક્સાનો ઉપયોગ કરી રહ્યાં છે.