ન્યૂયોર્ક : ગંભીર સ્થિતિ ધરાવતા કોરોના વાયરસના કેટલાક દર્દીઓની સારવાર માટે ઇમરજન્સીમાં બ્લડ પ્યુરિફિકેશન સિસ્ટમનો ઉપયોગ કરવાી મંજૂરી અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ આપી છે.
જોકે આ મંજૂરી માત્ર 18 વર્ષથી મોટી ઉંમરના અને આઈસીયુમાં દાખલ કરાયેલા COVID-19 બીમારી ધરાવતા દર્દી માટે જ આપવામાં આવી છે. દર્દીમાં રેસ્પિરેટરી ફેઇલર નક્કી હોય કે શક્યતા હોય ત્યારે આવી સારવાર આપી શકાશે એમ FDA તરફથી શુક્રવારે જણાવાયું હતું. મંજૂરી આપવામાં આવેલા ઉપકરણથી કાયટોકાઇન્સ અને બીજા ઇન્ફ્લેમેટરી તત્ત્વોને ઓછા કરી શકાય છે. એટલે કે લોહીમાં ખૂબ નાના સક્રિય પ્રોટીન્સ હોય છે, જે કોષની પ્રતિકારકશક્તિને ઓછી કરતા હોય છે. આ સિસ્ટમથી બ્લડને ફિલ્ટર કરવામાં આવે છે અને ફિલ્ટર કરેલું બ્લડ ફરીથી દર્દીને આપવામાં આવે છે.
લોહીને ફિલ્ટર કરીને જે પ્રોટીન્સ હટાવવામાં આવે છે તે ચેપ લાગે ત્યારે લોહીમાં વધી જતા હોય છે. કેટલાક COVID-19 દર્દીઓમાં જોવા મળતું હોય છે તે રીતે આવા પ્રોટીન્સ ખૂબ વધી જાય છે, જેને "કાઇટોકાઇન સ્ટોર્મ" કહે છે. તેના કારણે સોજા આવીજાય છે, બહુ ઝડપથી શોક લાગે છે અને શ્વાસોચ્છવાસ નિષ્ફળ જાય છે. ઓર્ગન ફેઇલ્યોર થાય છે અને મોત પણ થઈ શકે છે. "બ્લડ પ્યુરીફેશન ડિવાઇસનો ઉપયોગ કરવાની મંજૂરી આજે આપવા સાથે અમે અપેક્ષા રાખીએ છીએ કે આઈસીયુમાં દર્દીને આ સુવિધા મળવાથી રોગની ગંભીરતામાં ઘટાડો કરી શકાશે," એમ FDAના કમિશનર સ્ટિફન એમ. હેને એક નિવેદનમાં જણાવ્યું હતું.
"અમારો સ્ટાફ ચોવીસે કલાક કામ કરે છે જેથી દરેક પ્રકારના મેડિકલ પ્રોડક્ટનો રિવ્યૂ કરીને આ ઘાતક બીમારી સામે સારવાર માટે ઉપલબ્ધ કરાવી શકાય." FDA દ્વારા ઇમરજન્સીમાં આ મંજૂરી આપવામાં આવી છે તે Terumo BCT Inc. અને Marker Therapeutics AGના ઉપકરણો માટે મળી છે. Spectra Optia Apheresis System અને Depuro D2000 Adsorption Cartridge ઉપકરણ માટે મંજૂરી મળી છે. Terumo BCT બ્લડ કોમ્પોનન્ટન અને સેલ્યુલર ટેક્નોલૉજીસની જાણીતી કંપની છે, જેનું મુખ્ય મથક લેકવૂડ, કોલોરાડોમાં આવેલું છે. Marker Therapeutics પણ અમેરિકાની જ કંપની છે, જે ક્લિનિકલ સ્ટેજની ઇમ્યુનો-ઓન્કોલૉજીના ક્ષેત્રમાં જાણીતી છે.
COVID-19 દર્દીની સારવાર માટે બ્લડ શુદ્ધિ ઉપકરણને US FDAની મંજૂરી - બ્લડ શુદ્ધિ ઉપકરણ
અમેરિકાની તબીબી નિયંત્રક સંસ્થા US FDA તરફથી 18 વર્ષથી મોટી ઉંમરના અને આઈસીયુમાં દાખલ કરાયેલા COVID-19 દર્દીની સારવાર માટે બ્લડ શુદ્ધિકરણ સિસ્ટમનો ઉપયોગ કરવાની મંજૂરી અપાઈ છે.