ટ્રમ્પે હેચ એક્ટનો ભંગ નથી કર્યો, પણ શાસનના નિયમનો ભંગ જરૂર કર્યો છેઃ ટોચના વકીલ - Republican National Convention (RNC)
ડોનાલ્ડ ટ્રમ્પે આ વર્ષની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે રિપબ્લિકન ઉમેદવાર તરીકેના નામાંકન માટે વ્હાઇટ હાઉસથી વક્તવ્ય આપીને નામાંકનનો સ્વીકાર કરતાં શું ટ્રમ્પે હેચ એક્ટનો ભંગ કર્યો છે કે કેમ, તેની વ્યાપક અટકળો વચ્ચે, અમેરિકન કાયદાથી સારીપેઠે પરિચિત ભારતના એક ટોચના વકીલે જણાવ્યું હતું કે, તકનીકી દ્રષ્ટિએ વર્તમાન પ્રમુખે અધિનિયમનો ભંગ નથી કર્યો, પણ હા, તેમણે અમેરિકન સરકાર ચલાવવાના તમામ નિયમોનો ભંગ જરૂર કર્યો છે. “અલબત્ત, તેઓ કાર્યરત પ્રમુખ છે, આથી ટેકનિકલ દ્રષ્ટિએ તેમણે અધિનિયમનો ભંગ નથી કર્યો,” હાર્વર્ડમાં શિક્ષણ મેળવનાર સુપ્રીમ કોર્ટના વકીલ અને હાર્વર્ડ લો સ્કૂલમાં ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાના સમકાલીન ડો. સુરત સિંઘે ઇટીવી ભારતને જણાવ્યું હતું.
નવી દિલ્હી: ડોનાલ્ડ ટ્રમ્પે આ વર્ષની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે રિપબ્લિકન ઉમેદવાર તરીકેના નામાંકન માટે વ્હાઇટ હાઉસથી વક્તવ્ય આપીને નામાંકનનો સ્વીકાર કરતાં શું ટ્રમ્પે હેચ એક્ટનો ભંગ કર્યો છે કે કેમ, તેની વ્યાપક અટકળો વચ્ચે, અમેરિકન કાયદાથી સારીપેઠે પરિચિત ભારતના એક ટોચના વકીલે જણાવ્યું હતું કે, તકનીકી દ્રષ્ટિએ વર્તમાન પ્રમુખે અધિનિયમનો ભંગ નથી કર્યો, પણ હા, તેમણે અમેરિકન સરકાર ચલાવવાના તમામ નિયમોનો ભંગ જરૂર કર્યો છે. “અલબત્ત, તેઓ કાર્યરત પ્રમુખ છે, આથી ટેકનિકલ દ્રષ્ટિએ તેમણે અધિનિયમનો ભંગ નથી કર્યો,” હાર્વર્ડમાં શિક્ષણ મેળવનાર સુપ્રીમ કોર્ટના વકીલ અને હાર્વર્ડ લો સ્કૂલમાં ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાના સમકાલીન ડો. સુરત સિંઘે ઇટીવી ભારતને જણાવ્યું હતું.
ડો. સિંઘે જણાવ્યું હતું કે, આ સમયે ચાલી રહેલી કોવિડ-19 મહામારીને પણ ધ્યાન પર લેવી જોઇએ, જેમાં સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન જરૂરી હોવાથી ટ્રમ્પ આમ કરવા પ્રેરાયા હોય, તે શક્ય છે. ગુરુવારે વ્હાઇટ હાઉસની સાઉથ લોન ખાતે રિપબ્લિકન નેશનલ કન્વેન્શન (આરએનસી)ના છેલ્લા દિવસે ટ્રમ્પે વક્તવ્ય આપવા દરમિયાન નામાંકન સ્વીકાર્યું હતું. નુકસાનકારક રાજકીય પ્રવૃત્તિઓ અટકાવવા માટેનો હેચ એક્ટ, 1939 એ અમેરિકન સમવાયી કાયદો છે. તેની મુખ્ય જોગવાઇ પ્રમુખ અને ઉપ-પ્રમુખને બાદ કરતાં, સમવાયી સરકારની કારોબારી શાખામાં નાગરિક સેવાના સનદી કર્મચારીઓને રાજકીય પ્રવૃત્તિમાં ભાગ લેતાં અટકાવ છે. આ કાયદો બીજી ઓગસ્ટ, 1939ના રોજ અસ્તિત્વમાં આવ્યો હતો. ન્યૂ મેક્સિકોના સેનેટર કાર્લ હેચ પરથી તેનું નામ હેચ એક્ટ રાખવામાં આવ્યું હતું. આ કાયદામાં સૌથી છેલ્લે 2012માં તત્કાલિન પ્રમુખ બરાક ઓબામાના કાર્યકાળમાં સુધારો કરવામાં આવ્યો હતો.
અમેરિકન ઓફિસ ઓફ સ્પેશ્યલ કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે, “હેચ એક્ટ ખાસ કરીને રાજ્ય, ડિસ્ટ્રિક્ટ ઓફ કોલમ્બિયા અથવા તો સ્થાનિક કારોબારી સંસ્થાઓ દ્વારા જેમની નિમણૂંક કરવામાં આવી હોય તેવા લોકો તથા ફેડરલ લોન કે ગ્રાન્ટની પૂર્ણ કે આંશિક સહાયતા મેળવતા કાર્યક્રમોમાં કામ કરનારા લોકોના રાજકીય પ્રવૃત્તિમાં સામેલ થવા પર નિયંત્રણ મૂકે છે. સામાન્યપણે, રાજ્ય, ડી.સી. અથવા તો સ્થાનિક સંસ્થામાં ફરજ બજાવવી એ જે-તે કર્મચારીઓની મુખ્ય રોજગારી ગણાય છે. જોકે, જ્યારે કર્મચારી એક કે તેથી વધુ નોકરી ધરાવતો હોય, ત્યારે જે નોકરી પાછળ તે સૌથી વધુ સમય આપતો હોય અને જેમાંથી તેને સૌથી વધુ આવક મળતી હોય, તે નોકરી મુખ્ય નોકરી કે મુખ્ય રોજગારી ગણાય છે.”
આમ, વ્હાઇટ હાઉસથી નામાંકન સ્વીકારવાનું વક્તવ્ય આપીને ટ્રમ્પે કશું ખોટું નથી કર્યું, પરંતુ ટીકાકારો એવો અભિપ્રાય ધરાવે છે કે, સત્તાવાર કાર્યોને આરએનસીનો ભાગ બનાવ્યાં, એ રીતે ટ્રમ્પ નૈતિક દ્રષ્ટિએ ખોટા છે. ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટીના ચાર દિવસના સંમેલનના બીજા દિવસે, મંગળવારે ટ્રમ્પે જણાવ્યું હતું કે, જોન પોન્ડરને તેમણે માફ કર્યો છે. ઉલ્લેખનયી ચે કે, જોન પોન્ડર એક આફ્રિકન અમેરિકન હતો, જેણે જેલમાંથી છૂટ્યા બાદ કેદીઓ માટે પુનર્વસનનોકાર્યક્રમ શરૂ કર્યો હતો.
આ ઉપરાંત પ્રમુખે નવા પાંચ નાગરિકો – તમામ રંગના લોકો માટે નેચરલાઇઝેશન સેરેમનીનું પણ આયોજન કર્યું હતું, જેમાં ભારતીય અમેરિકનનો પણ સમાવેશ થતો હતો. "હેચ એક્ટ એ સરકારના સામર્થ્ય અને ઉમેદવારો વચ્ચે ઊભેલી દીવાલ હતી. આજે રાત્રે ઉમેદવારે તે દીવાલ તોડી પાડી છે અને સ્વયંના કેમ્પેન માટે સત્તાનો ઉપયોગ કર્યો," તેમ યુએસ ઓફિસ ઓફ ગવર્મેન્ટ એથિક્સના ભૂતપૂર્વ વડા વોલ્ટર શૌબે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ તેમના વ્યવસાયોમાંથી છૂટવામાં નિષ્ફળ ગયા, તે બાબતે ટ્રમ્પ વહીવટી તંત્ર સાથે ઘર્ષણ થતાં શૌબે 2017માં પદનો ત્યાગ કર્યો હતો.
ડો. સિંઘના મતે, ટ્રમ્પે હેચ એક્ટનો ભંગ નથી કર્યો, પણ તેઓ અમેરિકન સરકાર ચલાવવાના નિયમોનો ભંગ કરવા બદલ દોષિત છે. “તેમણે (ટ્રમ્પે) ટ્વીટ્સ થકી દેશ ચલાવવાનો પ્રયત્ન કર્યો છે, જે અમેરિકન સરકાર ચલાવવાના તમામ ઐતિહાસિક નિયમોનો ભંગ છે,” તેમ ડો. સિંઘે જણાવ્યું હતું. “ટ્રમ્પે કોરોનાવાઇરસને અનુલક્ષીને મુખ્ય આરોગ્ય અધિકારીની અવગણના કરી હતી અને જીવન-મરણના આ અતિ મહત્વના મામલામાં ટ્રમ્પે વૈજ્ઞાનિક અભિપ્રાયને બદલે પોતાના વ્યક્તિગત અભિપ્રાયને પ્રાધાન્ય આપ્યું હતું.” ડો. સિંઘે એમ પણ ઉમેર્યું હતું કે, “અમેરિકન નૈતિક આગેવાની, જે ઓબામાએ પૂરી પાડી હતી, તેનું સ્તર ટ્રમ્પના શાસનકાળ દરમિયાન નોંધપાત્ર રીતે નીચું ગયું છે.”
- અરુણિમ ભુયન