ETV Bharat / opinion

સરહદ પર ચાલી રહેલી તંગદિલી - સીઝફાયર

વિશ્વ આખું કોરોનાવાઇરસ સામેની લડતમાં વ્યસ્ત છે અને આપણે અનિશ્ચિતતાભરી પરિસ્થિતિમાંથી બહાર નિકળવા માટે મથી રહ્યાં છીએ, ત્યારે દક્ષિણ એશિયાનો એક ભાગ એવો છે, જેના ઉપર વિશ્વના આ સંકટની કોઇ અસર ન થઇ હોય, તેમ જણાય છે. લાઇન ઓફ કન્ટ્રોલ (એલઓસી) ઉપર ભારતીય અને પાકિસ્તાની લશ્કર વચ્ચેનો લોહિયાળ જંગ યથાવત્ છે. ભારતીય મીડીયા રિપોર્ટ્સ અનુસાર, માર્ચ મહિનામાં 411 વખત સીઝફાયરનો ભંગ કરવામાં આવ્યો હતો, જે પ્રમાણ ગત વર્ષના સમાન ગાળામાં થયેલા સીઝફાયર ભંગ કરતાં 50 ટકા વધારે છે અને 2018ના આંકડા કરતાં બેગણા કરતાં પણ વધારે છે.

સરહદ પર ચાલી રહેલી તંગદિલી
સરહદ પર ચાલી રહેલી તંગદિલી
author img

By

Published : Apr 14, 2020, 12:25 PM IST

5 એપ્રિલના રોજ કેરન સેક્ટરમાં ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કરી રહેલા પાંચ આતંકવાદીઓને મારી નાંખવામાં આવ્યા હતા અને આ ઓપરેશનમાં સ્પેશ્યલ ફોર્સના પાંચ જવાનો શહીદ થયા હતા. પાંચ દિવસ પછી, ભારતીય આર્મીએ પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં ધમધમતાં આતંકવાદીઓનાં લોન્ચપેડ તથા દારૂગોળાના સંગ્રહને તોપોથી ઉડાવી દેવામાં આવ્યા હોવાનું દર્શાવતો વિડિયો જારી કર્યો હતો. બે દિવસ પછી તે જ સેક્ટરમાં પાકિસ્તાન આર્મીએ ફાયરિંગ કરતાં ત્રણ ભારતીય નાગરિકોનાં મોત નીપજ્યાં હતાં તથા અનેક નાગરિકો ઘાયલ થયા હતા. મૃતકોમાં આઠ વર્ષના બાળકનો પણ સમાવેશ થતો હતો.

આ સમય દરમિયાન કેટલાક સવાલ જાગે, તે સ્વાભાવિક છે. ભારત અને પાકિસ્તાન, બંને દેશો અત્યારે આરોગ્ય ક્ષેત્રે કટોકટીનો સામનો કરી રહ્યા છે, ત્યારે શું આપણે સરહદ પર શાંતિની સ્થિતિ ન જાળવી શકીએ? શું આપણે આપણી ઊર્જાઓ પરસ્પરની વિરૂદ્ધમાં વાપરવાને બદલે બંનેના સમાન શત્રુ સામે લડવામાં ન વાપરવી જોઇએ? આ બંને સવાલોના જવાબ હકારમાં છે, પરંતુ દુર્ભાગ્યપૂર્ણ વાસ્તવિકતા એ છે કે, રાષ્ટ્રીય નિર્ણયો નૈતિક પરિમાણોના આધારે નથી લેવાતા.

LOC પર ફાયરિંગની ઘટનાને બંને દેશોના લશ્કરના સત્તાવાર પ્રવક્તાઓ સરળ શબ્દોમાં સમજાવી દેતા હોય છે. તેમના દ્વારા એ પ્રકારનાં સ્ટાન્ડર્ડ નિવેદનો આપવામાં આવે છે કે, સરહદની પેલેપારથી “અકારણ ફાયરિંગ” કરવામાં આવ્યું હતું, જેનો “જડબાતોડ જવાબ” આપવામાં આવ્યો હતો. પરંતુ, વાસ્તવિકતા કંઇક જુદી છે. સીઝફાયરનો ભંગ માત્ર જેવા સાથે તેવાનો સવાલ નથી, બલ્કે એલઓસી પરની વ્યાપક સલામતી વ્યવસ્થાની અભિવ્યક્તિ છે.

સામાન્યપણે 2012 સુધી બંને દેશો 2003માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સીઝફાયર કરારનો આદર કરતા હતા. 2013માં એલઓસી પર ભારતીય પેટ્રોલિંગ પર હુમલો કરવા સાથે શરૂઆત કરવામાં આવી, જેમાં લાન્સ નાઇક હેમરાજ નામના સૈનિકના મૃતદેહને વિકૃત કરી દેવામાં આવ્યો. એલઓસી નજીક સુરંગ ખોદવાના બનાવોમાં વધારો થયો. ઓગસ્ટ મહિનામાં પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમ દ્વારા પૂંચ સેક્ટરમાં પાંચ સિપાઇઓને મારી નાંખવામાં આવ્યા.

સુરક્ષાની સમગ્રતયા સ્થિતિ વધુને વધુ કથળતી જતાં બંને પક્ષે તણાવ વધી ગયો. સરહદ પારથી ફાયરિંગનું પ્રમાણ એટલું બધું વધી ગયું કે, બંને તરફના ડિરેક્ટર જનરલ્સ ઓફ મિલિટરી ઓપરેશન્સ છેલ્લાં 14 વર્ષોમાં પ્રથમ વખત રૂબરૂ બેઠક માટે સંમત થયા. પરિસ્થિતિને હળવી કરવા પર સંમતિ સધાઇ હોવા છતાં, વાસ્તવિક સ્તરે તેનો કોઇ અમલ ન થયો અને 2014ના વર્ષમાં સીઝફાયર ભંગમાં ઘણો વધારો થયો.

આ મામલે કોઇપણ વાસ્તવિક પરિણામ લાવવા માટે, પાકિસ્તાને તેની બાજુથી થતી ઘૂસણખોરીને નિયંત્રિત કરવી જ પડશે. જો ઘૂસણખોરી જારી રહેશે અને ભારતીય સૈનિકો એલઓસી પર શહીદ થતા રહેશે, તો કદીયે શાંતિ સર્જાશે નહીં.

આ માટે પાકિસ્તાનની સત્તા દ્વારા કાશ્મીર તરફના તેમના વલણમાં નોંધપાત્ર પરિવર્તન આવવું તથા પાકિસ્તાન કાશ્મીરમાં ભારતીય આધિપત્યની હિમાયત કરનાર રાષ્ટ્ર તરીકે ઊભરી આવે, તે જરૂરી છે. હવે એ સમય આવ્યો છે, જ્યારે આશાનું સ્થાન વાસ્તવિકતાએ લઇ લેવું જોઇએ. વર્ષોથી સેવવામાં આવેલી આશા આખરે નિષ્ફળ નીવડી છે. ઘણી વખત એવું કહેવાય છે કે, આશા એ કોઇ વ્યૂહરચના નથી અને પાકિસ્તાન આર્મીએ તેનો સ્વીકાર કરવાનો સમય પાકી ગયો છે.

ઓગસ્ટ, 2019માં ભારત સરકારે જમ્મુ અને કાશ્મીર અંગે લીધેલા નિર્ણયે ભારત-પાકિસ્તાન-કાશ્મીરના ત્રિકોણનો છેદ ઉડાડીને આ સમીકરણમાંથી પાકિસ્તાનને હટાવી દીધું છે. કલમ 370 એ કોઇ દ્વિપક્ષીય મુદ્દો નથી, તે ભારતીય બંધારણની જોગવાઇ છે અને આંતરરાષ્ટ્રીય મંચ પર તે અંગેની ફરિયાદોને નજીવું સમર્થન સાંપડશે. વ્યાપક વૈશ્વિક સમુદાયે ભારતના વલણને સ્વીકારી લીધું છે.

કાશ્મીર મુદ્દા અંગે સરકારની કામગીરી વિશે પ્રશ્નો ઊભા થઇ શકે છે, પણ અગાઉ જણાવ્યું તેમ, આ આપણો આંતરિક મામલો છે અને પાકિસ્તાન તેમાં કોઇ ભૂમિકા ભજવી શકે નહીં. જમ્મુ અને કાશ્મીર તથા લડાખના નાગરિકોની અપેક્ષાઓ, ઓળખ વિલીન થઇ જવાનો ભય, આર્થિક વિકાસ અને યુવાનોની મહેચ્છાઓ સંતોષવી, આ તમામ પ્રશ્નોનું નિવારણ ફક્ત ભારત લાવી શકે છે.

કારગિલ યુદ્ધ બાદ પાકિસ્તાનની અંદર – શું દેશે આવા જોખમી માર્ગ પર જવાની જરૂર હતી કે કેમ, તે અંગે કેટલુંક આત્મમંથન કરવામાં આવ્યું હતું. એક પીઢ ડિપ્લોમેટ, શહીદ એમ. અમીને લખ્યું હતું કે, "દેશે (પાકિસ્તાને) તેની મર્યાદાઓ તથા પ્રાથમિકતાઓ વિશે કઠોરતાપૂર્વક વાસ્તવવાદી બનવું જોઇએ. કાશ્મીરના મુદ્દે આપણી સામેલગીરી સહિતના અન્ય કોઇપણ મુદ્દા કરતાં પાકિસ્તાનનું અસ્તિત્વ સર્વોપરી હોવું જોઇએ.” કોરોનાવાઇરસ સાથે ચાલી રહેલો સંઘર્ષ પાકિસ્તાન માટે આવી આત્મ-નિરીક્ષણની સ્થિતિ જન્માવશે કે કેમ, તે જોવું રહ્યું.

મેં એલઓસી પર શાંતિ જાળવવાની તમામ જવાબદારી પાકિસ્તાન આર્મીને સોંપી દીધી હોય, તેવું ચિત્ર ઉપસી શકે છે, પરંતુ તે વાસ્તવવિકતા છે. ભારતીય સૈન્ય સરહદ પર આક્રમક સ્થિતિ ધરાવે છે, પણ શિક્ષાની રણનીતિ થકી ઘૂસણખોરી અટકાવવી એ પ્રાથમિકતા છે. એલઓસી પર પ્રજ્જ્વલિત આગનું શમન કરવાની જવાબદારી હવે પાકિસ્તાનના શિરે છે. જોકે, ભારતે 'નો ટોક્સ' (વાટાઘાટ નહીં)ની તેની નીતિની સમીક્ષા કરવી જોઇએ અને પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી કોઇપણ ગંભીર દરખાસ્તનો સકારાત્મક પ્રતિસાદ આપવો જોઇએ. જેવી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ-19 સામે સાર્ક પહેલની આગેવાની લીધી હતી, તે જ રીતે ઉપરોક્ત પરિસ્થિતિ હાલ સમયની તાતી જરૂરિયાત છે.

બંને દેશો જમ્મુ અને કાશ્મીરના નાગરિકો પ્રત્યે સહાનુભૂતિના દાવા કરે છે, પરંતુ સતત થઇ રહેલા ફાયરિંગમાં સૌથી વધુ સરહદની બંને બાજુએ વસનારા નાગરિકોએ સહન કરવું પડે છે. આ સમયમાં ભારત અને પાકિસ્તાન માનવીય કટોકટીની મુશ્કેલીમાં ઉમેરો ન કરે, તે જરૂરી છે. જોકે, વિશ્વાસ સંપાદિત કરવાના કોઇપણ પગલાંમાં સફળ થવા માટે આપણે બંને પક્ષો વચ્ચે અમુક સ્તરે વિશ્વાસનું સિંચન કરવું પડશે. તે અંતર વચ્ચે સેતુ ઊભો કરવા માટે ભૂતકાળની ધારણાઓને દૂર હડસેલવી પડશે. આપણે ઇસાક એસિમોવની સલાહ પર ધ્યાન આપવું જોઇએ – “તમારી ધારણાઓએ તમારી અને વિશ્વ આડેની અંતરાયરૂપ બારીઓ છે. આ અંતરાયને દૂર કરો, અન્યથા બહારનો તેજસ્વી પ્રકાશ અંદર નહીં આવી શકે. "

લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) ડી એસ હૂડા (2016માં સર્જિકલ સ્ટ્રાઇક જેમની આગેવાની હેઠળ થઇ હતી તે પ્રતિભા)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.