ન્યૂઝ ડેસ્ક: દેશમાં એક જ પખવાડિયામાં નવા 50 લાખ કોરોનાના કેસ થયા અને હાહાકાર મચી ગયો અને જાણે મોતનું તાંડવ ખેલાયું હોય તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. વિશ્વના કુલ કોરોના કેસમાં અમેરિકા પ્રથમ સ્થાને છે, અને તે પછી ભારત અને બ્રાઝીલ છે, જ્યારે મોતના આંકડાંમાં અમેરિકા અને બ્રાઝીલ પછી ભારત ત્રીજા સ્થાને છે. પરંતુ સૌથી દુખની વાત એ છે કે બીજા તબક્કાએ ચેપનો ફેલાવો વધ્યો તે પછી વિશ્વમાં થયેલા મોતમાં ત્રીજા ભાગનો હિસ્સો ભારતમાં છે. પ્રથમ વૅવમાં કોરોના કેસ ઘટવા લાગ્યા તે સાથે જ દેશની સરકારોએ બેદરકારી દાખવવાનું શરૂ કરી દીધું. બધી જાતની સાવચેતી છોડીને નેતાઓ ટોળાંઓ ભેગાં કરવાં લાગ્યાં. તેના કારણે દેશની જનતા આજે સંકટમાં મૂકાઈ ગઈ છે તેના માટે સરકારોની બેદરકારીને જ દોષ દેવો પડે તેમ છે.
વિશ્વમાં વૅક્સિન ઉત્પાદનની બાબતમાં ભારત સૌથી આગળ છે. પરંતુ અહીં પણ નેતાઓની ટૂંકી દૃષ્ટિ અને બિનકાર્યક્ષમતાને કારણે સ્થિતિ વકરી છે. વક્રતા એ છે કે આજે ભારતમાં જ પૂરતા પ્રમાણમાં રસી મળી રહી નથી અને રસીકરણનો કાર્યક્રમ ધાર્યા કરતાં ધીમો ચાલી રહ્યો છે. રસી આપવા માટે કેન્દ્ર સરકારે તબક્કાવાર કાર્યક્રમ નક્કી કર્યો હતો. તેમાં ઉંમર પ્રમાણે એક પછી એક વયજૂથને રસી આપવાની હતી. હવે જ્યારે 18થી 45 વર્ષની ઉંમરના લોકોને પણ રસી આપવા માટેની છૂટ આપવામાં આવી છે ત્યારે તદ્દન ખોટી નીતિ કેન્દ્ર સરકારે અપનાવી છે. કેન્દ્ર સરકારે 18થી 45 વયજૂથના લોકોને રસી આપવાની બાબતમાં હાથ ખંખેરી નાખ્યા છે. જાણકારો કહે છે કે આ વયજૂથમાં રસીકરણની જવાબદારી રાજ્ય સરકારો પર નાખીને કેન્દ્ર સરકારે બહુ જોખમી પગલું લીધું છે. બીજી બાજુ રસીની કિંમત કેટલી રહેશે તે બાબતમાં પણ હાથ અધ્ધર કરીને ટૂંકી દૃષ્ટિ દાખવી છે.
સુપ્રીમ કોર્ટે પણ આ બાબતમાં કેન્દ્ર સરકારને પ્રશ્ન પૂછ્યો હતો કે દેશમાં સાર્વત્રિક રસીકરણ માટેનો કાર્યક્રમ દાયકાઓથી ચાલે છે. તે મૉડલને શા માટે બાજુએ મૂકી દેવાયું અને કોવીડની રસી માટે કેમ અસ્પષ્ટતા ઊભી કરી. હાલમાં જે નીતિ અપનાવામાં આવી રહી છે તેના પર ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે એમ પણ સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું. રોજમદાર અને મજૂરો જેવા વંચિત સમુદાયની શું હાલત થશે તેની ચિંતા વ્યક્ત કરતાં ન્યાયાધીશોએ સવાલ ઊઠાવ્યો હતો કે “ગરીબો રસી મેળવવા માટેના પૈસા ક્યાંથી કાઢશે?”
ભારતના બંધારણમાં બધાને જીવવાનો મૂળભૂત અધિકાર અપાયો છે, પરંતુ સર્વોચ્ચ અદાલતની આ બેન્ચે લાગ્યું કે કેન્દ્ર સરકારની રસીકરણની જે નીતિ છે તે આનાથી વિપરિત જનારી લાગે છે. કમસે કમ ન્યાયાધીશોએ કરેલી આવી ટીપ્પણી પછી તો કેન્દ્ર સરકારની આંખો ખુલવી જોઈએ અને કોવીડ-19ને કારણે દેશમાં અનેક લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે ત્યારે નાગરિકોની સુરક્ષાના કામે લાગી જવું જોઈએ. મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે હાલમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોની 2000થી વધુ કોવીડ હૉસ્પિટલો છે અને તેમાં કુલ 4.68 પથારીઓ છે. કોવીડ-19 દર્દીઓને સારવાર માટે ત્રી-સ્તરિય સિસ્ટમ અમલમાં મૂકાઈ હોવાનો દાવો કરાયો હતો, પરંતુ એ વાસ્તવિકતા સૌની સામે છે કે દેશનું આરોગ્ય તંત્ર પડી ભાંગ્યું છે. દેશમાં ઍૅક્ટિવ કેસની સંખ્યા 35 લાખને વધી ગઈ તે પછી ચારે બાજુ હૉસ્પિટલોમાં પણ લાઈનો લાગી ગઈ હતી.
સારવાર માટે દવાખાનામાં દર્દીને દાખલ થવા ના મળે, ઑક્સિજન ના મળે એ માનવસર્જિત આફત જ છે. ડોનાલ્ડ ટ્રમ્પે કોરોનાની બાબતમાં ભારે બેદરકારી દાખવી હતી અને હાસ્યાસ્પદ વાતો કરી હતી, પરંતુ તેમની સરકારે વૅક્સિન સંશોધન અને ઉત્પાદન માટે તાત્કાલિક 2000 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરી દીધી હતી. આજે તેના કારણે જ અમેરિકામાં ઝડપથી રસીકરણ શક્ય બન્યું છે અને કોરોના સંકટમાં રાહત દેખાવા લાગી છે. ઇઝરાયલ જેવા દેશે પણ ગયા મે મહિનામાં જ રસી ઉત્પાદક કંપનીઓને ઑર્ડર આપીને રકમ ચૂકવી ફણ આવી હતી. આવા આગોતરા પગલાં લેનારા દેશો આજે કોરોના સંકટમાં રાહત અનુભવી રહ્યા છે.
દુનિયાભરમાં 116 કરોડ રસીના ડૉઝ અપાયા છે, પણ વસતિ પ્રમાણે રસીકરણ કરવાની બાબતમાં આજે ભારતનું સ્થાન વિશ્વમાં 74મુ છે. નેતાગીરીમાં દૂરંદેશીનો અને આગોતરા આયોજનનો અભાવ હતો તેના કારણે વૅક્સિનની અછત ઊભી થઈ છે અને છેક જુલાઈમાં પૂરતો જથ્થો મળશે તેમ લાગે છે.ઑક્સિજનની બાબતમાં પણ એવું જ થયું છે. વિશ્વમાંથી મદદ મળીને 300 ટન મેડિકલ સામગ્રી નવી દિલ્હી એર પોર્ટ પર આવી પહોંચી હતી, પરંતુ પાંચ દિવસ સુધી તે ત્યાં જ પડી રહી હતી. આવી લાપરવાહીને કારણે નાગરિકો હૈયાવરાળ કાઢી રહ્યા છે. સરકારી વહિવટીતંત્રમાં આ લાપરવાહી ઘૂસી ગઈ છે તેને તાત્કાલિક દૂર કરવા માટે સરકારે સક્રિય થવું જરૂરી છે. કોરોના મહામારીને નાથવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિએ આયોજનપૂર્વક જ આગળ વધવું જરૂરી છે.
નીતિ પરિવર્તનની તાતી જરૂર છે - Covid Situation of India
વિશ્વના કુલ કોરોના કેસમાં અમેરિકા પ્રથમ સ્થાને છે, અને તે પછી ભારત અને બ્રાઝીલ છે પરંતુ સૌથી દુખની વાત એ છે કે બીજા તબક્કાએ ચેપનો ફેલાવો વધ્યો તે પછી વિશ્વમાં થયેલા મોતમાં ત્રીજા ભાગનો હિસ્સો ભારતમાં છે. પ્રથમ વૅવમાં કોરોના કેસ ઘટવા લાગ્યા તે સાથે જ દેશની સરકારોએ બેદરકારી દાખવવા દેશમાં સ્થિતિ કથળી છે.