બિહારમાં એઆઈએમઆઈએમે પાંચ બેઠકમાં જીત મેળવી હતી તેની વિરુદ્ધ એઆઈએમઆઈએમ તમિલનાડુમાં તે જેટલી ત્રણ બેઠકમાં સ્પર્ધા કરે છે તે જીતવાની તકો ધૂંધળી છે. વર્તમાન યુતિથી ઓવૈસીને ભાજપની બી ટીમ કે જે તેના ટીકાકારો તેમને કહે છે, તે છબિ દૂર કરવામાં મદદ કરશે કારણકે એએમએમકે ભાજપ વિરોધી મજબૂત વલણ લે તેવી સંભાવના છે. એએમએમકે માટે, ચૂંટણી તેને લોકસભા ચૂંટણી ૨૦૧૯માં એઆઈએમડીએમકેને થયેલી નુકસાનીમાંથી તેને જે ફાયદો થયો તે વર્તમાન આધાર વિસ્તારવામાં મદદ કરશે.
એમ-પરિબળ
વર્ષ ૨૦૧૧ની વસતિ ગણતરી મુજબ, મુસ્લિમોની વસતિ ૪૨ લાખ છે જે કુલ વસતિ ૭.૨૧ કરોડના છ ટકા જેટલી છે. આનો અર્થ કેટલાક મતવિસ્તારોમાં થોડા હજારો જેટલા છે અને ૧ લાખથી વધુ ક્યાંય નથી જે તેમને લઘુમતી બનાવે છે જે પરિણામને ફેરવી શકે છે પરંતુ તેમની મજબૂતીથી પોતાની રીતે જીતી શકે તેમ નથી. ગત વિધાનસભા ચૂંટણીમાં રાજ્ય ભરમાં, દસ બેઠકમાં જીતવાનો તફાવત ૧,૦૦૦ કરતાં ઓછો હતો અને ૨૫ બેઠકમાં ૩,૦૦૦થી ઓછો હતો. આને ધ્યાનમાં લેતાં, દ્રવિડિયન મોટા પક્ષો તેમની તકો વધારવા મુસ્લિમ પક્ષોને તેમનાં પડખાંમાં લે છે. ડીએમકેએ વર્ષ ૨૦૧૬માં યુતિમાં બે મુસ્લિમ પક્ષો- ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (આઈયુએમએલ) અને મનિથનેયા મક્કલ કટ્ચી (એમએમકે)ને લીધી હતી. મુસ્લિમ લીગે પાંચ બેઠકમાં સ્પર્ધા કરી હતી અને એક પર જીત મેળવી હતી અને એમએમકે જેણે ત્રણમાં સ્પર્ધા કરી હતી પરંતુ તેનું ખાતું ખુલ્યું નહોતું. મનિથનેયા જનનયગ કટ્ચી અને તમિલ મનીલા મુસ્લિમ લીગ, બંનેએ એઆઈએડીએમકેએ એક-એક બેઠકમાં સ્પર્ધા કરી હતી અને ચૂંટણીમાં હાર મેળવી હતી.
ડીએમકે સાથે ગુપ્ત મુલાકાત
ડીએમકે પોતાની જાતને ઓવૈસી સાથે સંકળાયેલી દેખાડવા માગતી નહોતી કારણકે તેમને બહારના ગણવામાં આવે છે અને તેના પર ભાજપની બી ટીમનું બિરુદ લાગેલું છે. એઆઈએમઆઈએમનું સ્થાનિક એકમ આ વાતની પુષ્ટિ કરે છે. મૂળ રીતે એઆઈએમઆઈએમનો તમિલનાડુની વિધાનસભા ચૂંટણીમાં આ બીજો પ્રયાસ છે, તે જો એકલી ચૂંટણી લડત તો ૪૦ બેઠક પર એકલી ચૂંટણી લડત. ડીએમકે ભાજપ વિરુદ્ધ મજબૂત ઝુંબેશ ચલાવી રહી હોવાથી, એઆઈએમઆઈએમે બાદમાં ડીએમકે યુતિમાં દાખલ થવાનો નિર્ણય કર્યો, એવી આશા સાથે કે તેને તમિલનાડુમાં પગપેસારો કરવામાં મદદ મળશે. ડીએમકે સાથે યુતિ કરવા અનેક પ્રયાસ કરાયા. મુખ્ય વિરોધ પક્ષ પાસેથી કોઈ પ્રતિભાવ મેળવવામાં તે નિષ્ફળ ગઈ તે પછી એઆઈએમઆઈએમે એએમએમકેના દરવાજા ખટખટાવ્યા જેમાં તેને ઉષ્માસભર આવકાર મળ્યો. જાન્યુઆરીની શરૂઆતમાં ડીએમકેએની લઘુમતી પાંખે બેએક મહિના પહેલાં તેની પરિષદ યોજી ત્યારે ઓવૈસીને યુતિ કરવાનું તેનું આમંત્રણ પાછું ખેંચ્યું. શરૂઆતમાં ડીએમકેએ ઓવૈસીને આમંત્રણ આપ્યાનું નકાર્યું. પરંતુ બાદમાં એક વિડિયો જાહેર કરીને આ દાવાને નકાર્યો.
ઓવૈસીનો દાવો
ઉક્ત મુસ્લિમ પક્ષો સ્થાનિક રીતે લોકપ્રિય છે અને એઆઈયુએમએલ સિવાય તેમનો પરીઘ માત્ર તમિલનાડુ પૂરતું મર્યાદિત છે. રાજ્યમાં કૉંગ્રેસ સત્તા બહાર થઈ ગઈ ત્યારથી તેઓ દ્રવિડિયન પક્ષો સાથે ગઠબંધન કરતી આવી છે. ઓવૈસીનો કરિશ્મા અને એઆઈએમઆઈએમનું બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રદર્શન એ એવાં પરિબળો છે જે મુસ્લિમોના વર્ચસ્વવાળા વિસ્તારોમાં પ્રભાવિત કરી શકે છે. તે એએમએમકેને કેટલાક હજાર મત વધુ મેળવવામાં મદદ કરશે અને તેનાથી તેની ટકાવારી વધશે. આ યુતિમાં કોઈ પણ વધારાથી એઆઈડીએમકેના ભવિષ્યને નુકસાન પહોંચાડશે. ઓવૈસી તમિલનાડુમાં સમગ્ર મુસ્લિમ વસતિને પહેલા ઘાએ પ્રભાવિત કરવા સક્ષમ ન પણ નીવડે. તેઓ પશ્ચિમ બંગાળમાં પણ નસીબ અજમાવી રહ્યા છે અને મહારાષ્ટ્રમાં પોતાનું ખાતું અને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાનું ખાતું ખોલાવી દીધું છે.
- આર. પ્રિન્સ જેબકુમાર