ETV Bharat / opinion

મોદીજી અમને અમારી ફરજ પર જવા દો ! - lockdown 3.0 in india

ભારતીયો, તમે કોરોના વાયરસથી દેશને દુર રાખીને ખુબ મોટું કામ કર્યુ છે. શાબાશ ! કોરોના વાઇરસના કારણે થયેલા મૃત્યુનો આંક ભારતમાં 3.27 % છે. અને હવે એ જરૂરી છે કે આપણે આપણી તમામ શક્તિઓને એકત્ર કરીએ અને વેન્ટીલેટરને હટાવીને ભારતના અર્થતંત્રને શ્વાસ લેવા દઈએ. ભારતમાં હવે ફરીથી લોકોને પોતાના કામ પર જવાની પરવાનગી મળવી જોઈએ. રેડ ઝોન, ગ્રીન કે ઓરેન્જ ઝોન તેનાથી કોઈ ફરક પડતો નથી. વાઇરસ આપણી વચ્ચે જ રહેશે અને આપણે આપણી જાતને તેની સાથે રહીને જ કામ કરવા માટે તૈયાર કરવી પડશે.

મોદીજી અમને અમારી ફરજ પર જવા દો !
મોદીજી અમને અમારી ફરજ પર જવા દો !
author img

By

Published : May 10, 2020, 5:18 PM IST

આશ્ચર્યજનક રીતે આપણે તબીબી મોરચે ખુબ સારુ પ્રદર્શન કર્યું છે. આપણો રીકવરી રેટ 27.5% છે. 4 મે 2020ના રોજ નોંધાયેલા આંકડા પ્રમાણે 42,533 સંક્રમિતોમાંથી 1,391 દર્દીઓના મૃત્યુ થયા છે. આ દરમિયાન આપણા અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે. કોઈ વાયરસ ક્યારેય પણ કરી શકે તેનાથી પણ વધારે કર્ફ્યુએ આપણને નુકસાન પહોંચાડ્યુ છે. તાજેતરના યુએન રીપોર્ટ મુજબ 400 મીલિયન ભારતીય મજૂરો ગરીબી તરફ ધકેલાઈ જશે. નોબેલ વિજેતા અભીજીત બેનર્જીએ જણાવ્યુ કે કોરોના વાયરસને કારણે આપણે જીડીપીનો આંક 10 થી 15% નીચે જશે. આ એક ભયાનક ચીત્ર છે? ના આ ચીત્ર વધુ ખરાબ થતુ જઈ રહ્યુ છે. હજારો લોકો તેમના ઘર તરફ જવાની તૈયારીમા હતાશા અને ભુખમરા તરફ ધકેલાઈ રહ્યા છે. (આગ્રામાં એક વ્યક્તિ રસ્તા પર કુતરાઓ સાથે દુઘ વાળવાની કોશીષ કરી રહ્યો છે. આ તસવીર કોઈને પણ વીચલીત કરી શકે છે) આગ્રા જેવા હોટસ્પોટમાં અને અન્ય જગ્યાઓ પર લાખો લોકોને કોરોન્ટાઇન કેમ્પમાં રાખવામાં આવ્યા છે અને તેઓ નવી જનરેશનના ‘અછુત’ હોય તેવુ વર્તન તેમની સાથે કરવામાં આવી રહ્યુ છે. આપણા શરીર પર કાબુ મેળવવા માટે રાજ્ય સરકારો દ્વારા બાયો-પોલીટીક્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

પરંતુ ગુમડાને કાપીને તેમાંથી પરૂ કાઢી નાખવાનો સમય હવે પાકી ગયો છે. હવે જો આર્થિક પ્રવૃતિ શરૂ નહી કરવામાં આવે તો આપણે નાગરીકોમાં અશાંતિ અને હિંસા જેવી વધુ વિકરાળ પરીસ્થીતિનો સામનો કરવો પડશે.

વાયરોલોજી 101

વાયરસ જંગલી સ્વભાવ ધરાવે છે. તેમને દવા કે રસીથી નાથી શકાતા નથી કારણ કે તે જીવંત કે નિર્જીવ એક પણ કક્ષામાં આવતા નથી. એક વખત એ વાયરસ માંથી હોસ્ટના શરીરમાં અન્ય વાયરસ બને છે અને ત્યાર બાદ તે વાયરસ હંમેશા માટે હોસ્ટના શરીરમાં એક પથ્થરની જેમ નિર્જીવ બનીને રહે છે. માણસ, પ્રાણી કે વનસ્પતિમાં વાયરની ભૂમીકાને અવગણવી ન જોઈએ. એક તરફ હાનીકારક વાયરસે આપણા પર હુમલો કરીને આપણને નુકસાન પહોંચાડ્યુ તો બીજી તરફ ફાયદાકારક વાયરસે આપણ જીંવંત અને સ્વસ્થ રાખવા માટે હંમેશા મદદ કરી છે. સમયાંતરે કેટલાક વાયરસે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવામા આપણને મદદ કરી છે.

સમાચારોમાં સતત રસીની ચર્ચા થઈ રહી છે પરંતુ રસી પણ ખાસ અસરકારક સાબીત થશે તેવુ લાગી રહ્યુ નથી કારણકે આપણે ઇન્ફ્લુઆન્ઝાના કિસ્સામાં શું થયું તે જાણીએ છીએ. પેથોજીનની પ્રકૃતિ બદલવાને કારણે દર વર્ષે આપણે તેની રસીમાં બદલાવ કરવો પડે છે. આપણે રસીની શોધ કરી શકીએ તે સારી વાત છે પરંતુ એ પણ હકીકત છે અડધી સદી સુધી લડત આપ્યા બાદ પણ આપણે HIVની રસી શોધી શક્યા નથી. પહેલેથી જ વિશ્વભરના ડૉક્ટરો, વૈજ્ઞાનિકો અને રોગચાળાના નિષ્ણાંતો કોરોના વાયરસની રસીની અસરકારકતા પર સવાલ ઉઠાવી ચુક્યા છે. આ પરીસ્થીતિમાં ભારત આ રસી માટે રાહ જોઈ શકે તેમ નથી. એક એવી રસી કે જે અસરકારક રીતે કામ કરશે કે નહી તે પણ નિશ્ચીત નથી.

ઉત્ક્રાંતિના ઇતિહાસ પરથી કહી શકાય કે વાયરસ કોઈ પણ હોય, કોરોના કે ઇન્ફ્લુએન્ઝા, માત્ર મજબુત રોગ પ્રતિકારક શક્તિ જ તેની સામે લડવાનો લાંબા ગાળાનો ઉપચાર છે.

ખેર કોઈ પણ રસી ન હોવા છતા પણ આપણે વાયરસને ફેલાતો અટકાવીને મૃત્યુઆંકને કાબુમાં રાખી શક્યા છીએ. હવે Covid-19ની સરખામણી અતિભયાનક રોગ TB સાથે કરીએ. વાર્ષિક 1.5 મીલિયન લોકો TBને કારણે મોતને ભેટે છે. શું આપણે તેના માટે આપણે આર્થિક પ્રવૃતિઓને અટકાવીને આપણા અર્થતંત્રને બંધ કરીએ છીએ? ના. આપણે આપણુ કામ ચાલુ રાખીએ છીએ અને કોઈ પણ પ્રકારના ટેસ્ટ કર્યા વીના જ લાખો કામદારોને અર્થતંત્રમાં પોતાનું યોગદાન આપવા દઈએ છીએ. તો પછી કોરોના વાયરસના કિસ્સામાં અલગ રીત કેમ ? TB દરેક રીતે કોરોના કરતા વધુ ખતરનાક બીમારી છે.

હાલ વાયરેબલ આધારીત કમ્પ્યુટર મોડેલીંગ અને વૈકલ્પીક ફોરીન વાસ્તવિકતાઓને નકારી કાઢવાનો સમય છે. ભારતે વધુ વ્યવહારીક બનવાની જરૂર છે. આપણે રસીની મદદ વીના જ કોરોના વાયરસને ફેલાતો રોકી શક્યા છીએ. આપણે આપણી આર્થિક પ્રવૃતિને વધુ સમય બંધ ન રાખવી જોઈએ અને હવે આપણા અર્થતંત્રને બચાવવા માટે ફરી એક વાર આર્થિક પ્રવૃતિઓ શરૂ કરૂ દેવી જોઈએ. આપણી આર્થિક પ્રવૃતિઓ હજુ પણ ચાલુ કરીને આપણે અર્થવ્યવસ્થાને પાટા પર લાવી શકીએ છીએ. હાલ દેશમાં કોરોનાના કારણે નહી તો કુપોષણ અને ભૂખમરાને કારણે ચોક્કસ લોકો મરી શકે છે.

SME કંપનીઓ માટે ખતરાની ઘંટી પહેલેથી જ વાગી ચુકી છે. આપણને હવે વધુ સમય લોકડાઉન રાખવુ પાલવે તેમ નથી.

આપણી ફરજ પર પરત ફરીએ

કોરોના હવે એક હકીકત છે અને આપણે હવે તેની સાથે અને તેની વચ્ચે જ જીવવાનું છે, કામ કરવાનું છે. હવે ડરવાનું કોઈ કારણ નથી. કોરોના ખુબ ચેપી રોગ જરૂર છે પરંતુ તેનો મૃત્યુઆંક ખુબ નીચો છે. આ મુસીબત વચ્ચે એક આશાનું કીરણ છે. આપણે કોરોનાને ઓછો ભયાનક નથી ગણાવી રહ્યા પરંતુ હકીકત એ છે કે દિલ્હીમાં રોડ એક્સીડન્ટમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા કોરોનાના મૃત્યુઆંકથી વધુ છે.

ખેતીને લગતા કામકાજ ઘણા સમયથી શરૂ થઈ ચુક્યા છે. તેનો મતલબ એ છે કે 70% ભારતીય મજૂરો અને અર્થતંત્ર ફરી એક વાર શરૂ થઈ ગયું છે. આપણે હવે ખુબ જલ્દી દરેક પ્રકારના SME સેક્ટરને શરૂ કરવાની જરૂર છે. ભારતના અર્થતંત્રને ફરી એક વાર પાટા પર લાવવા માટે આ એક શ્રેષ્ઠ ઉપાય છે. દરેક રાજ્યમાં આર્થિક વ્યવહારોને લગતા કામકાજને ફરી એક વાર શરૂ કરી દેવું જોઈએ. આપણે થોડા સમય માટે મનોરંજનને લગતી પ્રવૃતિઓને બંધ રાખી શકીએ છીએ પરંતુ મુખ્ય અને અર્થતંત્રનો પાયો ગણાતી પ્રવૃતિઓને શરૂ કરી દેવી જોઈએ. મંદી હજુ પુર્ણ નથી થઈ અને આપણે કટોકટીના સમયમાં વિશ્વના અન્ય દેશોને પણ પુરવઠો પહોંચાડવા માટે તૈયાર રહેવું જોઈએ. મેક-ઇન-ઇન્ડીયનુ તે સાચુ પ્રદર્શન હશે.

કોરોના વાયરસના કિસ્સમાં વ્યક્તિગત રોગપ્રતિકારક શક્તિ મહત્વની ભૂમિકા ભજવી રહી છે ત્યારે કેન્દ્ર સરકારે આયુષ મંત્રાલય દ્વારા કેટલાક પ્રોટોકોલ જાહેર કરવા જોઈએ જેને લોકો અપનાવી શકે. ઉદાહરણ તરીકે, જેમ કે લોકો વીટામીનના એડીશનલ સપ્લીમેન્ટ લઈ શકે અથવા તેમના ડાયેટમાં આ સપ્લીમેન્ટનો ઉપયોગ કરી શકે અથવા આવી કોઈ વ્યવસ્થા કોઈ ધંધાર્થી દ્વારા તેમના મજૂરો માટે કરવામાં આવે જેથી તેમની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય.

એ વાત પણ સત્ય છે કે જેઓ કોરોના વાયરસથી સંક્રમીત થવાની સૌથી વધુ શક્યતા ધરાવે છે તેવા 65 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને સુરક્ષિત રાખવા તે પણ સરકારની જવાબદારી છે. પરંતુ જે લોકોનો આ જુથમાં સમાવેશ નથી થઈ રહ્યો તેમને આઝાદી આપવી તે પણ સરકારની જવાબદારી છે. આપણામાંના તમામને એ બે વિકલ્પોમાંથી પસંદગી કરવાની છુટ મળવી જોઈએ કે આપણે કામ કરવાનું પસંદ કરીશુ કે ઘરમાં બંધ રહીને આપણા બાળકો, માતા કે પત્નીને ભુખમરાનો શીકાર બનતો જોવાનું પસંદ કરીશુ. હું કામ પર જવાનું પસંદ કરીશ. હું ઈચ્છીશ કે હું અને મારી જેમ મારા દેશના અનેક લોકોને કામ પર જઈને ગર્વભેર પોતાના બાળકોનું ભરણપોષણ કરવાનો હક મળવો જોઈએ. તેમને કોઈપણ પ્રકારનું દાન, કોઈ અમીરની દયા કે સરકારની મહેરબાની નથી જોઈતી. તેમને પોતાના પરસેવાથી બે સમયનું ભોજન કમાવવાની તક જોઈએ છે.

માટે જો મૃત્યુ પણ આવે તો મૃત્યુ પણ તેમને ગર્વભેર સાથે લઈ જાય.

મૃત્યુ એ જીંદગીનો કુદરતી અંત છે માટે તેનો સામનો કરવામાં ડરવુ ન જોઈએ. આપણે આપણા પરીજનોના દર્દ અને પીડા તેમજ તેમને ભરણ પોષણ આપવાની આપણી નૈતિક ફરજ અને ધર્મનું પાલન કરવાની આપણી નિષ્ફળતાથી આપણે ડરવુ જોઈએ. અન્ન અને જળની સાથે જ પૈસા પણ ખુબ આવશ્યક છે. આપણને કામ કરવાની પરવાનગી મળવી જ જોઈએ. યમરાજને તેમનો નિર્ણય કરવા દો પરંતુ તે દીવસ સુધી આપણને આપણા પરીવાર, પરીજનો અને આપણા રાષ્ટ્ર પ્રત્યેની આપણી ફરજ નીભાવવા દો. આપણા સ્થાનિક વ્યાપાર અને અર્થતંત્રને આગળ વધારવાની આપણી ફરજ છે. જો આપણે હાલ મક્કમતાથી નિર્ણય લઈ શકીશુ તો આપણે આર્થિક રીતે શક્તિશાળી બની શકીશુ. ડરના દીવસો હવે પુર્ણ થયા. હવે આપણે આપણી ફરજ પર પાછા ફરવુ જોઈએ. ગર્વ અને સમ્માનની આપણી જીંદગીને પાછી મેળવીને આપણને ફરી એક વાર આનંદ અને ઉલ્લાસ સાથે જીવવાનો હક મળવો જોઈએ.

-ઇન્દ્ર શેખર સીંગ

(ડીરેક્ટર- પોલીસી એન્ડ આઉટરીચ-નેશનલ સીડ એસોસીએશન ઓફ ઇન્ડીયા)

Conclusion:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.