હૈદરાબાદ :પાંચ લાખ કરોડ એટલે એક મિનિટમાં લગભગ એક કરોડ પ્લાસ્ટિક બેગ થાય છે .વિશ્વભરમાં ફક્ત 1 થી 3% પ્લાસ્ટિક બેગનું રિસાયકલ( ફરીથી ઉપયોગ) કરવામાં આવે છે.કેટલાક અધ્યયન સૂચવે છે કે પ્લાસ્ટિકની થેલીઓ અને સ્ટાયરોફોમ કન્ટેનર્સ સડવા માટે હજારો વર્ષોનો સમય લે છે, જે જમીન અને પાણીને દૂષિત કરે છે અને જમીન અને સમુદ્રમાં વન્યજીવનને ,ગૂંગળાવી અને ફસાવી તેમજ જોખમમાં મુકી શકે છે.
સરકારો દ્વારા સૌથી વધુ સમસ્યારૂપ એકલ-ઉપયોગી પ્લાસ્ટિક એટલે કે પ્લાસ્ટિકની થેલીઓ અને ફોમ પ્લાસ્ટિક ઉત્પાદનો હોવાનું માનવામાં આવે છે. આ પ્લાસ્ટિક વાતાવરણ સરળતાથી જોવા મળે છે જેમ કે હવામાં ઉડી શકે તેવી થેલીઓ જે વાડ અથવા ઝાડ પર વળગી રહેલી અથવા નદીઓ માં તરતા જેવા મળે છે.
આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક ની થેલી બેગ મુકત દિવસ ની રચના વિશ્વવ્યાપી પ્લાસ્ટિક બેગના એકલ ઉપયોગથી છુટકારો મેળવવાના હેતુથી કરવામાં આવી હતી . આ દિવસ નો હેતુ બધા જ પ્લાસ્ટિક ની થેલી ના ઉપયોગ થી દૂર રહેવા અને તેના બદલે વધુ ઇકો ફ્રેન્ડલી (પર્યાવરણ મિત્ર) વિકલ્પોની શોધ માટે પ્રોત્સાહિત કરીને પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે.
પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ કેમ ન કરવો જોઇએ?
- પ્લાસ્ટિકની થેલીઓ થી ગટર અને જળમાર્ગને ભરાય જાય છે, જે શહેરી વાતાવરણ સામે ગંભીર જોખમો ઉભા કરે છે. પ્લાસ્ટિકની થેલીઓ ગટરના પાણીના પ્રવાહ ને અવરોધિત કરે છે જે પૂર માટે ના મુખ્ય કારણ તરીકે ઓળખવામાં આવ્યુ છે
- બાંગ્લાદેશમાં 1988 અને 1998 માં પૂર ની સ્થિતિ વધુ તીવ્ર બની હતી કારણ કે પ્લાસ્ટિકની થેલીઓ થી ગટરો ભરાઈ ગઈ હતી. તેથી સરકારે હવે પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ મૂક્યો છે.
- ગટરો ભરાય છે તેથી મચ્છરો અને જીવાતો માટે સંવર્ધનનાં મેદાન બને છે , પ્લાસ્ટિકની થેલીઓ મેલેરિયા જેવા વેક્ટર જન્ય રોગોના સંક્રમણમાં વધારો કરી શકે છે.
- પ્લાસ્ટિક પદાર્થોની વધુ સાંદ્રતા, ખાસ કરીને પ્લાસ્ટિકની થેલીઓ, સેંકડો પ્રજાતિઓના વાયુમાર્ગ અને પેટને અવરોધિત કરતી જોવા મળી છે. ઘણીવાર કાચબા અને ડોલ્ફિન, ભુલ થી પ્લાસ્ટિકની થેલીઓને ખોરાક તરીકે સેવન કરે છે .
- પ્લાસ્ટિક ના ઉત્પાદનમાં વાપરવામાં આવેલ ઝેરી રસાયણો પ્રાણીઓના પેશીઓમાં પ્રવેશે છે અને આખરે માનવ ખોરાકની સાંકળમાં પ્રવેશ કરે છે. સ્ટાયરો ફોમ ઉત્પાદનો, જેમાં સ્ટાઇરિન અને બેન્ઝીન જેવા કાર્સિનોજેનિક રસાયણો હોય છે, અને તે ખૂબ ઝેરી હોય છે, જેના સેવન થી ચેતાતંત્ર, ફેફસાં અને પ્રજનન અંગોને નુકસાન પહોંચે છે. સ્ટાયરો ફોમ કન્ટેનરમાં રહેલ ઝેર, ખોરાક અને પીણામાં ઓગળી શકે છે.
- ગરમી મેળવવા અથવા રાંધવા માટે પ્લાસ્ટિકનો કચરો ઘણીવાર બાળી નાખવામાં આવે છે, જેથી વાતાવરણ માં ઝેરી ઉત્સર્જન થાય છે. પ્લાસ્ટિકના કચરાનો નિકાલ ખુલ્લા ખાડાઓમાં બાળી નાખવાથી ફ્યુરાન અને ડાયોક્સિન જેવા નુકસાનકારક વાયુઓ હવા ફેલાય છે.
વિશ્વભરમાં પ્લાસ્ટિકની થેલી નો ઉપયોગ :
- યુ.એન એન્વાયર્નમેન્ટ અને ડબ્લ્યુઆરઆઈના અહેવાલમાં જાણવા મળ્યું છે કે જુલાઈ 2018 સુધીમાં પ્લાસ્ટિકની થેલીઓને નિયમન માટે ઓછામાં ઓછા 127 દેશોએ (192 સમીક્ષા કર્યા હતા) કેટલાક પ્રકાર ના કાયદા અપનાવ્યા છે.
- પ્લાસ્ટિક ની થેલી પર પ્રતિબંધ ધરાવતા 91 દેશોમાંથી પચીસ દેશોમાં પ્લાસ્ટિકના ઉપયોગની છૂટનો છે, અને કેટલાક દેશોમાં ઘણી જ છૂટછાટ આપવામાં આવી છે.
- ફક્ત 16 દેશોમાં ફરીથી વાપરી શકાય તેવી થેલી અથવા પ્લાસ્ટિકના વિકલ્પો, જેમ કે પ્લાન્ટ આધારિત સામગ્રીમાં થી બનેલી થેલી ના ઉપયોગ અંગેના નિયમો હતા.
- ફ્રાંસ, ભારત, ઇટાલી, મેડાગાસ્કર અને અન્ય ઘણા દેશોમાં તમામ પ્લાસ્ટિક બેગ પર સંપૂર્ણ પ્રતિબંધ નથી, પરંતુ ત્યાં 50 માઇક્રોનથી ઓછી જાડાઈવાળી પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ અથવા ટેક્સ લગાવે છે.
- ચાઇનામાં પ્લાસ્ટિકની થેલી ની આયાત પ્રતિબંધ છે કે છુટક ગ્રાહકો પાસેથી પ્લાસ્ટિક થેલી માં વસ્તું ખરીદીની લઇ જવા માટે અલગ થી ચાર્જ વસુલ કરવાનો આદેશ છે, પરંતુ સ્પષ્ટપણે તેમના ઉત્પાદન અથવા નિકાસને પ્રતિબંધિત નથી.
- એક્વાડોર, અલ સાલ્વાડોર અને ગુયાના ફક્ત પ્લાસ્ટિક બેગના નિકાલને નિયંત્રિત કરે છે, પરંતુ તેમનો આયાત, ઉત્પાદન અને છૂટક ઉપયોગ પર કોઇ પ્રતિબંધ નથી .
- કેપ વર્ડે એ , પ્લાસ્ટિક બેગના ઉત્પાદનમાં ટકાવારી ઘટાડો લાદ્યો હતો, જે 2015 માં 60 ટકાથી શરૂ થયો હતો અને જ્યારે 2016 માં પ્લાસ્ટિકની બેગ પરનો સંપૂર્ણ પ્રતિબંધ અમલમાં મૂકાયો ત્યારે વધીને 100 ટકા થયો હતો. ત્યારથી, દેશમાં ફક્ત બાયોડિગ્રેડેબલ અને કમ્પોસ્ટબલ પ્લાસ્ટિક થેલીના ઉપયોગ ની મંજૂરી છે.
- ઑસ્ટ્રેલિયા અને ભારત માં , વિસ્તૃત ઉત્પાદક જવાબદારી (ઇ.પી.આર) ની આવશ્યકતાના કાયદા છે, જેમાં ઉત્પાદકો તેમના ઉત્પાદનોની સફાઇ અથવા રિસાયક્લિંગ માટે જવાબદાર હોવા જોઈએ તેવો નીતિ અભિગમ છે . ઇ.પી.આર. માં ઉત્પાદન, વિતરણ, વપરાશ, સંગ્રહ, ફરીથી ઉપયોગ, રિસાયક્લિંગ, ફરીથી પ્રક્રિયા અને નિકાલના તમામ તબક્કામાં ઉત્પાદનના સંભવિત અસરોના સંચાલનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- પ્લાસ્ટિકના પ્રદૂષણને ઘટાડવાના પ્રયાસમાં, ઘણી સરકારોએ પરંપરાગત પ્લાસ્ટિક થેલીને ગેરકાયદેસર ઠેરવી છે, ફક્ત "બાયોડિગ્રેડેબલ" બેગનો ઉપયોગ અને ઉત્પાદન કરવાની મંજૂરી આપી છે.
ભારતમાં પ્લાસ્ટિકની થેલી નો ઉપયોગ :
- ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2022 સુધીમાં એકલ-ઉપયોગ પ્લાસ્ટિક બનાવવાની ભારતની પ્રતિજ્ઞાની જાહેરાત કરી છે .
- 1998 માં, સિક્કિમ એ પ્લાસ્ટિક ની થેલી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકનાર, પ્રથમ ભારતીય રાજ્યોમાંનું એક હતું, અને બે દાયકા બાદ, આ પ્રતિબંધને સફળતાપૂર્વક અમલમાં મૂકનાર દેશમાં ,એકમાત્ર રાજ્ય જાહેર થયુ છે. પર્યાવરણ અને વન મંત્રાલયે, રાજ્યની પ્રશંસા કરી; “સિક્કિમની ક્રિયાઓ એકલ-ઉપયોગ પ્લાસ્ટિકની દ્રષ્ટિએ ભારતમાં સૌથી વધુ પ્રકાશિત રહે છે”
- રાજ્યોએ પ્લાસ્ટિક ની થેલી પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવા અંગેના નિયમો રજૂ કરવા સૂચનાઓ / આદેશો જારી કર્યા છે. પરંતુ, તેનો અમલ અને અસરકારક અમલીકરણ એ એક મુદ્દો છે.
- મુખ્ય સમસ્યાઓ માં (1 ) અમલીકરણનો અભાવ અને (2 ) પોસાય તેવા વિકલ્પો નો અભાવ હોય તેવું લાગે છે. પોસાય તેવા વિકલ્પો ના અભાવ ના કારણે પ્લાસ્ટિકની થેલીઓ ની દાણચોરી અને કાળાબજારી અથવા તો પ્રતિબંધ દ્વારા આવરી લેવામાં ન આવી હોય તેવી જાડી પ્લાસ્ટિક ની થેલીના ઉપયોગ તરફ દોરી ગયો છે. આનાથી કેટલાક કિસ્સાઓ માં પર્યાવરણીય સમસ્યાઓ વધી છે.
- કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી) એ રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલને કહ્યું છે; અઢાર રાજ્યોએ પ્લાસ્ટિકની થેલી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે, પાંચ રાજ્યો આંધ્રપ્રદેશ, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, કેરળ અને પશ્ચિમ બંગાળએ ધાર્મિક / ઐતિહાસિક સ્થળોએ પ્લાસ્ટિકની થેલી/ ઉત્પાદનો પર આંશિક પ્રતિબંધ લાદ્યો છે.
કોરોનાવાઈરસ પ્લાસ્ટિક ની થેલી નો ઉપયોગ કેવી રીતે બદલાયો છે
- કોરોનાવાયરસના પ્રસાર સાથે, શ્રેષ્ઠ હેતુવાળા ગ્રાહકોની વર્તણૂકપણ બદલાઈ ગઈ છે. લોક ડાઉન દરમિયાન, ઘણા દેશોમાં જ્યાં પ્લાસ્ટિક ના ઉપયોગ પર હજુ પ્રતિબંધ મૂકાયો નથી ત્યાં માલના વેચાણ અને ખરીદીમાં પ્લાસ્ટિક એ એક મુખ્ય તત્વ રહ્યું છે, , પછી ભલે. તે ખેતરોમાંથી પેદાશ વહન કરવા, ખોરાકનો સંગ્રહ કરવા માટે, અથવા ફળ અને શાકભાજીને વિણવા માટે મોજાના રૂપમાં હોઈ શકે છે.
- પ્લાસ્ટિક ઉદ્યોગ માટેના લોબિ એ એકલ -ઉપયોગ પ્લાસ્ટિક બેગ ફરીથી વાપરી શકાય તેવું વધુ આરોગ્યપ્રદ વિકલ્પ છે એવી દલીલ કરીને આરોગ્યના ભયનો લાભ ઉઠાવ્યો છે. જો કે, પ્લાસ્ટિકની થેલીઓ એક સુરક્ષિત વિકલ્પ છે, તે સાબીત કરવાના ઓછા પુરાવા છે જેની સામે ફરીથી વાપરી શકાય તેવી કાપડની થેલીઓ તો ધોઈ પણ શકાય છે.
- આશા છે કે આવતા વર્ષે કોરોનાવાયરસ એક ભૂતકાળની થઇ ગયો હશે પરંતુ પ્લાસ્ટિક થી થતુ પ્રદૂષણ તો રહેવાનું. એ મહત્વપૂર્ણ છે કે આપણે આ દરમ્યાન પ્લાસ્ટિકનો કચરામાં વધારો ન કરીએ . "
- કોવીડ -19 રોગચાળા દરમિયાન પ્લાસ્ટિકના કચરાને મર્યાદિત કરવાની ઘણી રીતો છે. જો શક્ય હોય તો ફક્ત ટોપલી અથવા હાથગાડી માંથી સીધા જ તમારી કાર પર કરિયાણાનો સમાન મુકી શકો છો. પેપર બેગ એ બીજો વિકલ્પ છે; તે પણ એકલ-ઉપયોગની શ્રેણી માં છે, પરંતુ કમ્પોસ્ટેબલ છે. લાંબા ગાળે, જાહેર આરોગ્ય અને પૃથ્વીનું રક્ષણ બધા ના સહિયારા પ્રયાસ થી શક્ય છે