ન્યૂઝ ડેસ્કઃ વુહાન (ચીન)માં ઉદ્ભવેલા ખૂંખાર કોરોના વાઇરસે ૨૧૦ દેશો અને ક્ષેત્રોમાં અત્યાર સુધીમાં લગભગ ૧,૫૦,૦૦૦ લોકોના જીવ લીધા છે. આમ છતાં, ક્યાંય અંત દૂરદૂર સુધી દેખાતો નથી, ન તો રસી અને સારવારનો શિષ્ટાચાર પણ દેખાતો નથી. લગભગ દરેક રાષ્ટ્ર ઉકેલ માટે મથી રહ્યું છે, આગળના રસ્તે કોઈ સ્પષ્ટતા નથી. ઈઝરાયેલ, કોરિયા, જર્મની, ભારત, સિંગાપોર અને જાપાન જેવાં કેટલાક દેશો પ્રોત્સાહક પરિણામો સાથે આ ચેપને સક્રિય રીતે અટકાવી રહ્યા છે. રહસ્યમય રીતે પ્રભાવી જી-૭ દેશોને ખૂબ જ ખરાબ અસર થઈ છે. અમેરિકા એકલામાં જ મૃતકાંક કેટલાક દિવસમાં ૨,૦૦૦ને વટી ગયો છે.
આ પહેલી વાર નથી કે જીવલેણ વાઇરસ ચીનમાં ઉદ્ભવ્યો હોય. ચીન માટે ચીજો પર પડદો પાડવો પણ પહેલી વાર નથી. જોકે જે નવું છે તે એ છે કે ચીન કોઈ જવાબદારીનો ઈનકાર કરે અને 'હૂ' (વિશ્વ આરોગ્ય સંગઠન)ને તેને સારા વ્યવહારનું પ્રમાણ આપવા સમજાવવું. આ રીતે, ચીનને ગમે ત્યારે ત્રાટકવા ટિક ટિક કરતો કૉવિડ-૧૯ ટાઇમ બૉમ્બને સંતાડ્યો. વિશ્વને તેના પર શંકા નહોતી, તેથી તેમાં કામકાજ બરાબર જ ચાલ્યું, તે પછી એક સવારે ખબર પડી કે મહામારીએ તેમનાં શહેરો અને નગરોમાં વ્યાપ્ત બની ગયો હતો.
ઊંઘતા ઝડપાયેલું લાચાર વિશ્વ આ વિનાશથી થઈ રહેલા નુકસાનને સ્તબ્ધ બનીને જોઈ રહ્યું છે. એકાએક મહત્ત્વના ફાર્માસ્યુટિકલ ઉત્પાદન સહિત ચીનમાં રહેલી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પશ્ચિમી દેશોની રાજધાનીમાં જવા લાગી છે અને એવી અનુભૂતિ પણ થઈ છે કે તેમની આયાત (ચીનમાંથી જથ્થો) તેમની જરૂરિયાતના ૯૫ ટકા જેટલો થઈ ગયો છે. પરિણામે, તેમની પાસે માત્ર ચહેરા પરનાં માસ્ક, મોજાં અને વેન્ટિલેટરની જ અછત નથી, પરંતુ પાયાની પેરાસિટામૉલ જેવી દવાની પણ અછત છે.
આનાથી ચિંતિત થઈને મહામારીગ્રસ્ત દેશોએ કરોડો ડૉલરના આદેશ આપ્યા છે પરંતુ તેમને એવું જાણીને આઘાત લાગ્યો છે કે ચીનની અનેક નિર્લજ્જ કંપનીઓને ઉતરતી ગુણવત્તા કે ઉણપવાળી ટેસ્ટિંગ સામાનથેલી, મોજાં અને સંબંધિત સામગ્રી તેમને આપવામાં કોઈ પસ્તાવો નથી.
"અમેરિકાનાં મોટા ભાગનાં માસ્ક ચીનમાં બને છે. જો ચીન અમેરિકા સામે પ્રવાસનો પ્રતિબંધ મૂકીને તેમજ મેડિકલ ઉત્પાદનોની નિકાસ પર વ્યૂહાત્મક નિયંત્રણ અને પ્રતિબંધ મૂકીને પ્રતિકાર કરે ....તો અમેરિકા નવા ન્યૂમોનિયા રોગચાળાના નરકમાં ધકેલાઈ જશે. અમેરિકાએ ચીનની માફી માગવી જોઈએ અને વિશ્વએ ચીનનો આભાર માનવો જોઈએ." તેમ ચીનની સત્તાવાર સમાચાર સંસ્થા શીન્હુઆએ ચાર માર્ચે સંકેત આપ્યો હતો.
તો આજે ખરેખર શું સ્થિતિ છે? ભારે માનવ મૃત્યુ ઉપરાંત સમગ્ર ખંડોના દેશો ભારે આર્થિક મંદી તરફ પણ સરકી રહ્યા છે. પૂરવઠાની વૈશ્વિક શ્રૃંખલા ખોરવાઈ ગઈ છે, કારખાનાં બંધ થઈ ગયા છે, બેરોજગારીમાં વધારો થઈ રહ્યો છે (અમેરિકામાં માર્ચની મધ્યથી અત્યાર સુધઈમાં ૨.૨ કરોડ લોકોએ નોકરી ગુમાવી દીધી છે) અને જીવનજરૂરી ચીજવસ્તુઓની અછત પણ સામાન્ય બની રહી છે. ઓઇસીડી (ઑર્ગેનાઇઝેશન ફૉર ઇકૉનૉમિક કૉ-ઑપરેશન એન્ડ ડેવલપમેન્ટ)ના મુખ્ય અર્થશાસ્ત્રી નોંધે છે કે તમામ ઓઇસીડી દેશોમાં ઉત્પાદનનું સ્તર ૨૫થી ૩૦ ટકા સુધી ઘટી ગયું છે."
કાચા તેલના ભાવ ૭૦ ટકા ઘટી ગયા છે (જોકે ભારતને કોઈ ફરિયાદ નથી!). એવો અંદાજ છે કે ૧.૫૭ અબજ વિદ્યાર્થીઓ અને વિદ્વાનોની શૈક્ષણિક પ્રગતિ અટકી ગઈ છે. આતિથ્ય (હૉસ્પિટાલિટી), પર્યટન, ઉડ્ડયન અને બાંધકામનાં ક્ષેત્રોને મોટો ફટકો પડ્યો છે. તેઓ પાછાં બેઠાં થાય તેવી હમણાં તો શક્યતા જ નથી અને સાથે દુઃખ વગર તો બેઠાં નહીં જ થાય.
આઈએમએફ (આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ)નો અંદાજ છે કે આ વર્ષે વૈશ્વિક અર્થતંત્ર ત્રણ ટકા જેટલું સંકોચાશે, જે ૧૯૩૦ના દાયકાની ખૂબ જ મોટી મંદી કરતાં પણ ખરાબ છે. તે આવનારાં બે વર્ષમાં વૈશ્વિક જીડીપી (૮૭ ટ્રિલિયન ડૉલર)માંથી ૯ ટ્રિલિયન ડૉલર ઘટાડી શકે છે. ચીનનું અર્થતંત્ર માત્ર ૧.૨ ટકા જ વિસ્તર્યું છે (જે ૧૯૭૬ પછી સૌથી ધીમું છે) અને ભારતનું ૧.૫ ટકા.
આ મહામારી જેટલી લાંબી ચાલે તેટલું વધુ નુકસાન થશે. જ્યાં સુધી કટોકટીનો અંત દેખઆય નહીં ત્યાં સુધી સામાન્ય સ્થિતિની કલ્પના કરવી અઘરી છે. દાવાનળની જેમ આ ચેપ કેટલાક સમય સુધી પણ ધૂમાડાવાળો અને ફાટી નીકળનારો છે. તેનાથી જીવનશૈલી, વેપાર, સંબંધો અને સત્તાનાં પરિમાણો મહત્ત્વની રીતે બદલાશે. સૂક્ષ્મ સ્તરે, ઘરેથી કામ કરવું અને હાથની સ્વચ્છતાની સંસ્કૃતિનું મહત્ત્વ વધશે અને આ જ રીતે ચહેરાનાં માસ્ક, પરસ્પર વાર્તાલપ કરનારી ડિજિટલ સાઇટ, ઇ-કૉમર્સ મંચોનો ઉપયોગ પણ વધશે. ડેટાની માગણી અનેક ગણી વધશે.
મોટા પાયે, પરિવર્તનો દૂરગામી હશે. દેશો અંદર તરફ જોતાં થઈ જશે, વ્યૂહાત્મક અને જીવનજરૂરી ચીજોનું મેન્યુફેક્ચરિંગ દેશમાં જ થશે. રક્ષણાત્મક અભિગમ હજુ વધશે, આંતરરાષ્ટ્રીય વેપાર અને મૂડીરોકાણ ઘટશે અને સરકાર વધુ દૃઢ બનશે.
ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઇન્ટરનેશનલ ફાઇનાન્સ (આઈઆઈએફ) મુજબ, ઉભરતાં બજારોમાંથી ૧૦૦ અબજનું મૂડીરોકાણ તો દૂર થઈ ગયું છે, જે ૨૦૦૮ની વૈશ્વિક આર્થિક કટોકટીમાં મૂડીના પલાયન કરતાં ત્રણ ગણું છે. જાપાને ચીનમાંથી જાપાન કે ત્રીજા કોઈ દેશમાં તેના ઉત્પાદનને લઈ જવા મેન્યુફૅક્ચરરોને મદદ કરવા ૨.૨ અબજ ડૉલર બાજુએ મૂક્યા છે.
દેશો વચ્ચેના સંબંધો અને સત્તાનાં સમીકરણોની ગંભીર સમીક્ષા થશે. વિવિધ ક્ષેત્રોમાં અમેરિકાના નેતૃત્વવાળું સુરક્ષા માળખું ઓછા વિશ્વાસવાળું બનશે, પરંતુ ચીન વિશે આશંકા વધશે. હકીકતે, ચીન કદાચ સૌથી મોટું ગુમાવનાર બનશે. ચીનના વિદ્યાર્થીઓ, વૈજ્ઞાનિકો અને વેપારો ભારે ચકાસણી હેઠળ આવશે. વિકલ્પોની શોધમાં, ઓછામાં ઓછું મધ્યમ અવધિ સુધી, હથિયારોની હરીફાઈ ચાલુ થશે, તેનાથી તણાવ અને અસ્થિરતા વધશે.
સંયુક્ત રાષ્ટ્રો, સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા પરિષદ અને વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ) સહિત સંચાલનના વૈશ્વિક સંસ્થાનો અભાવગ્રસ્ત, બિનઅસરકારક અને પક્ષપાતી જણાયાં છે. વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકરે આ વર્ષની શરૂઆતમાં મ્યુનિચ સુરક્ષા પરિષદમાં અવલોકન રજૂ કર્યું હતું- "સંયુક્ત રાષ્ટ્રો તેના ઇતિહાસમાં હતું તેના કરતાં ઘણું ઓછું વિશ્વસનીય છે." તેનાં બે કારણો છે. એક, આ સંસ્થાઓની પાસે તેમના નિર્ણયોનો અમલ કરવા માટે પૂરતાં સાધનો નથી અને તેઓ સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સભ્યો પર આશ્રિત છે અને આ પાંચેય સભ્યો નિરાશાજનક રીતે વિભાજીત છે.
બીજું, ચીનનો તેમના પર કબજો તેના આર્થિક પ્રદાનના કારણે અસાધારણ રીતે વધી ગયો છે, જે અમેરિકાની સરખામણીમાં ઓછું લાગે છે. ('હૂ'માં વર્ષ ૨૦૧૮-૧૯માં ચીન અને અમેરિકાનું કુલ પ્રદાન અનુક્રમે ૮.૬ કરોડ ડૉલર અને ૮૯.૩ કરોડ ડૉલર હતું). જોકે ચીન તેના બદલે મહત્ત્વનાં પદો પર તેને અનુકૂળ હોય તેવા ઉમેદવારો ચૂંટાય અને તેને પછી રીતસર પોતાના તરફ વાળે તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 'હૂ'ના હાલના વડા ચીન દ્વારા નામાંકિત છે. આ જ રીતે આ સંસ્થાઓ વધુ હાંસિયામાં ધકેલાશે, કારણકે તેમાં સુધારા કરવાની ઈચ્છા ઓછી જણાય છે.
અને છેલ્લે, મોટો પ્રશ્ન એ છે કે ભારત કેવું પ્રદર્શન કરશે? અત્યાર સુધીમાં સંકેતો હકારાત્મક છે. આશાજનક રીતે આપણે સામુદાયિક ફેલાવો ટાળવામાં સફળ રહ્યા છીએ. આપણે ચેપ સામે લડી રહ્યા છીએ તેમ સરકાર અર્થતંત્રની સારી શરૂઆત થાય તે માટેનાં પગલાં વિચારી રહી છે. ઘણી બધી પૂર્વધારણા છે ત્યારે આનાથી વધુ સારો સમય ન હોઈ શકે. 'મેક ઇન ઇન્ડિયા ૨.૦' પહેલમાં સરળ શરતો પર ધીરાણ આપવું, જીએસટી દરો ઓછા કરવા, જમીન અને શ્રમના સુધારાઓ કરવા, સમયબદ્ધ ઑનલાઇન અનુમતિઓ આપવી અને પરિવહનમાં અડચણો હળવી કરવીનો સમાવેશ થઈ શકે છે.
કૉવિડ-૧૯ અભૂતપૂર્વ પડકાર છે તેમ તક પણ છે. આશા રાખીએ કે આપણે બંને મોરચે યુદ્ધના ધોરણે કામ કરીને સફળ થઈશું.
લેખક- રાજદૂત વિષ્ણુ પ્રકાશ