જીનિવાઃ કોરોના વાઇરસની મહામારીને કારણે 2020માં વૈશ્વિક વેપારનો વિકાસ ત્રીજા ભાગ જેટલો ઘટી જાય તેવી શક્યતા હોવાનું વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુટીઓ)એ બુધવારે જણાવ્યું હતું અને સાથે જ, આ સંખ્યા ઘણી જ ‘બદતર’ થવાની ચેતવણી આપી હતી.
વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશને તેની યાદીમાં જણાવ્યું હતું કે, “કોવિડ-19ની મહામારીને કારણે વિશ્વની સામાન્ય આર્થિકૃ પ્રવૃત્તિ તથા લોકોનાં જીવન છિન્ન-ભિન્ન થઇ જવાથી 2020માં વિશ્વ વેપારમાં 13 ટકા અને 32 ટકાની વચ્ચે ઘટાડો થવાની શક્યતા છે.”
“આરોગ્ય ક્ષેત્રે સર્જાયેલી કટોકટીની સ્થિતિમાં વેપારને કેવી રીતે ફટકો પડશે, તે અંગે વ્યાપક શ્રેણીની શક્યતાઓ રહેલી છે,” તેમ યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું.
જોકે, WTOના વડા રોબર્ટો અઝેવિડોએ મંદી આપણાં જીવનની સૌથી મોટી આર્થિક મંદી બની શકે છે, તેવી ચેતવણી ઉચ્ચારી હતી.
તેના મુખ્ય વાર્ષિક અંદાજમાં 164 સભ્યો ધરાવતા WTOએ નોંધ્યું હતું કે, કોરોનાવાઇરસે માથું ઊંચક્યું, તે અગાઉથી જ 2019માં વેપાર ક્ષેત્રે મંદીનું આગમન થઇ ચૂક્યું હતું.
ગત વર્ષના અંતથી લઇને અત્યાર સુધીમાં આ વાઇરસે 14 લાખ લોકોને સંક્રમિત કર્યા છે અને કોવિડ-19ને કારણે 80,000 કરતાં વધુ લોકોનાં મોત નીપજ્યાં છે, તેમજ વિશ્વભરની સરકારોને આકરાં પગલાં લેવાની ફરજ પડી છે.
વિશ્વની કુલ પૈકીની અડધા કરતાં વધુ વસ્તીને ઘરે રહેવા માટે જણાવવામાં આવ્યું છે અને ઘણાં સ્થળોએ આર્થિક પ્રવૃત્તિ ઠપ થઇ ગઇ છે.
અગાઉથી જ બ્રેક્ઝિટને પગલે વ્યાપેલી અનિશ્ચિતતાઓ અને વેપારના તણાવોને કારણે નુકસાન વેઠી રહેલો વૈશ્વિક વેપાર લગભગ વિશ્વના તમામ તમામ ભાગોમાં બેવડા આંકમાં ખોટ નોંધાવે તેવી શક્યતા રહેલી છે, તેમ WTOએ જણાવ્યું હતું.
"આ કટોકટી પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ તો, આરોગ્યને લગતી કટોકટી છે, જેને કારણે સરકારોને લોકોનાં જીવનનું રક્ષણ કરવા માટે પગલાં લેવાની ફરજ પડી છે," તેમ એઝેવિડોએ યાદીમાં જણાવ્યું હતું.
"આ બિમારીને કારણે માનવીએ વેઠી પડેલી મુશ્કેલીઓની સાથે-સાથે વેપાર અને આઉટપુટ ક્ષેત્રે નિવારી ન શકાય તેવી ખોટનાં પરિવારો અને વ્યવસાયોએ આકરાં પરિણામો ભોગવવાં પડશે," તેમ તેમણે ઉમેર્યું હતું.
વર્તમાન કટોકટીની પહેલાં વેપાર ક્ષેત્રે તણાવ, અનિશ્ચિતતા અને ધીમા પડી રહેલા આર્થિક વિકાસે વૈશ્વિક મર્કન્ડાઇઝ ટ્રેડને વિપરિત અસર પહોંચાડી હતી, જેણે અગાઉના વર્ષે 2.9 ટકા વધારો નોંધાવ્યા બાદ 2019માં 0.1 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો.
વિશ્વ મર્કન્ડાઇઝ એક્સપોર્ટ્સનું ડોલર મૂલ્ય ત્રણ ટકા ઘટીને 8.89 ટ્રિલિયન અમેરિકન ડોલર થઇ ગયું હતું, તેમ WTOએ જણાવ્યું હતું.
ગયા વર્ષે વિશ્વ વ્યાવસાયિક સેવાઓએ બહેતર વેપાર નોંધાવ્યો હતો અને ડોલરની દ્રષ્ટિએ નિકાસ બે ટકાના વધારા સાથે 6.03 ટ્રિલિયન અમેરિકન ડોલર થઇ હતી, પરંતુ આ વિસ્તરણ 2018 કરતાં ઘણું જ ધીમું હતું, જ્યારે સેવા ક્ષેત્રે વેપારમાં નવ ટકાનો વધારો થયો હતો, તેમ WTOએ જણાવ્યું હતું.
પરંતુ ગયા વર્ષના અંત ભાગમાં ચીનમાં નવતર કોરોના વાઇરસે દેખા દીધી, તે સાથે પરિસ્થિતિએ નાટ્યાત્મક વળાંક લીધો છે.
WTOએ જણાવ્યું હતું કે, વૈશ્વિક આઘાત 2008-2009ની નાણાંકીય કટોકટી સાથે સરખામણી કરવામાં આવતાં અત્યારની સ્થિતિ વધુ બદતર છે.
"બિમારીને ફેલાતી અટકાવવા માટે ગતિવિધિ પર નિયંત્રણો અને સોશ્યલ ડિસ્ટન્સિંગ લાગુ કરવામાં આવ્યું, તેનો અર્થ એ કે, વર્તમાન સમયમાં લેબર સપ્લાય, પરિવહન અને પ્રવાસન ઉદ્યોગ પ્રત્યક્ષપણે પ્રભાવિત થયા છે, નાણાંકીય કટોકટી દરમિયાન તેમની સ્થિતિ આવી ન હતી," તેમ WTOએ જણાવ્યું હતું.
"રાષ્ટ્રીય અર્થ વ્યવસ્થાઓના સમગ્ર સેક્ટર બંધ થઇ ગયા છે, જેમાં હોટેલ, રેસ્ટોરાં, નોન-એસેન્શિયલ રિટેલ ટ્રેડ, ટુરિઝમ અને ઉત્પાદનના મહત્વપૂર્ણ હિસ્સાનો સમાવેશ થાય છે."
ગતિવિધિ ભારે અનિશ્ચિત રહી હતી, તેમ WTOએ જણાવ્યું હતું.
એક સકારાત્મક ચિત્ર એવી અપેક્ષા વ્યક્ત કરે છે કે, વેપાર ક્ષેત્રે એક તીવ્ર ઘટાડા બાદ 2020ના બીજા અર્ધવાર્ષિક ભાગમાં રિકવરીની શરૂઆત થશે, તેમ સંગઠને જણાવ્યું હતું.
પરંતુ, સૌથી નકારાત્મક દ્રષ્ટિકોણ એ છે કે, પ્રારંભિક ઘટાડો ઘણો જ તીવ્ર બનશે અને રિકવરી "ઘણી જ વિલંબિત અને અપૂર્ણ" રહેશે.
"બંને પરિસ્થિતિમાં, તમામ પ્રદેશો 2020માં આયાત અને નિકાસ ક્ષેત્રે બેવડી સંખ્યામાં ખોટનો સામનો કરશે. તેમાંયે ઉત્તર અમેરિકા અને એશિયાને સૌથી મોટો ફટકો પડશે," તેમ સંગઠને જણાવ્યું હતું.