ETV Bharat / opinion

ભારતીય રાજકારણમાં ગુનેગારી, વાંચો વિશેષ લેખ - સ્વાતંત્ર્ય દિન

સંસદીય લોકતંત્રને ગુનાખોરીથી બચાવવા માટે ન્યાયતંત્રે અનેક વાર દખલગીરી કરવી પડતી હતી, પરંતુ આ પ્રયાસો હંમેશા એક પક્ષી જ રહ્યા છે. માર્ચ 2018 સુધીમાં 12 ફાસ્ટ ટ્રેક કોર્ટ્સ નિમવામાં આવી હતી, જેથી ફોજદારી કેસનો સામનો કરી રહેલા રાજકારણીઓ સામે ઝડપથી કામ ચલાવી શકાય. આમ છતાં આખરી ચુકાદો આપવામાં મામલો આવીને અટકી પડ્યો છે.

criminals in indian politics
ભારતીય રાજકારણમાં ગુનેગારી
author img

By

Published : Sep 26, 2020, 5:57 PM IST

ન્યૂઝ ડેસ્કઃ સંસદીય લોકતંત્રને ગુનાખોરીથી બચાવવા માટે ન્યાયતંત્રે અનેક વાર દખલગીરી કરવી પડતી હતી, પરંતુ આ પ્રયાસો હંમેશા એક પક્ષી જ રહ્યા છે. માર્ચ 2018 સુધીમાં 12 ફાસ્ટ ટ્રેક કોર્ટ્સ નિમવામાં આવી હતી, જેથી ફોજદારી કેસનો સામનો કરી રહેલા રાજકારણીઓ સામે ઝડપથી કામ ચલાવી શકાય. આમ છતાં આખરી ચુકાદો આપવામાં મામલો આવીને અટકી પડ્યો છે.

ન્યાય પ્રક્રિયામાં આ વિલંબને અટકાવવા માટેના હેતુ સાથે સર્વોચ્ચ અદાલતે હાલમાં જ એક અગત્યની સૂચના આપી છે. સર્વોચ્ચ અદાલતે હાઈ કોર્ટ્સના મુખ્ય ન્યાયાધીશોને સૂચના આપી છે કે રાજકારણીઓ સામેના પેન્ડિંગ ક્રિમિનલ કેસ સામેની ઝડપી કાર્યવાહી માટેની કાર્યયોજના એક અઠવાડિયામાં તૈયાર કરે. સર્વોચ્ચ અદાલતે નોંધ કરી હતી કે જાહેર જનતાના પ્રતિનિધિઓ સામેના કેસોનો ભરાવો થઈ રહ્યો છે, કેમ કે શક્તિશાળી રાજકીય જૂથો આવા કેસના ચુકાદા પર પ્રભાવ પાડવાની કોશિશ કરે છે. આવા હજારો કેસ પેન્ડિંગ પડ્યા છે ત્યારે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે જે કેસમાં કાર્યવાહી પર સ્ટે હોય તેની પણ રોજબરોજની સુનાવણી થાય તે માટેની વ્યવસ્થા કરવી. રોજબરોજ સુનાવણી હાથ ધરીને બે મહિનામાં આ કેસોનો નિકાલ લાવવા માટેની સૂચના આપવામાં આવી છે.

એસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફોર્મ્સ સંસ્થાના જણાવ્યા અનુસાર 2014 સુધીમાં 1581 ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે અદાલતોમાં મામલા અટવાયેલા પડ્યા છે. તે સંખ્યા હવે વધીને અધધધ 4,442 રાજકારણીઓની થઈ ગઈ છે કે જેમની સામે ફોજદારી ગુનાની કાર્યવાહી પેન્ડિંગ છે. તેમાંથી 2,556 અત્યારે સંસદમાં અને રાજ્યોની વિધાનસભામાં સભ્યો થઈને બેઠેલા છે. 1997ના સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ બધા જ રાજકીય પક્ષોએ ઠરાવ સંસદમાં એક ઠરાવ કર્યો હતો, પણ તે આજે ધૂળ ખાતો પડ્યો છે. તેમાં નિર્ણય કરાયો હતો કે ફોજદારી ગુનો દાખલ થયો હોય તેવા કોઈ પણ સભ્યને ઉમેદવાર બનાવવામાં નહિ આવે. પણ ગુનેગારોને ટિકિટ આપીને જીતાડવામાં આજે બધા જ રાજકીય પક્ષો જાણે હોડમાં ઉતર્યા છે.

અગાઉ ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ચૂંટાયેલા સભ્યોને માત્ર ગેરલાયક ઠરાવી દેવાથી રાજકારણમાં ઘૂસી ગયેલી ગુનાખોરીની સાફસફાઇ નહિ થાય. રાજકીય પક્ષો ઢોંગી બનીને એવા નેતાઓને ટિકિટ આપતી રહે છે, જેમની સામે ગંભીર ગુના દાખલ થયેલા હોય અને અદાલતી કાર્યવાહી ચાલુ હોય. આરોપો હજી સાબિત થયા નથી એવું દંભી બહાનું રાજકીય પક્ષોને હાથવગુ છે. રાજકીય પક્ષોના સંગઠનમાં પણ સુધારા કરવાની જરૂર છે. સર્વોચ્ચ અદાલતે છ સૂચનાઓ રાજકીય પક્ષોને આપી હતી અને તેમની પાસેથી ખુલાસા માગ્યા હતા કે શા માટે ફોજદારી ગુનાના કેસ પેન્ડિંગ હોય છે છતાં ઉમેદવાર બનાવવામાં આવે છે.

અગાઉ સર્વોચ્ચ અદાલતે એ કરૂણ વાસ્તવિકતા તરફ ધ્યાન દોર્યું હતું કે સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવાર કરતાં ગુનેગાર ઉમેદવારની જીતી જવાની શક્યતા બેગણી હોય છે. ભારતમાં નૈતિકતાનું કેટલું અધપતન થયું છે તે અદાલતની આ ટીપ્પણી પરથી સ્પષ્ટ થઈ જાય છે. રાજકીય પક્ષો પોતે જ ગુનેગારોને ટિકિટો આપવાનું બંધ કરે ત્યારે જ આ દૂષણનો અંત આવે તેમ છે, પરંતુ રાજકારણ અત્યારે એટલું ગંદું બની ગયું છે કે રાજકીય પક્ષોમાં અપરાધીઓની જ બોલબાલા હોય છે.

અમેરિકા જેવા વિકસિત દેશોમાં ઉમેદવાર બનનારા દરેક ઉમેદવારની નાનામાં નાની વિગતો અને માહિતી પર નજર રાખવામાં આવે છે. જાપાનના વડા પ્રધાન હાટોયામાએ રાજીનામું આપી દેવું પડ્યું હતું, કેમ કે તેમણે ચૂંટણીમાં કરેલો વાયદો પાળ્યો નહોતો. તેમણે વાયદો કર્યો હતો કે અમેરિકાના હવાઈ અડ્ડા જાપાનમાં છે તે તેઓ હટાવશે. તેમ થઈ શક્યું નહોતું. ભારતમાં લાલુ પ્રસાદ યાદવ જેવા નેતાઓની ભ્રષ્ટાચારના આરોપોમાં ધરપકડ થઈ હતી અને જેલમાં ગયા હતા. આમ છતાં જેલમાં બેસીને પણ તેઓ રાજકીય રીતે સક્રિય રહેતા હતા અને રાજકીય ગઠબંધનો પણ ગોઠવતા રહેતા હતા. રાજકીય ભ્રષ્ટાચાર બાકીના બધા પ્રકારના ભ્રષ્ટાચારની જનની છે. રાજકારણમાં ભ્રષ્ટાચાર અને ગુનાખોરીને ડામવા માટે નાગરિકોની જાગૃતિ એક માત્ર ઉપાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.