ETV Bharat / opinion

કોરોના અને ભારતીય પાડોશી દેશો - પાકિસ્તાન

ભારત મહિનાઓથી રાષ્ટ્રવ્યાપી ઘર-વાસનું પાલન કરી રહ્યું છે, જેથી કોરોનાનો પ્રસાર અટકાવી શકાય. બીજી તરફ, આપણા પડોશી ચીન, જે દુર્ભાગ્યે વાઇરસના જન્મનું કેન્દ્ર છે, તેણે વાઇરસના પ્રસાર પર અંકુશ લાવવામાં મોટા પાયે સફળતા મેળવી છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે અન્ય પડોશી દેશો જેમ કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, ભૂતાન અને મ્યાનમાર શું કરી રહ્યા છે? ત્યાં કૉવિડ-૧૯ની અસર કેવી છે? ત્યાંની સરકારો કઈ રીતે નિર્ણય લઈ રહી છે? ત્યાંના લોકોને કેવી કઠણાઈ ભોગવવી પડી રહી છે? આ પછાત દેશોમાં આર્થિક સ્થિતિ કેવી છે? ત્યાં તબીબી સાવધાનીઓ કઈ લેવાઈ રહી છે? આવી રસપ્રદ ચીજોની નીચે ચર્ચા કરાઈ છે:

Indian neighbor country
કોરોના અને ભારતીય પાડોશી દેશો
author img

By

Published : May 3, 2020, 11:07 AM IST

  • નેપાળ અને મ્યાનમાર - હજુ પણ કટોકટી સામે લડી રહ્યા છે
  • શ્રીલંકા અને ભૂતાન – કોરોના કાબૂ કરવાની પ્રક્રિયામાં છે
  • પાકિસ્તાન અને બાંગ્લાદેશ – પરિસ્થિતિ વણસી રહી છે

અફઘાનિસ્તાન

આવશ્યક આંતરમાળખા અને સેવાઓનો અભાવ

તાલિબાનથી ત્રાસ પામેલા દેશ અફઘાનિસ્તાન પણ કોરોનાથી નાશ પામ્યો છે. પહેલેથી આ દેશમાં ગરીબી અને આંતરમાળખાની ઉણપ તો છે જ, પરંતુ કોરોના વાઇરસના પ્રસારને અટકાવવા માટે ઘર-વાસ અને અન્ય પગલાંઓના સરકારે તાજેતરમાં લીધેલા નિર્ણયથી દેશની આર્થિક સ્થિતિ ઓર વણસી ગઈ છે. સ્વરોજગારનાં અનેક એકમો બંધ પડ્યાં છે. લાખો લોકોએ તેમની નોકરી ગુમાવી દીધી છે. સરકાર ગરીબની રક્ષા કરવા ચીન, પાકિસ્તાન, ઈરાન, ઉઝબેકિસ્તાન અને ભારત પર સંપૂર્ણ નિર્ભર છે. પાકિસ્તાન અને ઈરાનથી લાખો અફઘાનો પાછા ફરવાના કારણે નવી સમસ્યાઓ ઊભી થઈ છે. ઈરાનથી નાગરિકો અફઘાનિસ્તાન પાછા ફરવાના કારણે, કૉવિડ-૧૯નો પ્રથમ કેસ ૨૪ ફેબ્રુઆરીએ નોંધાયો હતો અને કૉવિડ-૧૯ના લીધે પ્રથમ મૃત્યુ ૨૨ માર્ચે નોંધાયું હતું. દેશમાં વાઇરસ ફેલાવાના ઝડપી દરનું મુખ્ય કારણ અસરગ્રસ્ત અને અસરહીન વ્યક્તિઓ દ્વારા એકાંતવાસના નિયમોનું ઉલ્લંઘન છે. આના કારણે દેશની વસતિમાં ચેપમાં ઝડપી વધારો થયો જેના કારણે દેશના લગભગ તમામ પ્રાંતોમાં તાત્કાલિક ઘરવાસ જાહેર કરવો પડ્યો. મહામારીની તીવ્રતા એટલી બધી છે કે તાલિબાન પણ ઘર-વાસનું સમર્થન કરી રહ્યા છે.

પાકિસ્તાન

પરોક્ષ વાહકો સાથે સામાજિક આક્રમણ

કૉવિડ-૧૯ની અસર પાકિસ્તાનમાં વજ્રપાત જેવી છે જ્યાં દેશની વસતિના ૨૫ ટકા ગરીબીમાં જીવી રહી છે. ત્યાં કેવી ખરાબ સ્થિતિ છે તે કલ્પના કરી શકાય તેમ નથી. એવો અંદાજ છે કે અંદાજે ૧.૮૭ કરોડ લોકો ઘર-વાસના કારણે તેમની નોકરી ગુમાવશે. ઈરાન મુસાફરી કરનાર બે વિદ્યાર્થીઓને વાઇરસ હોવાનું ૨૬ ફેબ્રુઆરીએ પકડાયું હતું. પહેલું મૃત્યુ ૩૦ માર્ચે નોંધાયું હતું. ૧૦થી ૧૨ માર્ચ વચ્ચે લાહોરમાં તબલીગી જમાતનું એકત્રીકરણ થયું હતું, તેના કારણે વાઇરસનો ફેલાવો ખૂબ જ વધી ગયો. ૪૦ દેશોના પ્રતિનિધિઓ અને સ્થાનિક સહિત દસ લાખથી વધુ લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. એકબીજાથી અંતર રાખવાની સરકારની ચેતવણી તેમણે માની નહોતી. તેના કારણે વાઇરસનો ફેલાવો દાવાનળની જેમ ફેલાયો. કેસો વધતા ગયા તેમ સત્તાવાળાઓએ ૨૦,૦૦૦ તબલીગી લોકો જે તેમાં હાજર હતા તેમને એકાંતવાસમાં રાખ્યા. ૧૫ માર્ચથી, તમામ રાજ્યોએ એક પછી એક ઘર-વાસ જાહેર કરવાનું શરૂ કર્યું. જોકે કેન્દ્ર સરકારે ઘર-વાસ ૩૦ એપ્રિલ સુધી લંબાવ્યો છે કારણકે તમામ ચેપના કેસો પૈકી ૭૯ ટકા સામાજિક ઉલ્લંઘનના કારણે છે. હવે નિયંત્રણો થોડાં હળવાં કરાયાં છે.

દેશમાં લગભગ ૮ કરોડ ગરીબ લોકોને તેમની વર્તમાન આવશ્યકતાઓ પૂરી કરવા માટે રૂ. ૧૧,૦૦૦ ચૂકવવામાં આવે છે. આમ છતાં લાખો લોકો ભૂખ્યા મરી રહ્યા છે. વાઇરસ ઝડપી ગતિએ ફેલાઈ રહ્યો છે તેમ છતાં સરકારે રમઝાનની નમાઝ માટે મસ્જિદો ખુલ્લી રાખવા છૂટ આપી છે. એવી ચેતવણીઓ છે કે ટેસ્ટમાં ગતિનો અભાવ મુખ્ય કારણ છે કે પૉઝિટિવ કેસો ઓળખાયા નથી અને તેના કારણે ઘણા પ્રછન્ન વાહકો અને લક્ષણવિહીન દર્દીઓ મુક્તરૂપે ફરી રહ્યા છે. આવા દર્દીઓ સમાજ માટે મોટું જોખમ ઊભું કરી રહ્યા છે. જોકે સત્તાવાળાઓ અને સરકારે આપાતકાળ માટે દેશમાં ઓછામાં ઓછી ૧.૧૮ લાખ પથારીઓની વ્યવસ્થા કરીને કોઈ પણ અનિચ્છનીય પરિસ્થિતિ માટે તૈયારી કરી છે.

નેપાળ

ટેસ્ટો કરવા માટે પણ પૈસા નથી

વુહાનથી નેપાળ ફરેલા એક યુવાન માણસમાં ૨૩ જાન્યુઆરીએ કોરોનાનાં લક્ષણો દેખાયાં હતાં. જોકે તેનો ટેસ્ટ કરવા માટે દેશમાં કોઈ કિટ પ્રાપ્ય નહોતી. કૉવિડ-૧૯ વાઇરસનું નિદાન કરવા માટેનો ટેસ્ટ ૧૭,૦૦૦ નેપાળી રૂપિયા સુધીની કિંમતનો થાય છે. આથી, વ્યક્તિના નમૂનાઓ સિંગાપોરમાં મોકલવામાં આવ્યા જ્યાં તે પૉઝિટિવ આવ્યો. તેને તરત જ એકાંતવાસમાં મોકલાયો. બાદમાં તેને આગામી નવ દિવસ પોતાની રીતે ઘરમાં એકાંતમાં રહેવાની સલાહ સાથે રજા અપાઈ. લક્ષણવાળા કેસમાં તેણે ઝડપી વૃદ્ધિ જોઈ, તેથી સરકારે પ્રથમ તબક્કામાં ૧૦૦ ટેસ્ટિંગ કિટ ખરીદી. આ નેપાળની ખરાબ સ્થિતિનું દ્યોતક છે. આ રીતે નેપાળ જેની આર્થિક સ્થિતિ ઘણી ખરાબ છે તેની સ્થિતિ વધુ ખરાબ થઈ કારણકે તેની સરહદ કોરોનાગ્રસ્ત ચીન અને ભારત સાથે અડે છે. આ દેશની આવકનો મુખ્ય સ્રોત પર્યટન છે. વિદેશી પર્યટકો માઉન્ટ એવરેસ્ટ પર પર્વતારોહણ સહિતનાં સાહસો માટે દેશમાં આવે છે અને દેશનું પ્રાકૃતિક સૌંદર્ય પણ માણે છે. નેપાળે આ મહામારીના કારણે તેના પર્યટક વિઝા રદ્દ કરવા પડ્યા અને ભારત-નેપાળ સીમાને પણ બંધ કરવી પડી. ઘર-વાસ પણ ૨૪ માર્ચથી અમલમાં છે. પરિણામે લાખો લોકોને તેમની નોકરી ગુમાવવી પડે તેવી છે. પર્વતારોહકો અને જે લોકો તેમને સહાય કરીને પૈસા કમાય છે તેઓ હવે નવરા છે. હવે તો કટોકટીની દવાઓ પણ ભારત સરકાર જ પૂરી પાડે છે.

ભૂતાન

ઝડપી પ્રતિસાદના કારણે સ્થિતિ આશ્વાસનજનક

ભૂતાનમાં કોરોનાનો પ્રથમ કેસ ૬ માર્ચે નોંધાયો હતો. અમેરિકાના ૭૯ વર્ષીય પર્યટક કોરોનાના ચેપવાળા જણાયા અને તેમનાં પત્ની અને અન્ય ૭૦ને એકલાં પાડી દેવાયાં. આ જ મહિનાની ૧૩મી તારીખે અમેરિકનો દેશમાંથી નીકળી ગયા. જોકે તેમનાં પત્ની અને ડ્રાઇવર ભૂતાનમાં જ રહ્યા. ભારતમાં વાઇરસનો પ્રસાર થયો છે તે જાણ્યા પછી ભૂતાનના રાજાએ ભારત-ભૂતાનની પૂરી સીમા બંધ કરી દીધી. વિવિધ ચીજોની આયાત પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો. જે લોકો ભારત, માલદીવ્સ અને શ્રીલંકામાં ભણી રહ્યા હતા અને કામ કરી રહ્યા હતા તેમને પાછા બોલાવી લાવાયા અને દેશની રાજધાની થિમ્ફુમાં ઊભા કરાયેલાં એકાંતવાસનાં કેન્દ્રોમાં તેમને રખાયા. તેમને સંપૂર્ણ સ્વસ્થ કરી દેવાયા પછી જ ઘરે પાછા મોકલાયા. આ રીતે પરિસ્થિતિને અંકુશમાં લાવવામાં આવી.

શ્રીલંકા

નાગરિક કેન્દ્રિત તૈયારી

શ્રીલંકાએ સમગ્ર વિશ્વને બતાવ્યું છે કે દેશમાં તબીબી કટોકટી હોય તો કેવી રીતે કામ કરવું જોઈએ. સરકાર આપત્તિ માટે તૈયાર હતી અને દેશના નાગરિકોના કલ્યાણને પ્રાથમિકતામાં રાખીને અગ્રમોરચે કામ કર્યું. સરકારની સાવચેતીએ દેશની રક્ષાને ઘણી મોટી હદે મદદ કરી છે. શરૂઆતમાં વાઇરસ જ્યાં ભયજનક રીતે ફેલાઈ રહ્યો હતો તેવા દેશમાં શ્રીલંકા ૧૬મા ક્રમે હતું. જોકે તેની યોગ્ય રણનીતિઓ અને તેના અમલ સાથે, ઘાતક રોગચાળામાંથી સફળ રીતે બહાર આવનાર દેશોની યાદીમાં તે નવમા ક્રમે આવ્યો. આ બાબત જ સાબિત કરે છે કે સરકાર તેના દેશમાં સફળ રણનીતિઓનો અમલ કરી રહી છે. વાઇરસ અને મહામારી પર 'હૂ'એ એલર્ટ જાહેર કર્યું કે તરત દેશનાં બધાં વિમાનમથકોમાં સ્ક્રીનિંગ સેન્ટરો ઊભાં કરી દેવાયાં. ૨૭મી જાન્યુઆરીએ ચીનથી શ્રીલંકા પરત ફરેલી એક મહિલાને કોરોનાનાં લક્ષણોનું નિદાન થયું અને તેમને તરત જ એકાંતવાસમાં મોકલી દેવાઈ. શ્રીલંકાના વિદ્યાર્થીઓ જે વુહાનમાં ફસાઈ ગયા હતા તેમને સ્વદેશ પરત લવાયા અને તેમને તેમણે જરૂરી એકાંતવાસનો સમય પૂરો કર્યો તે પછી જ તેમના સંબંધિત પરિવારોમાં મોકલી દેવાયા. શ્રીલંકામાં કૉવિડનો પ્રથમ કેસ ત્યારે નોંધાયો જ્યારે શ્રીલંકાનો પર્યટક માર્ગદર્શક (ટુરિસ્ટ ગાઇડ) ૧૦ માર્ચે કેટલાક ઇટાલિયન પર્યટકોના કારણે વાઇરસથી ચેપી થયો હતો. અને તે પછી ૧૪ માર્ચથી, સરકારે દેશમાં ઘર-વાસ અને સંચારબંધી (કર્ફ્યૂ) નાં પગલાં લાદી દીધાં હતાં જેના કારણે વાઇરસ મોટા પાયે ફેલાતો અટકી ગયો.

બાંગ્લાદેશ

ખૂબ જ ગરીબી-રોહિંગ્યાઓના સ્થળાંતના કારણે બોજો વધી ગયો

બાંગ્લાદેશની વસતિ ૧૬ કરોડ છે. જોકે દેશમાં કોઈ પણ કટોકટી માટે માત્ર ૧,૧૬૯ આઈસીયૂ પથારીઓ છે. તેનો અર્થ છે કે એક લાખ લોકોએ એક જ પથારી છે! અન્ય ૧૫૦ પથારી આ મહિનાના અંત સુધીમાં ઊભી કરવા પ્રસ્તાવ છે. ૧,૧૫૫ ટકા જેટલા વધારા સાથે કોરોના વાઇરસ દેશમાં તેનો પંજો ઝડપથી વિસ્તારી રહ્યો છે. સમગ્ર એશિયામાં વાઇરસ ફેલાવાનો આ સૌથી ઊંચો દર છે. કૉવિડ૦૧૯નો પ્રથમ કેસ ૮ માર્ચે નોંધાયો હતો અને આ જ મહિનાની ૧૮મી તારીખે પ્રથમ મૃત્યુ નોધાયું. સરકાર માર્ચથી ઘર-વાસનો અમલ કરી રહી છે. તમામ નિયંત્રણોમાંથી કાપડ ઉદ્યોગને મુક્તિ અપાઈ છે કારણકે તે દેશના અર્થતંત્રનો મુખ્ય આધાર છે. એવા આક્ષેપો છે કે ૫૦,૦૦૦ કરતાં ઓછાં ટેસ્ટો અત્યાર સુધીમાં થયા છે અને સાચો મૃત્યુ આંક પણ જાહેર નથી કરાઈ રહ્યો. બીજી તરફ, નાગરિકોમાં એવી ચિંતા સર્જાઈ રહી છે કે દસ લાખ રોહિંગ્યા શરણાર્થી શિબિરો કોરોનાને ખૂબ જ મોટા પ્રમાણમાં ફેલાવનારા (સુપર સ્પ્રેડર) બની શકે છે.

મ્યાનમાર

છુપાવવાની કટોકટી

મ્યાનમારની સરહદે આવેલા ચીન અને થાઇલેન્ડ તેમના દેશોમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી રહ્યા છે અને મોટા પ્રમાણમાં પૉઝિટિવ કેસો અને મૃતકાંક નોંધાઈ રહ્યા છે ત્યારે મ્યાનમારનો દાવો છે કે તેને બહુ અલ્પ પ્રમાણમાં અસર થઈ છે. એવા આક્ષેપો છે કે સરકાર પૂરતા ટેસ્ટ કરી રહી નથી અને કેસોની સંખ્યા પણ ઓછી કહેવાય છે અને નોંધાય છે. જોકે સરકારે આ આક્ષેપોને ફગાવી દીધા છે. સરકારે વધુમાં એવું કહ્યું છે કે તેમની પોતાની જીવનશૈલી જ તેમને આ ઘાતક વાઇરસને ફેલાતા અટકાવે છે. મ્યાનમારમાં, લોકો સામાન્ય રીતે એકબીજા સાથે હાથ મિલાવતા નથી, એકબીજાને ભેટતા નથી કે ચલણી નોટો ગણતી વખતે થૂંક લગાડતા નથી. સરકારનો દાવો છે કે આવી જીવનશૈલી કોરોનાની અસર શરૂ થઈ એના ઘણાં લાંબા સમય પહેલાંથી વ્યવહારમાં છે. મ્યાનમારમાં પહેલો કેસ ૨૩ માર્ચે નોંધાયો હતો અને સ્થાનિક સરકારે સંબંધિત જિલ્લામાં ઘરવાસ લાદી દીધો. કેન્દ્ર સરકાર દેશના બાકીના ભાગમાં લોકો એકબીજાથી અંતર જાળવે તેવી વ્યવસ્થા કરી રહી છે.

પાકિસ્તાનબાંગ્લાદેશઅફઘાનિસ્તાન શ્રીલંકા
કુલ કેસો૧૧૯૪૦૪૯૯૮૧૪૬૩૪૫૨
સ્વસ્થ થયા ૨૭૫૫૧૧૩૧૮૮૧૧૮
મૃત્યુઆંક૨૫૩૧૪૦૪૭

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.