ETV Bharat / opinion

કૉવિડ નીતિ પર ન્યાયતંત્ર દ્વારા સરકાર પર અંકુશ - covid policy in india

વિશ્વભરમાં ૧૭૪ દેશોમાં લોકોને રસીના 125 કરોડ ડૉઝ અપાઈ ચૂક્યા છે. જ્યાં સુધી દરેક જણ સુરક્ષિત ન થાય ત્યાં સુધી કોઈ સુરક્ષિત નથી તેમ પહેલાં કહી ચૂકેલ વિશ્વ આરોગ્ય સંસ્થાએ મુદ્દો ઉઠાવ્યો કે સમૃદ્ધ દેશોમાં રસીકરણની ગતિ ગરીબમાં ગરીબ દેશોમાં રસીકરણની ગતિ કરતાં ૨૫ ગણી વધુ છે. હૂએ ચેતવણી આપી છે કે રસીકરણમાં અસમાનતા વિશ્વ માટે આપઘાત સમાન હશે.

કૉવિડ નીતિ પર ન્યાયતંત્ર દ્વારા સરકાર પર અંકુશ

author img

By

Published : May 11, 2021, 9:41 PM IST

ન્યૂઝ ડેસ્ક: સમગ્ર માનવજાત કૉવિડ-૧૯ સામે વિશાળ યુદ્ધ લડી રહી છે. વિશ્વભરમાં ૧૭૪ દેશોમાં લોકોને રસીના ૧૨૫ કરોડ ડૉઝ અપાઈ ચૂક્યા છે. જ્યાં સુધી દરેક જણ સુરક્ષિત ન થાય ત્યાં સુધી કોઈ સુરક્ષિત નથી તેમ પહેલાં કહી ચૂકેલ વિશ્વ આરોગ્ય સંસ્થાએ મુદ્દો ઉઠાવ્યો કે સમૃદ્ધ દેશોમાં રસીકરણની ગતિ ગરીબમાં ગરીબ દેશોમાં રસીકરણની ગતિ કરતાં ૨૫ ગણી વધુ છે. હૂએ ચેતવણી આપી છે કે રસીકરણમાં અસમાનતા વિશ્વ માટે આપઘાત સમાન હશે.

ગયા ઑક્ટોબરમાં, ભારત અને દક્ષિણ આફ્રિકાએ રસી પર પેટન્ટને લગતી દલીલોને બાજુમાં મૂકવા આહ્વાન કર્યું હતું અને વિશ્વના તમામ દેશોમાં ઝડપી અને સસ્તી રસી મળે તેવી માગણી કરી હતી. એક માત્ર મહા સત્તા હોવા છતાં, યુએસએએ વર્તમાનમાં આ પ્રસ્તાવ પ્રત્યે અનુકૂળ સાદ આપ્યો છે, પરંતુ આ સંદર્ભમાં સંકળાયેલી સઘળી જટિલતાની ચર્ચા કર્યા પછી એક તાર્કિક નીતિ વિકસાવવામાં થોડા મહિના તો લાગશે જ.

વસતિની દૃષ્ટિએ, ભારત વિશ્વ ભરના અનેક દેશો બરાબર છે. વિશ્વમાં ઉત્પાદિત થતી રસીના ૬૦ ટકા રસીનું ઉત્પાદન એકલા ભારતમાં જ થાય છે. જોકે કૉવિડ રસીના કેસમાં ભારતને પીછેહટનો સામનો કરવો પડ્યો છે જેનું કારણ દૂરંદેશીનો અભાવ છે. ૪૫થી ઉપરની ઉંમરના લોકોને રસી આપવાની જવાબદારી કેન્દ્રએ પોતાના પર લીધી છે, પરંતુ તેનું વર્તમાન રસીકરણ એક મહિના પહેલાં અપાયેલી રસીની સરખામણીએ અડધું થઈ ગયું છે. ૧ મેથી ૧૮થી ઉપરના બધાને રસી આપવાની દરખાસ્તને ફટકાનો સામનો કરવો પડ્યો છે. એક મહિનામાં ૧૦ કરોડ કે ૧૧ કરોડ ડૉઝના ઈચ્છિત ઉત્પાદન સ્તરે પહોંચવામાં હજુ એક મહિનો કે એમ, લાગશે તે ચિંતાનો વિષય છે. એ પણ ચિંતાની વાત છે કે એક લાખ કરતાં વધુ સક્રિય કેસોની સાથે ૧૨ રાજ્યોમાં ઉત્પાત મચાવી રહેલ કૉવિડ સુનામી જૂનના અંત સુધીમાં જ હળવી થશે. આવી કઠિન પરિસ્થિતિમાં, આશાનું એક માત્ર કિરણ ન્યાયતંત્રના સક્રિય વલણમાંથી જ નીકળીને આવે છે.

વર્તમાન ગતિએ, દેશમાં ૧૮ વર્ષથી ઉપરની ઉંમરના ૮૦ કરોડ લોકોને રસી આપવામાં હજુ ઓછામાં ઓછા આઠ મહિના લાગી જશે. સર્વોચ્ચ ન્યાયાલયે તાજેતરમાં કહ્યું છે કે કેન્દ્રની રસીકરણ નીતિ જીવન જીવવાના લોકોના અધિકારને નષ્ટ કરે છે. તેણે હવે સરકારને આદેશ આપ્યો છે કે સઘન રસીકરણ નીતિ ઘડી કાઢવામાં આવે.

આરબીઆઈના પૂર્વ ગવર્નર સી. રંગરાજને સલાહ આપી છે કે જ્યારે કેન્દ્રએ અગાઉ જણાવ્યા મુજબ નિઃશુલ્ક રસીકરણ કાર્યક્રમમાં આગળ વધવું જોઈએ, ત્યારે રાજ્યોએ મૂળભૂત તબીબી આંતરમાળખું અને હૉસ્પિટલો વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમના શબ્દો કાર્યમાં પરિવર્તિત કરવા જેવા છે. અન્ય દેશો ૫૦ ટકા ટેસ્ટ હાથ ધરીને કૉવિડ પીડિતોને અલગ તારવવામાં સફળ રહ્યા છે ત્યારે ભારત માત્ર ૨૦ ટકા કેસો જ હાથ ધરવામાં સફળ રહ્યું છે. આ ઢીલાશના કારણે કૉવિડ વાઇરસને નવી તાકાત મળી રહી છે.

આપણા દેશના સેંકડો લોકો ઑક્સિજન અને વેન્ટિલેટર ન મળી શકવાના કારણે મર્યા છે તે તથ્યથી હૃદય બેસી જાય છે. મદદ માટે વારંવાર વિનંતી કર્યા પછી ધીરજ ગુમાવી દીધી હોઈ, રાજ્ય સરકારોએ ઑક્સિજન માટે કાનૂની લડાઈનો માર્ગ અપનાવ્યો છે. એ દુર્ભાગ્ય છે કે જ્યાં સુધી ન્યાયતંત્રએ તેમને ફટકાર્યા નહીં ત્યાં સુધી અધિકારીઓ ઝૂક્યા નહીં જ.

સર્વોચ્ચ ન્યાયાલયે કેન્દ્રએ કરેલી બોદી દલીલને માનવા નકાર્યું છે. કેન્દ્રની દલીલ હતી કે રાજ્યની હૉસ્પિટલોમાં આઈસીયૂ અને સામાન્ય પથારીઓના ગુણોત્તરના આધારે ઑક્સિજન ક્વૉટા ફાળવ્યો હતો. તેણે કેન્દ્રના ઑક્સિજન ક્વૉટા નીતિમાં સુધારો કરવા પણ અનુરોધ કર્યો. કૉવિડ ઊછાળાના નવા તબક્કામાં બાળકો પણ પીડિતો હોઈ શકે તે તથ્ય તરફ નિર્દેશ કરતાં વિશ્લેષણોનો ઉલ્લેખ કરતાં, સર્વોચ્ચ ન્યાયાલયે પડકારને પહોંચી વળવા તૈયારીરૂપ વ્યવસ્થાનો આગ્રહ રાખ્યો છે. કરુણતા એ વાતની છે કે ઑક્સિજન ઉત્પાદન કરતાં સાધનો પર જીએસટીમાં રાહત આપવા કેન્દ્રએ નકાર્યું ત્યારે ન્યાયાલયોએ હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. એ પણ દુર્ભાગ્ય છે કે જ્યાં સુધી ન્યાયાલયોએ કેન્દ્રને ફટકાર્યું નહીં તયાં સુધી સરકાર ઝૂકી નહીં અને માનવતા ઢબે કાર્ય કર્યું નહીં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.