ETV Bharat / opinion

ભુખમરાથી થતાં મૃત્યુને ટાળો - Subsistence news

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ જાહેરાત કરી હતી કે આપણે કોવિડ રોગચાળાની બીજી લહેર દરમિયાન લોકોના જીવ અને જીવન નિર્વાહ બંનેને બચાવવાની જરુર છે. વિખ્યાત અર્થશાસ્ત્રી જીન ડ્રેઝે ચેતવણી આપી છે કે દેશ વ્યાપી લોકડાઉનને બદલે રાજ્યકક્ષાના પ્રતિબંધો અને લોકડાઉન લાગુ કરવામાં આવ્યા હોવા છતાય, આજીવિકા પર આવેલા સંકટને કારણે આખો દેશ આર્થિક રીતે ડૂબી શકે છે.

ભુખમરાથી થતાં મૃત્યુને ટાળો
ભુખમરાથી થતાં મૃત્યુને ટાળો
author img

By

Published : May 24, 2021, 2:19 PM IST

ન્યૂઝ ડેસ્ક: દેશના કરોડો લોકો માટે રોજના વેતનને આધારે રોજીરોટી મેળવે છે. જેમાં અસંગઠિત ક્ષેત્રના મોટાભાગના 45 કરોડ જેટલા લોકો આત્યંતિક ગરીબી તરફ જઇ રહ્યા છે. આવા કોવિડ મહામારી વચ્ચે ભુખમરા સાથે મોતને ભેટી શકે છે, આવા અસંગઠિત ક્ષેત્રના લોકોને ભુખમરાથી બચાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઘોષણા કરવામાં આવી હતી કે દેશના 10 કરોડ લોકોને મે અને જૂન મહિનામાં વ્યક્તિ દીઠ પાંચ કિલો અનાજ આપવામાં આવશે. જો કે બીજી ચોંકાવનારી બાબત એ છે કે 10 કરોડથી વધુ લોકો સસ્તા અનાજની દુકાનો પરથી અનાજ મેળવવા માટે અસમર્થ છે. કારણ કે વસ્તી ગણતરીમાં તેમના નામનો ઉલ્લેખ નથી. બીજા એવા લોકો પણ છે કે જેમની આંગળીની છાપ ભૂંસાઇ ગઇ છે અથવા તે સમય સાથે વિકૃત થઇ જતા બદલાઇ ગઇ છે. બાયમેમેટ્રિક મશીનો તેમની આંગળીના છાપને માન્યતા ન હોવાથી પીડીએસના આવા લાભાર્થીઓ પણ સબસિડીવાળા અનાજનો હિસ્સો મેળવવામાં અસમર્થ બન્યા છે.

જ્યારે કેન્દ્ર સરકારે ગરીબોને અનાજનો વધારાનો જથ્થો આપવાનું વચન આપ્યું છે., તો કેન્દ્ર સરકારે સ્થળાંતર મજૂરોને આવી કોઈ રાહત આપવાનો ઇનકાર કરી રહ્યો છે.. કેન્દ્ર સરકાર દલીલ કરી રહી છે કે દેશવ્યાપી લોકડાઉન લાદવામાં આવ્યું ન હોવાથી, પરપ્રાંતિય મજૂરો તેમના ગામોમાં પાછા આવી શકશે અને તેમના રેશનકાર્ડની મદદથી અનાજ મેળવી શકશે.

તે નોંધવું ભયાનક છે કે સરકારો સ્થળાંતરિત મજૂરોની બાબતમાં ઓછી પરેશાન છે. તેમનો દેશના જીડીપીમાં ફાળો 10 ટકા જેટલો છે. ગયા વર્ષે દેશભરમાં લોકડાઉનની ઘોષણા થયા બાદ તેઓ 39 ટકાથી વધુ સ્થળાંતર મજૂરોને રોજગાર મળી શક્યા નહોતા. લોકડાઉન ઇફેક્ટને કારણે તેમની આવકમાં 86 ટકાનો ઘટાડો થયો હતો. સ્થળાંતરીત મજૂરોને તેમના ગામોમાં પાછા જવા માટે ગયા વર્ષે આવી જ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. કેન્દ્ર કે રાજ્ય સરકારોએ મુશ્કેલીઓમાંથી પસાર થઇ રહેલા પરપ્રાંતિય મજૂરોને બચાવવા માટે કોઈ સાવચેતી પગલા લીધા હોય તેવું લાગતું નથી.

સુપ્રીમ કોર્ટે તેના તાજેતરના આદેશોમાં દિલ્હી, હરિયાણા અને ઉત્તરપ્રદેશની સરકારો સાથે, કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યા છે કે, દિવસના બે ભોજનની સાથે પરપ્રાંતિય મજૂરોને અન્ય કરિયાણું પણ પૂરી પાડવામાં આવે. પરપ્રાંતિયોને સ્વદેશ પાછા ફરવા સક્ષમ બનાવવા માટે પરિવહન વ્યવસ્થા કરવાની વાત પણ કરી હતી. દેશના અન્ય પ્રદેશોમાં પણ મજૂરોને સમાન સુવિધાઓ પૂરી પાડવી હિતાવહ છે. તેમ પણ સુપ્રિમ કોર્ટે તાંક્યું હતું.

આજીવિકા ગુમાવવાના કારણે અમૂર્ત ગરીબીમાં ગરકાવ થઇ ગયેલા પરિવારો ભૂખથી હાલાકી ભોગવી રહ્યા છે. અજીમ પ્રેમજી યુનિવર્સિટીના અભ્યાસ અહેવાલો અનુસાર, રોગચાળો ને કારણે 23 કરોડ ભારતીયોની દૈનિક આવક રૂપિયા 5375ના દૈનિક લઘુત્તમ વેતનથી નીચે આવી ગઇ છે. હવે કરોડો લોકો માટે ન તો કામ છે, ન ખાવાનું છે.

રાઇટ ટુ ફૂડ કેમ્પેઈન દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં સામે આવ્યું છે કે ગત વર્ષે લોકડાઉન અવધિ દરમિયાન 27 ટકા ભારતીયોને કોઈ પણ જાતનો ભોજન કર્યા વિના વારંવાર ભૂખ્યા રહેવું પડ્યું હતું. આવી માનવ દુર્ઘટના કદી પુનરાવર્તિત થવી જોઈએ નહીં. દેશના સરકારી વખારોમાં અનાજ હોય છે ..જેની માત્રા કટોકટીમાં જરૂરી જથ્થા કરતા 3 ગણું વધારે હોય છે. ત્યારે ગરીબ અથવા મધ્યમ વર્ગના હોય કે ન હોય તે ધ્યાનમાં લીધા વિના, જરૂર પડેલા બધાને મફત અનાજ આપવાનો સમય આવી ગયો છે. સરકારોએ કોવિડથી થતા મૃત્યુ ઉપરાંત ભૂખમરોના કારણે થતા મૃત્યુને યુદ્ધના ધોરણે પગલા ભરવા જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.