ન્યૂઝ ડેસ્કઃ હાલના દિવસોમાં ડ્રગ્સની અંધારી આલમ ઝડપી ગતીએ વિસ્તરી રહી છે. એક સમય એવા હતો જ્યારે, આ અંધારી આલમ સાથે માત્ર ડ્રગ સપ્લાય કરતી ગેંગના જ સંબંધો હતા. જોકે હવે એવું લાગે છે કે ડ્રગ્સ ના બંધાણીઓ આ અંધારી આલમ સાથે સીધો સંપર્ક ધરાવે છે. તાજેતરમાં જ બહાર આવ્યું છે કે ગ્રેટર હૈદરાબાદમાં ઘણા ડ્રગ્સ વ્યસની તેમની ડ્રગની આવશ્યકતા ની શોધમાં ડાર્ક વેબનો આશરો લઈ રહ્યા છે. અધિકારીઓએ શોધી કાઢ્યુ છે કે આ એક ખૂબ જ ખર્ચાળ પ્રક્રિયા છે અને જેઓ માટે મોટી રકમ ખર્ચ કરવી પરવડે તેમ છે તેઓ જ આ ડાર્ક વેબ નો આશરો લઈ શકે છે. આબકારી સ્રોતનો અંદાજ છે કે કેટલાક ઉપભોક્તા હવે ડાર્ક વેબ તરફ વળ્યા છે કારણ કે નાઇજિરિયન ગેંગ જે અહીં ડ્રગ્સ સપ્લાય કરતી હતી તે અન્ય શહેરોમાં સ્થળાંતર થઈ ગઈ છે.
કુરિયર સેવાઓ દ્વારા આયાત કરવામાં આવી રહ્યા ડ્રગ્સ
ડાર્ક વેબ એ એક અંધારી આલમ છે. સામાન્ય રીતે કમ્પ્યુટરનાં વપરાશકર્તાઓ ગૂગલ ક્રોમ, મોઝિલા ફાયરફોક્સ અને ઇન્ટરનેટ એક્સપ્લોરર જેવા બ્રાઉઝર્સ દ્વારા વેબ સર્ફિંગ કરે છે. પરંતુ ડાર્ક વેબ આથી અલગ છે. ટીઓઆર બ્રાઉઝર્સ અંધારી આલમમાં ઉપલબ્ધ છે. જો તમે ચોક્કસ રકમ અગાઉથી ચૂકવો છો તો તેનો ઉપયોગ કરવો શક્ય છે. આના દ્વારા માદક દ્રવ્યો, ગેરકાયદેસર શસ્ત્રો, માનવ તસ્કરી અને અન્ય કાળી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ વ્યવહારો કોઇ પણ જાતની તપાસ થી બચાવા માટે પ્રોક્સી સર્વરોના આધારે હાથ ધરવામાં આવે છે. તમામ નાણાકીય વ્યવહારો બિટકોઇન ચલણમાં થાય છે. બિટકોઇન્સને સ્થાનિક ચલણના બદલામાં ખૂબ અગાઉથી ઓનલાઇન ખરીદવા ની જરૂર રહેતી હોય છે. ભૂતકાળમાં, કેલ્વિનની ઘટના સાથે પ્રકાશમાં આવ્યું છે કે હૈદરાબાદ માં ડ્રગ્સ ખરીદનારાઓ આ અંધારી આલમમાં ભટકતા હોય છે. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એક્સાઇઝ એન્ફોર્સમેન્ટ ટીમે ટોલીવુડ ડ્રગ્સ કેસમાં મુખ્ય આરોપી ની પૂછપરછ કરી. એવું જાણવા મળ્યું હતું કે, ડ્રગ્સ વેબ પર ઓર્ડર મૂકી ને બિટકોઇન્સ ના રૂપમાં કરવામાં આવતી ચુકવણી દ્વારા વિદેશથી કુરિયર્સ દ્વારા ડ્રગ્સ ખરીદવા માં આવ્યા હતા. કસ્ટમ્સ અધિકારીઓ એ એરપોર્ટ્સ પર કુરિયર પાર્સલનું નિરીક્ષણ કર્યું હતું અને જાણવા મળ્યું હતું કે પાર્સલ પર ટપાલ ટિકિટ ના રૂપમાં એલસીડી ભરેલા હોવાથી તેમને કોઈ શંકા વિના પસાર કરવામાં આવ્યા હતા. એવી આશંકા છે કે ડ્રગ ડીલરો ની હિલચાલમાં તાજેતર ના ઘટાડાને કારણે ગ્રાહકો સીધા ડાર્ક વેબ પર ઓર્ડર આપી રહ્યા છે. એક તપાસ અધિકારી એ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય મુસાફરો ની ફ્લાઇટ્સ ઓછી થઈ હોવાને કારણે આ માર્ગ પસંદ કરવામાં આવ્યો કેમકે કાર્ગો સેવાઓ કોઈ વિક્ષેપ વિના ચાલતી હતી.
-ઈનાડુ, હૈદરાબાદ