- દરરોજ નવા પ્રયોગો માટે જાણીતું છે માઈક્રોસોફ્ટ
- એક્સબોક્સ ગેમ સ્ટ્રિમિંગ એપને આખરી ઓપ આપવામાં માઈક્રોસોફ્ટ વ્યસ્ત
- હાલમાં એક્સ-બોક્સ કન્સોલ કંપેનિયન એપને સપોર્ટ નથી કરતી
નવી દિલ્હીઃ માઈક્રોસોફ્ટ આધુનિક ટેક્નિક સાથે સાથે પગલા પાડી રહી છે. દરરોજ નવા પ્રયોગો માટે માઈક્રોસોફ્ટ જાણીતું છે. હવે તે કથિત રીતે વિન્ડોઝ પીસી માટે પોતાના 'એક્સ બોક્સ ગેમ સ્ટ્રિમિંગ' એપને આખરી ઓપ આપવામાં લાગી છે.
આ એપ પહેલી વખત વિન્ડોઝ પીસીમાં એક્સ ક્લાઉડ સ્ટ્રિમિંગ પણ લાવશે
આ એપમાં યુઝર્સ કંપનીની એક્સ ક્લાઉડ સેવાથી સ્ટ્રિમિંગ ગેમ સુધીની પહોંચ હાંસલ કરશે. હાલમાં આ નવા એક્સબોક્સ એપથી વિન્ડોઝ પીસી પર ગેમ સ્ટ્રિમ નથી કરી શકાતી. કારણ કે, હાલમાં એક્સ-બોક્સ કન્સોલ કંપેનિયન એપને સપોર્ટ નથી કરતી. ધ વર્જમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટ અનુસાર, આ નવી એપથી વિન્ડોઝ યુઝર્સ એક્સ-બોક્સ સિરીઝ વાળા એસઆર કન્સોલ અને એક્સ ક્લાઉડથી ગેમ સ્ટ્રિમ કરી શકશે. આ એપ પહેલી વખત વિન્ડોઝ પીસીમાં એક્સ ક્લાઉડ સ્ટ્રિમિંગ પણ લાવશે.
માઈક્રોસોફ્ટ આવતા મહિને વ્હાઈટ ન્યૂ ફોર ગેમિંગ શીર્ષકથી એક કાર્યક્રમ યોજશે
માઈક્રોસોફ્ટ વિન્ડોઝ પીસી પર અનુભવ સારો બનાવવા માટે 720પીની જગ્યાએ એક્સ-ક્લાઉટ માટે 1080પી સ્ટ્રિમ્સને તૈયાર કરી રહ્યું છે. માઈક્રોસોફ્ટ આવતા મહિને વ્હાઈટ ન્યૂ ફોર ગેમિંગ શીર્ષકથી એક કાર્યક્રમની યોજના બનાવી રહ્યા છે. આમાં કંપની વેબ અને આઈઓએસ માટે એક્સ-ક્લાઉડ યોજનાઓથી સંબંધિત જાહેરાત પણ કરી શકે છે.