નવી દિલ્હી: સેમસંગે શુક્રવારે કહ્યું કે, ગેલેક્સી નોટ 20 સિરીઝ દક્ષિણ કોરિયા, યુનાઇટેડ સ્ટેટ્સ, બ્રિટન અને થાઇલેન્ડ સહિત 70 દેશોમાં રજૂ કરવામાં આવી છે. સેમસંગનું આ નવું ઉપકરણ સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં 130 દેશોમાં ઉપલબ્ધ થઈ જશે.
ગેલેક્સી નોટ 20 સિરીઝનું અનાવરણ 5 ઓગસ્ટે ગેલેક્સી અનપેક્ડ ઇવેન્ટમાં કરવામાં આવ્યું હતું, જે બે મોડેલોમાં આવે છે. તેનું પ્રથમ મોડેલ સ્ટાન્ડર્ડ નોટ 20 અને બીજુ મોડેલ નોટ 20 અલ્ટ્રા છે.
યોનહાપ ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ, મહામારીના કારણે, સેમસંગે જણાવ્યું છે કે, ચેપની પરિસ્થિતિના આધારે નવા ઉપકરણની લોન્ચિંગ ઇવેન્ટ્સ અને પ્રમોશનલ પ્રવૃત્તિઓ દરેક દેશમાં અલગ અલગ હશે.
દક્ષિણ કોરિયાના વિશ્લેષકો અપેક્ષા રાખી છે કે, આ વર્ષે નોટ 20 સિરીઝનું વેચાણ આશરે 80 લાખ યુનિટ હશે, જેકે નોટ 10 સિરીઝ (લગભગ એક કરોડ) કરતા ઓછું છે.સેમસંગે જણાવ્યું કે, ભારતમાં તેના મેક ઇન ઇન્ડિયા ગેલેક્સી નોટ 20 સ્માર્ટફોન માટે પ્રી રજિસ્ટ્રેશને આ વર્ષે પાંચ લાખથી વધુનો આંકડો પાર કરી દીધો છે, જે ગયા વર્ષ ગેલેક્સી નોટ 10 સાથે મેળવેલા આંકડાથી બમણો છે.
દેશમાં 6.7 અંઇના ગેલેક્સી નોટ 20 (8 GB/256 GB) ને 77,999 રૂપિયાની મૂળ કીંમત સાથે લોન્ચ કરવામાં આવશે, જ્યારે 6.9 ઇંચની સ્ક્રીન સાથે ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા 5 G (12 GB/256 GB) દેશમાં 104,999 રૂપિયામાં ઉપલબ્ધ થશે.
ગેલેક્સી નોટ 20ની પ્રી બુકિંદ કરનાર ગ્રાહકોને 7000 રૂપિયાનો લાભ મળશે,જેણે સેમસંગ શોપ એપ, ગેલેક્સી બડ્સ પ્લસ,ગેલેક્સી બડ્સ લાઇવ, ગેલેક્સી વોચ અને ગેલેક્સી ટેબ્સ પર રીડિમ થઈ શકે છે.
આ ઉપરાંત, ગ્રાહકો જો HDFC બેંક ક્રેડિટ અને ડેબિટ કાર્ડ દ્વારા ચૂકવણી કરીને ગેલેક્સી નોટ 20 ની ખરીદી કરે છે તો તેના પર 6000 રૂપિયા સુધીની કેશબેક મેળવી શકે છે.
બેંક કેશબેક અને સેમસંગ શોપના ફાયદા સાથે દેશમાં ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા 5 Gની કિંમત 85,999 રૂપિયા હશે.
ગેલેક્સી વોચ 3ના ફીચર :
- ગેલેક્સી વોચ 3 બ્લડ ઓક્સિજન સુવિધા સાથે આવે છે, જે યૂઝર્સને સમયની સાથે ઓક્સિજન લેવલ માપવામાં અને ટ્રેક કરવામાં મદદ કરશે.
- ગેલેક્સી વોચ 3 પર નવી સેમસંગ હેલ્થ મોનિટર એપ્લિકેશન કફ-લેસ બ્લડ પ્રેશર અને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ માપદંડો પ્રદાન કરે છે, આ તે બજારોમાં ઉપલબ્ધ છે જ્યાં આ સુવિધાઓ અધિકૃત છે. ગેલેક્સી વોચ -3 ની કિંમત 41 મીમી એલટીઇ વેરિઅન્ટ માટે 449 અને બ્લૂટૂથ મોડેલ માટે 399 ડોલર છે.
ગેલેક્સી બડ્સ લાઇવના ફીચર:
- આ બડ્સ અગાઉના ગેલેક્સી બડસ કરતા મોટા, 12 mm સ્પીકરની સાથે AKG ધ્વનિ કુશળતા સાથે છે. ગેલેક્સી બડ્સ લાઇવ, મિસ્ટિક બ્રોન્ઝ, મિસ્ટિક બ્લેક અને મિસ્ટિક વ્હાઇટ રંગમાં ઉપલબ્ધ છે જેની કીંમત 14,990 છે.