- ગૂગલ દ્વારા લેવામાં આવ્યો મહત્વપૂર્ણ નિર્ણય
- Google Meet 1 કલાકથી વધુ સમય નહિ ચાલે
- ફ્રી માં સર્વિસનો ઉપયોગ કરનારાઓને પડશે અસર
ન્યૂઝ ડેસ્ક : Google Meet યુઝર્સ હવે માત્ર એક કલાક માટે જ વીડિયો કોલ કરી શકશે. ગૂગલ દ્વારા Gmail ના ઉપભોક્તાઓ માટે આ નવો નિર્ણય લેવામાં આવ્યો છે. જે લોકો ફ્રીમાં Google Meet નો ઉપયોગ કરે છે, તેમના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ચાલુ વીડિયો કોલમાં નોટિફિકેશન અપાશે
3 લોકો કે તેથી વધારે પાર્ટિસિપન્ટ્સ ધરાવતા તમામ વીડિયો કોલ્સ 60 મીનિટ સુધી મર્યાદિત રહેશે. 55મી મીનિટે તમામ લોકોને નોટિફિકેશન આવશે કે, 'તમારો કોલ પૂરો થવાનો છે, તેને લંબાવવા માટે અકાઉન્ટને અપગ્રેડ કરો.' જો અકાઉન્ટ અપગ્રેડ કરાવવામાં આવશે તો કોલ આગળ વધશે અથવા તો એક કલાક પૂર્ણ થતા જ કોલ આપમેળે કપાઈ જશે.