ગીર સોમનાથઃ એક તરફ કોરોના આકરો સંકટ છે તો બીજી બાજુ અનિચ્છિય બનાવો બની રહ્યાં છે. વેરાવળની ભાલકા સોસાયટીમાં કાયમી ઘર કંકાશથી કંટાળી આધેડની પુત્ર અને પત્નીએ હત્યા કરી છે. પહેલા ઝેર પાઈ હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કામ ન બનતાં અંતે બોથડ વસ્તુ માથામાં મારી મૃતદેહને હોડીઓ પાસે ફેંકી દીધો હતો. પોલીસે પુત્ર અને પત્નીની ધરપકડ કરી છે.
વેરાવળના ભાલકા વિસ્તારમાં રહેતા પ્રવીણ ડાલકી જે બીજા લોકો પાસેથી પૈસા ઉધાર લાવતા હોય અને કાયમી ઘરમાં ઝગડો કરતા હતાં. ત્યારે રોજના ઝગડાથી કંટાળી 10 મે ના રોજ પુત્ર સુનીલ અને પત્ની પાનીબેનને ઘરમાં ઝગડો થયો હતો. જેથી માતા-પુત્રએ કંટાળીને પ્રવીણને ઝેરી દવા પીવડાવી મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પ્રવીણનું મોત ન થતાં માથાના ભાગ પર બોછડ લાકડુ ફટકારી બાપને મોતને ઘાટ ઉતાર્યો હતો.
બાદમાં પુત્ર સુનિલે ઘરે પહોંચી માતા પાનીબહેને સુનીલના લોહીવાળા કપડા પણ સળગાવી નાખ્યાં હતા. આ ઘટના અંગે પોલીસને જાણ થતાં તપાસ હાથ ધરી હતી. પોલીસની કડક પુછપરછ બાદ અંતે પુત્ર સુનીલે ઘટનાની આખી હકીકત કહી કાયમી ઝગડાથી છૂટાકારો મેળવવા પોતે આ પગલું ભર્યાનું જણાવ્યું હતું. જેમાં માતા પાનીબેને પણ સહયોગ આપતાં પોલીસે માતા પુત્રની ધરપકડ કરી છે.
પોલીસને માહિતી મળી હતી કે, બંદર વિસ્તારમાં મૃતદેહ મળી આવ્યો છે. જેની તપાસ કરતાં સમગ્ન મામલો સામે આવ્યો હતો. આમ આ ઘટનામાં પોલીસે માતા અને પુત્રને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.