- માળીયાના મોટા દહીંસરા ગામે સગીરની હત્યા કરનાર બે ઝડપાયા
- પથ્થરોના ઘા ઝીંકી કરવામાં આવી હત્યા
- પ્રેમ સંબધ મામલે સગીરને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો
- બે શખ્સોએ ગુનાની કબૂલાત આપતા પોલીસે ધરપકડ કરી
મોરબી: માળિયાના મોટા દહીંસરા ગામે લાલા વલ્લભ દેલવાણીયા નામના સગીરની પથ્થરના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી, જેનો મૃતદેહ મોટા દહીંસરા ગામના તળાવ પાસેથી મળી આવ્યો હતો. આ બનાવ માળિયા પોલીસની ટીમની તપાસ દરમિયાન પ્રેમસંબંધને કારણે બન્યો હોવાનું ખુલ્યું હતું. જેમાં મૃતકને રમેશ પોપટભાઈ પરમારની દીકરી સાથે પ્રેમસંબંધ હોવાથી અને મોટા દહીંસરા ગામે દેવીપૂજક સમાજનો ધાર્મિક પ્રસંગ હોવાથી લોકોની ભીડ હોવાનો લાભ લઈને રમેશ પરમારનો દીકરો હરદેવ ઉર્ફે પ્રવીણ રમેશ પોપટભાઈ પરમાર અને કરણ ઉર્ફે કાનો રણજીત પરમારે હત્યાને અંજામ આપ્યો હતો, આ બંનેની સઘન પૂછપરછ કરતા તેમણે ગુનાની કબૂલાત આપી હતી અને મૃતકને માથામાં પથ્થરના ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યાનું ખુલ્યું હતું, જેથી પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.