- પ્રેમલગ્ન માટે યુવતીને મંજૂર ન મળતા 2 પરિવારો વચ્ચે તકરાર
- યુવક સહિત પરિવારના 6 લોકો સામે ફરિયાદ
- યુવક યુવતીએ કર્યા હતા પ્રેમ લગ્ન
સુરતઃ બારડોલીમાં પ્રેમ લગ્ન કરનારા યુવક યુવતીના પરિવારજનો વચ્ચે થયેલી બબાલ દરમિયાન યુવકના પરિવારજનોએ યુવતીના પરિવાર પર હુમલો કર્યો હતો. યુવકના પિતાએ યુવતીના પિતા પર ચપ્પુ દ્વારા હુમલો કરતા ચકચાર મચી હતી. પોલીસે યુવકના પરિવારજનો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
બારડોલીમાં બે મહિના પૂર્વે થયેલા પ્રેમ લગ્ન બાબતે યુવક યુવતીના પરિવાર વચ્ચેનો વિવાદ મારામારી સુધી પહોંચી ગયો હતો. ગત મોડીરાત્રે બંને પક્ષો વચ્ચે તકરાર થઇ હતી. પોલીસે યુવતીના પિતાની ફરિયાદને આધારે યુવક અને તેના પરિવારના 6 લોકો વિરુદ્ધ બારડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
બંન્ને પરિવાર વચ્ચે તકરાર
આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલીના આશીફખાન જુલ્ફીકાર ખાન બારડોલી કડોદરા રોડ પર બ્લ્યુ ડાયમંડ નામની હોટલ ચલાવે છે. તેમની નાની દીકરીએ યાસીન મેમણના પુત્ર એલિસ સાથે 2 મહિના પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા. જે આશીફખાન અને તેમના પરિવારને મંજૂર ન હોવાથી બંને પરિવાર વચ્ચે તકરાર ચાલતી હતી. આ મામલે 23મી સપ્ટેમ્બરના રોજ બંને પરિવારો વચ્ચે મારમારી થતાં બારડોલી પોલીસ મથકમાં સામસામે ફરિયાદ નોંધાઈ હતી.
યુવતીના પિતા પર ચપ્પુ વડે હુમલો
આશીફખાન તેમાં પરિવારજનોએ સાથે નાનાભાઈ આબિદ ખાનના ઘરના બગીચામાં બેઠા થતાં તે સમયે યાસીન મેમણ તેના સાગરીત જીગા ટેલર, અન્ય એક અજાણ્યો ઈસમ, યાસીન મેમણના બે પુત્રો આફતાબ અને એલિસ તેમજ યુનુસ મેમણ ગત રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ ત્યાં આવી પહોંચ્યા હતા અને ત્યાં બેઠેલા આશીફ ખાન અને તેમના પરિવારના લોકો સાથે બોલાચાલી કરી હુમલો કર્યો હતો. યુનુસ મેમણે આશીફખાનના બંને હાથ પકડી રાખી યાસીને તેના પર ચપ્પુ વડે હુમલો કરતાં આશીફખાન નીચે પડી ગયા હતા.
તે દરમિયાન આબિદ ખાનને એલિસે સ્ટીલના પાઇપ વડે માર મારતા હાથમાં ફ્રેકચર કર્યું હતુ.આશીફ ખાનના દીકરા અને ભત્રીજાને પણ એલિસ અને યાસીન મેમણે પાઇપ અને બેટ વડે માર માર્યો હતો. બૂમાબૂમ થતાં આજુબાજુમાંથી લોકો દોડી આવતા યાસીન અને તેના સાગરીતો નાસી છૂટ્યા હતા. જ્યારે આશીફખાન સહિત ઇજાગ્રસ્તોને સારવાર અર્થે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
હત્યાના પ્રયાસોનો નોંધાયો ગુનો
સમગ્ર ઘટના અંગે આશીફ ખાને યાસીન કાદર મેમણ, જીગા ટેલર, અજાણ્યો શખ્સ, આફતાબ યાસીન મેમણ, એલિસ યાસીન મેમણ અને યુનુસ મેમણ સહિત 6 લોકો વિરુદ્ધ બારડોલી પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે હત્યાનો પ્રયાસ અને મારમારીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.