ખાર્તૂમઃ સુદાનમાં સુદાની સૈન્ય અને આરએએફ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં શનિવારે એક હુમલામાં 22 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઓમડ્ડુરમેન સિટી પર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. રેસિડેન્ટલ એરિયામાં આ હુમલો કરાયો હતો. આ હુમલામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. સુદાન સૈન્ય અને રેપિડ સપોર્ટ ફોર્સ વચ્ચે ખટરાગ ચાલી રહ્યો છે. સૌથી ઘાતક હુમલા પૈકીનો આ હુમલો માનવામાં આવે છે. ગત મહિને ખાર્તુમમાં થયેલા હવાઈ હુમલામાં પાંચ બાળકો સહિત ઓછામાં ઓછા 17 લોકો મોતને ભેટ્યા હતા.
મોટા આરોપ મૂક્યાઃ આરએસએફએ સેના પર ઓમદુરમનના રહેણાંક જિલ્લાઓ પર હુમલો કરવાનો આરોપ મૂક્યો છે, જ્યાં હરીફ જૂથો વચ્ચે હિંસા ભડકી છે. આરએસએફએ સેના પર ઓમદુરમાનના રહેણાંક વિસ્તારોમાં હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. એવું મીડિયા રીપોર્ટમાંથી જાણવા મળ્યું છે. આરએસએફએ એક નિવેદનમાં કહ્યું કે, આ હુમલામાં 31 લોકો મૃત્યું પામ્યા હતા.
નિંદા કરીઃ આરએસએફએ સુદાનની સેના દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાની સખત નિંદા કરી છે. જૂથે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સુદાનની સશસ્ત્ર દળો (એસએએફ) દ્વારા કરવામાં આવેલા આ ક્રૂર હુમલામાં 31 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. ઘણા નાગરિકો ઈજા પામ્યા હતા. ઓમદુરમનના બે રહેવાસીઓના જણાવ્યા અનુસાર હુમલાના ગુનેગારોની ઓળખ કરવી મુશ્કેલ હતી. આ વિસ્તારમાં આરએસએફના જવાનો પર સેનાના વિમાનો દ્વારા નિયમિતપણે હુમલો કરવામાં આવે છે. અર્ધલશ્કરી જૂથે ડ્રોન અને વિમાન વિરોધી શસ્ત્રોનો ઉપયોગ કરીને જવાબી કાર્યવાહી કરી હતી. જોકે, અખાતી દેશ બાજુ પર આ પ્રકારના હુમલાને ગંભીરતાથી લેવામાં આવી રહ્યા છે. આ પહેલા પણ અફઘાનિસ્તાનમાં થયેલી લડાઈ વખતે પણ મુદ્દાની વૈશ્વિક અસર ઊભી થઈ હતી.