- ગ્રીસ અને તુર્કીમાં તીવ્ર ભૂકંપના આંચકો
- આ ઘટનામાં 4 મોત, 120 ઘાયલ
- ઇઝમિરમાં 20 ઇમારતો ધરાશાયી
ઇસ્તાંબુલ: તુર્કી અને ગ્રીસમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર આવેલા ભૂકંપની તીવ્રતા 7.0 માપવામાં આવી છે. યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વેએ આ માહિતી આપી હતી. મળતી માહિતી મુજબ ભૂકંપના કારણે અનેક ઇમારતો ધરાશાયી થઈ છે. ભૂકંપથી અત્યાર સુધીમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં છે અને 120 લોકો ઘાયલ થયા છે.
ભૂકંપની તીવ્રતા
એજિયન સમુદ્રમાં આવેલા તીવ્ર ધરતીકંપથી તુર્કી અને ગ્રીસને હચમચાવી મૂક્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર તુર્કીના પશ્ચિમ ઇઝ્મિર પ્રાંતમાં ઘણી ઇમારતોને નુકસાન થયું છે, પરંતુ ઇમરજન્સીની કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. તુર્કીની હોનારત અને ઇમરજન્સી મેનેજમેન્ટ પ્રેસિડેન્સીએ જણાવ્યું હતું કે, શુક્રવારનો ભૂકંપનું 16.5 કિલોમીટરની ગહરા પર એજીયનમાં કેન્દ્ર હતું અને તેની 6.6ની તીવ્રતા હતી.
યુરોપિયન-ભૂમધ્યસાગરી ભૂકંપીય કેન્દ્રએ કહ્યું કે, ભૂકંપની 6.9ની પ્રારંભીક તીવ્રતા હતી. જે સમોસના ગ્રીક ટાપુથી 13 કિલોમીટર ઉત્તર પૂર્વમાં નોધાયું. જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સના ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અહેવાલ આપ્યો છે કે ભૂકંપની તીવ્રતા 7.0 હતી.
તુર્કીના મીડિયાએ ઇઝમિરમાં એક બહુમાળી બિલ્ડિંગના કાટમાળ બતાવ્યો હતો. જેમાં લોકોનુ રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે.
તુર્કીના ત્રીજા સૌથી મોટા શહેરમાં પણ અસર
ઇઝ્મિરના મેયર ટુનક સોયરે CNN તુર્કને જણાવ્યું હતું કે લગભગ 20 ઇમારતો ધરાશાયી થઈ છે. આ શહેર અંદાજીત 4,5 મિલિયન રહેવાસીઓ સાથે તુર્કીનું ત્રીજું સૌથી મોટું શહેર છે. તુર્કીના ગૃહ પ્રધાને ટ્વીટ કર્યું હતું કે ભૂકંપથી ઇઝમિરમાં છ બિલ્ડિંગોને નુકસાન થયું છે. જ્યારે અન્ય છ પ્રાંતોમાં કેટલીક ઇમારતોમાં પણ નાની તિરાડો પડી છે.
ઇઝ્મિરના રાજ્યપાલે કહ્યું કે, જાનહાનિની તાત્કાલિક કોઈ માહિતી નથી
તુર્કીના મીડિયાએ જણાવ્યું કે, ભૂકંપનો આંચકો ઇસ્તંબુલ સહિત એજીયન અને મર્મારા વિસ્તારોમાં અનુભવાયો હતો. ઇસ્તંબુલના રાજ્યપાલે કહ્યું કે, શહેરમાં કોઈ નુકસાન થયાના સમાચાર નથી. પૂર્વી ગ્રીક ટાપુઓ અને યૂનાની રાજધાની એથેન્સમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.