તુર્કી: 6 ફેબ્રુઆરીએ તુર્કીમાં આવેલા પ્રચંડ ભૂકંપે તારાજી સર્જી હતી. ત્યારબાદ અનેક વખત આફ્ટરશોક્સ અને ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગુરુવારે સાંજે પણ અહીં ધરતી ધ્રૂજી ઉઠી હતી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5ની નોંધાઈ હતી. હવામાન અને ભૂકંપની બેવડી અસરનો સામનો કરી રહેલા લોકો માટે અહીં જીવવું પણ મુશ્કેલ બની રહ્યું છે.
47 હજારથી વધુ લોકોના મોત: ઉલ્લેખનીય છે આ મહિનાની શરૂઆતમાં આવેલા ભૂકંપમાં સીરિયા અને તુર્કીમાં અત્યાર સુધીમાં 47 હજારથી વધુ લોકો મોતને ભેટી ચૂક્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે હજી મૃતકોની સંખ્યા વધી શકે છે કારણ કે કાટમાળમાંથી મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે આ અઠવાડિયે તુર્કીના હેતાય પ્રાંતમાં 6.4ની તીવ્રતાના આવેલા ભૂકંપમાં ઘણી જર્જરિત ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી.
આ પણ વાંચો: Earthequake in Tajikistan: તાજિકિસ્તાનના મુર્ગોબમાં 6.8ની તીવ્રતાએ આવ્યો ભૂકંપ
મૃતદેહોની શોધખોળ: તુર્કીના ગૃહ પ્રધાન સુલેમાનએ જણાવ્યું હતું કે દેશમાં 6 ફેબ્રુઆરીએ આવેલા ભૂકંપથી મૃત્યુનો આંકડો વધીને 43,556 થઈ ગયો છે. જો સીરિયામાં ભૂકંપથી માર્યા ગયેલા લોકોને પણ તેમાં સામેલ કરવામાં આવે તો અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં અત્યાર સુધી 47,244 લોકોએ જીવ ગુમાવ્યા છે. સોયુલે ટીઆરટી સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે હેતાય પ્રાંતમાં ભૂકંપથી નાશ પામેલી બે ઇમારતોમાં મૃતદેહોની શોધ ચાલુ છે, જ્યારે અન્ય સ્થળોએ બચાવ કાર્ય પૂર્ણ થઈ ગયું છે.
આ પણ વાંચો: Brazil Carnival: બ્રાઝિલમાં રાજધાની રિયો ડી જાનેરો સહિત સમગ્ર દેશના કાર્નિવલ શરૂ, થશે દમાકેદાર પર્ફોર્મન્સ
1,64,000 ઈમારતો ધરાશાયી: તુર્કીના પર્યાવરણ અને શહેરીકરણપ્રધાન મુરાત કુરુમે જણાવ્યું કે ભૂકંપના કારણે લગભગ 1,64,000 ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે અથવા તો એટલી જર્જરિત થઈ ગઈ છે કે તેને તોડી પાડવાની જરૂર છે. ઉત્તર પશ્ચિમમાં વ્હાઇટ હેલ્મેટ તરીકે ઓળખાતા સ્થાનિક નાગરિક સંરક્ષણે જણાવ્યું હતું કે હજારો બાળકો અને તેમના પરિવારોએ અન્ય ભૂકંપના ભયથી કાર અથવા તંબુઓમાં આશ્રય લીધો હતો.
રેસ્ક્યુ ઓપરેશન: તુર્કીમાં ભૂકંપ બાદ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. સતત મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. ભારતે આ બચાવ અભિયાનમાં તુર્કીની સહાય કરી હતી. NDRFની ટીમો અને રાહત સામગ્રી પહોંચાડવામાં આવી હતી. ભારતીય સેનાએ તુર્કીમાં પોતાની હોસ્પિટલ પણ બનાવી હતી જ્યાં ઈજાગ્રસ્તોને સારવાર મળી હતી.
(ભાષા ઇનપુટ)