ETV Bharat / international

Stormy Daniels Case: જ્યુરીના નિર્ણય પર ટ્રમ્પે આપ્યું આ નિવેદન કહ્યું, 'વિચ-હન્ટ' જો બિડેન પર કરશે અસર - ગ્રાન્ડ જ્યુરી ટ્રમ્પને દોષિત ઠેરવવા માટે મત

ન્યૂયોર્કના રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિ અને ટ્રમ્પ વિક્ટરી ઈન્ડિયન-અમેરિકન ફાયનાન્સ કમિટીના કો-ચેર અલ મેસને કહ્યું કે, તે 100 ટકા રાજકીય છે. તેમણે કહ્યું કે, આ વિચ હન્ટ પછી ટ્રમ્પ વધુ મજબૂત બનશે. તેમને ક્યારેય ઓછો આંકશો નહીં.

Stormy Daniels Caseમાં જુરીના નિર્ણય પર ટ્રંપે આપ્યું આ નિવેદન કહ્યું, 'વિચ-હન્ટ' જો બિડેન પર કરશે અસર

author img

By

Published : Mar 31, 2023, 2:03 PM IST

Updated : Mar 31, 2023, 2:39 PM IST

ન્યૂયોર્કઃ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પર લાગેલા આરોપોને "રાજકીય ઉત્પીડન અને ઈતિહાસના સર્વોચ્ચ સ્તરે ચૂંટણીમાં હસ્તક્ષેપ" ગણાવ્યા છે. ટ્રમ્પે કહ્યું કે, આ 'વિચ-હન્ટ' વર્તમાન રાષ્ટ્રપતિ જો બિડેન પર ભારે અસર કરશે. મેનહટનમાં એક જ્યુરીએ પોર્ન સ્ટારને ગુપ્ત રીતે ચૂકવણી કરવામાં ટ્રમ્પની ભૂમિકા બદલ દોષી ઠેરવવા માટે મતદાન કર્યું છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં ટ્રમ્પ વિરુદ્ધ કેસ શરૂ થવાની આશા છે.

આ પણ વાંચો: World Bank New Prez : બાઈડેનની પસંદગી પૂર્વ માસ્ટરકાર્ડ સીઈઓ અજય બંગા વિશ્વ બેંકના પ્રમુખ બનવા માટે તૈયાર

ટ્રમ્પ વિરુદ્ધ વિચ-હન્ટ શરૂ: માહિતી અનુસાર, ડિસ્ટ્રિક્ટ એટર્ની, એલ્વિન એલ. બ્રેગ માટે કામ કરતા વકીલો ટ્રમ્પને શરણાગતિ સ્વીકારવા અને આરોપોનો સામનો કરવા કહેશે. રિપોર્ટ અનુસાર, આ સમાચારો પર પ્રતિક્રિયા આપતા પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકાના ઈતિહાસમાં આ સૌથી મોટી રાજકીય ઉત્પીડન અને ચૂંટણીમાં હસ્તક્ષેપ છે. તેણે કહ્યું કે, જ્યારથી હું ટ્રમ્પ ટાવરમાં ગોલ્ડન એસ્કેલેટરથી નીચે આવ્યો છું અને મેં ચૂંટણી લડવાની જાહેરાત કરી, હું રાષ્ટ્રપતિ બન્યો તે પહેલા જ મારી વિરુદ્ધ વિચ-હન્ટ શરૂ કરવામાં આવી હતી.

શું છે ટ્રમ્પનો આરોપ: ટ્રમ્પે આરોપ લગાવ્યો હતો કે, કટ્ટરપંથી ડાબેરી ડેમોક્રેટ્સ આ બધું કરી રહ્યા છે. તેઓ આ દેશના મહેનતુ સ્ત્રી-પુરુષોના દુશ્મન છે. આ બધા 'મેક અમેરિકા ગ્રેટ અગેઇન' આંદોલનને નષ્ટ કરવા માટે કામ કરી રહ્યા છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ આક્ષેપ કર્યો હતો કે, ડેમોક્રેટ્સે મારી સામે કાર્યવાહી કરવાના જુસ્સામાં જૂઠું બોલ્યું, છેતરપિંડી કરી અને ચોરી કરી. તેમણે કહ્યું કે, તે અકલ્પનીય છે કે કેવી રીતે એક સંપૂર્ણ નિર્દોષ વ્યક્તિને નિયમોના સમૂહ અનુસાર શિકાર બનાવવામાં આવે છે.

આ પણ વાંચો: H-1B વિઝા પર યુએસ કોર્ટના નિર્ણયથી હજારો ભારતીયોને થશે ફાયદો, જાણો શું છે આ નિર્ણય

વિચ-હન્ટ જો બિડેનને મોંઘુ પડશે: ન્યૂયોર્ક શહેરમાં અપરાધ અભૂતપૂર્વ ટોચ પર છે. જેને રોકવામાં સરકાર અસમર્થ છે. તેમણે કહ્યું કે, ગુનાખોરી રોકવાને બદલે જૉ બિડેનના ગંદા કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, સરકાર હત્યા, ચોરી અને અન્ય ગુનાઓને નજરઅંદાજ કરી રહી છે. તેના પર તેણે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેણે કહ્યું કે, તે માને છે કે આ વિચ-હન્ટ જો બિડેનને મોંઘુ પડશે. અમેરિકન લોકોને ખરેખર ખ્યાલ છે કે, કટ્ટરપંથી ડાબેરી ડેમોક્રેટ્સ અહીં શું કરી રહ્યા છે. દરેક વ્યક્તિ તેને જોઈ શકે છે.

Last Updated : Mar 31, 2023, 2:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.