પેરિસ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફ્રાંસ પ્રવાસનો આજે બીજો દિવસ છે. પેરિસમાં 'બેસ્ટીલ ડે' પરેડ શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'બેસ્ટીલ ડે' પરેડના મુખ્ય અતિથિ છે. તેમની સાથે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન પણ છે. આ વર્ષે બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની 25મી વર્ષગાંઠ પણ છે. આ પરેડમાં ફ્રેન્ચ જેટની સાથે ભારતીય વાયુસેનાના રાફેલ ફાઈટર જેટ પણ દેખાઈ રહ્યા છે.
-
#WATCH | Indian Air Force's Rafales participate in the flypast at Bastille Day parade in Paris, France pic.twitter.com/uYG1TJxC7z
— ANI (@ANI) July 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Indian Air Force's Rafales participate in the flypast at Bastille Day parade in Paris, France pic.twitter.com/uYG1TJxC7z
— ANI (@ANI) July 14, 2023#WATCH | Indian Air Force's Rafales participate in the flypast at Bastille Day parade in Paris, France pic.twitter.com/uYG1TJxC7z
— ANI (@ANI) July 14, 2023
બેસ્ટિલ ડે પરેડ: મેક્રોને ટ્વિટર પર કહ્યું કે, 'ભારત અને ફ્રાન્સ વિશ્વાસ અને મિત્રતા પર બનેલી વ્યૂહાત્મક ભાગીદારીના 25 વર્ષની ઉજવણી કરી રહ્યા છે, જે સમયની સાથે વધુ મજબૂત થઈ રહી છે. પ્રિય નરેન્દ્ર મોદી, પેરિસમાં આપનું સ્વાગત છે. આ વખતે ભારતીય ત્રિ-સેવાઓની ટુકડી બેસ્ટિલ ડે પરેડનો ભાગ છે, જ્યારે ત્રણ ભારતીય વાયુસેના રાફેલ ફાઇટર જેટ પણ લશ્કરી ટુકડીના ભાગ રૂપે પેરિસમાં ચેમ્પ્સ એલિસીસ પર બેસ્ટિલ ડે ફ્લાયપાસ્ટમાં ભાગ લઈ રહ્યા છે.
-
#WATCH | French President Emmanuel Macron waves at the people gathered to witness the Bastille Day parade in Paris. pic.twitter.com/qCbh8uwAOo
— ANI (@ANI) July 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | French President Emmanuel Macron waves at the people gathered to witness the Bastille Day parade in Paris. pic.twitter.com/qCbh8uwAOo
— ANI (@ANI) July 14, 2023#WATCH | French President Emmanuel Macron waves at the people gathered to witness the Bastille Day parade in Paris. pic.twitter.com/qCbh8uwAOo
— ANI (@ANI) July 14, 2023
6,300 સૈનિકો: બેસ્ટિલ ડે પરેડ એ દિવસની ઉજવણીની વિશેષતા છે, જે 1789માં ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન બેસ્ટિલ જેલ, એક પ્રાચીન શાહી કિલ્લા પર તોફાન થયાની વર્ષગાંઠને ચિહ્નિત કરે છે. આ વર્ષની બેસ્ટિલ ડે પરેડમાં વિવિધ માર્ચિંગ ટુકડીઓમાં લગભગ 6,300 સૈનિકો હશે. તેમાં ભારતીય સેના, નેવી અને એરફોર્સની ત્રિ-સેવા ટુકડીનો સમાવેશ થાય છે.
-
#WATCH | Prime Minister Narendra Modi meets other dignitaries at the Bastille Day Parade in Paris, France.
— ANI (@ANI) July 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
He is attending the parade as the Guest of Honour. pic.twitter.com/A717XTYvux
">#WATCH | Prime Minister Narendra Modi meets other dignitaries at the Bastille Day Parade in Paris, France.
— ANI (@ANI) July 14, 2023
He is attending the parade as the Guest of Honour. pic.twitter.com/A717XTYvux#WATCH | Prime Minister Narendra Modi meets other dignitaries at the Bastille Day Parade in Paris, France.
— ANI (@ANI) July 14, 2023
He is attending the parade as the Guest of Honour. pic.twitter.com/A717XTYvux
વિશેષ આયોજન: પંજાબ રેજિમેન્ટે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન સપ્ટેમ્બર 1915માં ફ્રાન્સમાં ન્યુવે ચેપલ નજીક આક્રમણમાં ભાગ લીધો હતો. રેજિમેન્ટે બીજા વિશ્વયુદ્ધમાં 16 બેટલ ઓનર અને 14 થિયેટર ઓનર પણ જીત્યા હતા. અગાઉ, સંરક્ષણ મંત્રાલયે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે ભારતીય સેનાની ટુકડીમાં 77 માર્ચિંગ કર્મચારીઓ અને બેન્ડના 38 સભ્યોનો સમાવેશ થાય છે, જેનું નેતૃત્વ કેપ્ટન અમન જગતાપ કરી રહ્યા છે.