માલે(માલદીવ): માલદીવની રાજધાનીમાં બુધવારે મોડી રાત્રે એક ઈમારતમાં આગ ફાટી નીકળતાં 10 લોકોના મોત થયા હતા અને અન્ય ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.(MALDIVES FIRE MANY INDIAN died) જણાવવામાં આવી રહ્યું છે કે, મૃતકોમાં ભારતીય નાગરિકો પણ સામેલ છે. ભારતીય હાઈ કમિશને એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, "માલેમાં લાગેલી દુ:ખદ આગની ઘટનાથી અમે ખૂબ જ દુઃખી છીએ, જેમાં ભારતીય નાગરિકો સહિત અનેક લોકોના જીવ ગયા હોવાના અહેવાલ છે. અમે માલદીવના અધિકારીઓના સંપર્કમાં છીએ."
ગેરેજમાં આગ ફાટી નીકળી: ન્યૂઝ પોર્ટલ સનઓનલાઈન ઈન્ટરનેશનલના જણાવ્યા અનુસાર, મવાયો મસ્જિદ પાસેના એમ. નિરુફેહી વિસ્તારમાં બપોરે લગભગ 12.30 વાગ્યે આગ લાગી હતી. માલેમાં એક ગેરેજમાં આગ ફાટી નીકળી હતી જે ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થિત છે, જ્યારે સ્થળાંતર કામદારો પહેલા માળે રહેતા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ક્વાર્ટરમાં માત્ર એક જ બારીમાંથી વેન્ટિલેશન હતું.
7 મૃત મળી આવ્યા: માલદીવ્સ નેશનલ ડિફેન્સ ફોર્સ ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસે જણાવ્યું હતું કે 28 લોકોને બિલ્ડિંગમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે 9 ગુમ થયા હોવાના અહેવાલ છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, તેમાંથી 7 મૃત મળી આવ્યા હતા, જ્યારે બેને ગંભીર હાલતમાં ઈન્દિરા ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અડધો ભાગ કામદારોનો: ફાયર ફાઈટરોએ બાદમાં ઈમારતમાંથી વધુ 2 મૃતદેહો બહાર કાઢ્યા હતા. આગ સવારે 4.34 કલાકે કાબૂમાં આવી હતી. વિદેશી પુરુષોની 2,50,000 વસ્તીમાંથી લગભગ અડધો ભાગ કામદારોનો છે, જેમાં મોટાભાગે બાંગ્લાદેશ, ભારત, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકાના કામદારો છે.