ETV Bharat / international

Jo Johnson Resigns: પૂર્વ PM બોરિસ જોન્સનના ભાઈએ છોડી અદાણી ગ્રુપ કંપની - અદાણી જૂથની કંપનીઓ પર છેતરપિંડીનો આરોપ

બ્રિટનના પૂર્વ PM બોરિસ જોન્સનના ભાઈએ અદાણી સંબંધિત કંપનીના ડિરેક્ટર તરીકે રાજીનામું આપ્યું છે. બોરિસ જોન્સનના ભાઈ લોર્ડ જો જોન્સને અદાણી એન્ટરપ્રાઈઝ સાથે સંબંધિત કંપનીના નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું છે.

પૂર્વ PM બોરિસ જોન્સનના ભાઈનું અદાણી ગ્રુપની કંપનીમાં

author img

By

Published : Feb 3, 2023, 6:13 PM IST

લંડન: બ્રિટનના પૂર્વ PM બોરિસ જોન્સનના ભાઈએ અદાણી સંબંધિત કંપનીના ડિરેક્ટર તરીકે રાજીનામું આપ્યું છે. જોન્સનના નાના ભાઈ લોર્ડ જો જોન્સને અદાણી એન્ટરપ્રાઈઝ સાથે સંબંધિત યુકેની રોકાણ કંપનીના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું છે.

બોરિસ જોન્સનના ભાઈએ આપ્યું રાજીનામું: અદાણી એન્ટરપ્રાઇઝે ગઈકાલે તેની 20,000 કરોડની ફોલો-ઓન પબ્લિક ઓફરિંગ FPO પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. 51 વર્ષીય લોર્ડ જોન્સને ગયા વર્ષે જૂનમાં લંડન સ્થિત એલારા કેપિટલના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જેમણે બુધવારે રાજીનામું આપ્યું હતું. એમ યુકે કંપનીઝ હાઉસના આંકડાઓને ટાંકીને ધ ફાઇનાન્સિયલ ટાઇમ્સે અહેવાલ આપ્યો હતો. તે જ દિવસે અદાણી ગ્રુપે FPO પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો હતો.

અદાણી જૂથની કંપનીઓ પર છેતરપિંડીનો આરોપ: ઈલારા એક મૂડી બજાર કંપની છે જે ભારતીય કંપનીઓ માટે ભંડોળ એકત્ર કરવાનું કામ કરે છે. આ કંપની એફપીઓના બુકરનરમાં પણ સામેલ હતી. લોર્ડ જોન્સને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમને કંપનીની સ્થિતિ વિશે ખાતરી આપવામાં આવી હતી અને તેમણે આ ક્ષેત્રમાં ઓછી જાણકારીને કારણે ડિરેક્ટર તરીકે રાજીનામું આપ્યું હતું. સામે આવેલી માહિતી પ્રમાણે યુએસ સ્થિત રિસર્ચ ફર્મ હિંડનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી જૂથની કંપનીઓ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યા બાદ ઇલારાનો એસેટ મેનેજમેન્ટ બિઝનેસ ચર્ચામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Adani dropped from Dow Jones:અદાણી ગ્રુપ ડાઉ જોન્સ સસ્ટેનેબિલિટી ઇન્ડેક્સમાંથી બહાર

FPO પાછો ખેંચવાનો નિર્ણય: ભારતમાં FPO પાછો ખેંચવાનો નિર્ણય કર્યાના એક દિવસ પછી અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે અમને બજારની વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે 20,000 કરોડના શેર સાથે આગળ વધવું એ નૈતિક રીતે યોગ્ય નથી. અદાણીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ એફપીઓ પછી, બુધવારે તેને પાછું ખેંચવાના નિર્ણયથી ઘણાને આશ્ચર્ય થયું હતું.

આ પણ વાંચો: Gautam Adani Net Worth Fall: હવે ટોપ-20 ધનિકોના લિસ્ટમાંથી ગૌતમ ગાયબ

ઇલારા કેપિટલની સ્થાપના: 2002માં રાજ ભટ્ટ દ્વારા ઇલારા કેપિટલની સ્થાપના મૂડી બજારોના વ્યવસાય તરીકે કરવામાં આવી હતી. જેમાં GDRs (ગ્લોબલ ડિપોઝિટરી રિસિપ્ટ્સ), FCCBs (ફોરેન કરન્સી કન્વર્ટિબલ બોન્ડ્સ) અને લંડન AIM દ્વારા ભારતીય કોર્પોરેટ માટે ભંડોળ ઊભું કરવામાં આવ્યું હતું. તેની પાસે ન્યૂયોર્ક, સિંગાપોર, મુંબઈ, અમદાવાદ અને લંડનમાં સંપૂર્ણ લાઇસન્સવાળી ઓફિસો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.