ETV Bharat / international

Israel Hamas Conflict : અમેરિકા ઇઝરાયેલની મદદ માટે આગળ આવ્યું, હથિયારોથી સજ્જ વિમાન મોકલ્યું - Gaza under attack

ઇઝરાયેલ-હમાસ યુદ્ધ શરૂ થયાને ચાર દિવસ થઈ ગયા છે. આ યુદ્ધમાં લગભગ 1200 લોકોએ જીવ ગુમાવ્યા છે. 2800 થી વધુ ઘાયલ થયા છે. આ બધાની વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ બાયડન સતત ઈઝરાયેલના સંપર્કમાં છે.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 11, 2023, 9:15 AM IST

તેલ અવીવઃ ઈઝરાયેલ-હમાસ યુદ્ધને 4 દિવસ થઈ ગયા છે. મળતી માહિતી મુજબ આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 1,200 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે હમાસે આ યુદ્ધ શરૂ કર્યું હતું, પરંતુ ઈઝરાયેલ તેને ખતમ કરશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને પણ કડક વલણ અપનાવ્યું અને કહ્યું કે અમેરિકા ઇઝરાયેલ સાથે ઉભું છે. તે દરેક શક્ય રીતે મદદ કરશે. આ સંબંધમાં અમેરિકન હથિયારોથી સજ્જ એક વિમાન મંગળવારે મોડી સાંજે દક્ષિણ ઇઝરાયેલ પહોંચી ગયું છે. આ માહિતી ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) દ્વારા આપવામાં આવી છે.

  • US President Joe Biden says, "Parents butchered using their bodies to try to protect their children - stomach-turning reports of babies being killed, entire families slain. Young people massacred while attending a musical festival to celebrate peace... Women were raped,… pic.twitter.com/ofJVBpV3GS

    — ANI (@ANI) October 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અમેરિકાએ ઈઝરાયેલને યુદ્ધ સામગ્રી પહોંચાડવાનું શરૂ કર્યું : ઇઝરાયેલી સંરક્ષણ દળે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કર્યું કે અમેરિકન હથિયારોથી સજ્જ એક વિમાન દક્ષિણ ઇઝરાયેલના નેવાટિમ એરબેઝ પર પહોંચી ગયું છે. જોકે, IDF એ જાહેર કર્યું નથી કે તેને કયા પ્રકારના શસ્ત્રો અથવા લશ્કરી સાધનો મળ્યા છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધની માહિતી મળતા જ અમેરિકાએ ઈઝરાયેલને યુદ્ધ સામગ્રી પહોંચાડવાનું શરૂ કરી દીધું હતું. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે પોસ્ટમાં આગળ લખ્યું કે યુદ્ધ દરમિયાન ક્ષેત્રીય સુરક્ષા અને સ્થિરતા સુનિશ્ચિત કરવી એ આપણા દળો વચ્ચે સહયોગનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

અમેરિકા સતત ઇઝરાયલના સંપર્કમાં : મળતી માહિતી મુજબ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન સાથે ત્રીજી વખત ફોન પર વાત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. તેમણે લખ્યું છે કે હમાસ આતંકવાદી સંગઠન ISIS કરતા પણ વધુ ખતરનાક છે અને તેમની સાથે ક્રૂર વ્યવહાર થવો જોઈએ. બાયડને નેતન્યાહુને કહ્યું કે અમેરિકા દરેક સમયે ઇઝરાયલની સાથે ઉભું છે અને પોતાનો બચાવ કરવાના તેના અધિકારનું સંપૂર્ણ સમર્થન કરે છે.

  • #WATCH | US President Joe Biden says, "So at this moment, we must be crystal clear. We stand with Israel. And we will make sure Israel has what it needs to take care of its citizens and defend itself. And respond to this attack. There's no justification for terrorism. There's no… pic.twitter.com/9fMvBlx9So

1200થી વધું લોકોના મોત થયા : પોસ્ટ કરતી વખતે નેતન્યાહુએ લખ્યું કે હમાસના આતંકવાદીઓએ સમગ્ર ઈઝરાયેલમાં અત્યાચાર ફેલાવ્યો છે. તેઓ યુવાનોની હત્યા કરી રહ્યા છે અને ડઝનબંધ બાળકોનું અપહરણ કરી ચુક્યા છે. મહિલાઓ સાથે અસંસ્કારી વર્તન કરવામાં આવે છે. આવું ભયાનક દ્રશ્ય આ પહેલા ક્યારેય જોયું નથી. ઇઝરાયેલી સંરક્ષણ દળોએ જણાવ્યું હતું કે હમાસ સામેના યુદ્ધમાં એક હજારથી વધુ ઇઝરાયેલીઓ માર્યા ગયા છે, 2,800 થી વધુ ઘાયલ થયા છે અને 50 બંધક અથવા ગુમ થયાની પુષ્ટિ થઈ છે. IDFએ કહ્યું કે અત્યાર સુધીમાં ગાઝાથી ઈઝરાયેલ પર 4,500 થી વધુ રોકેટ છોડવામાં આવ્યા છે.

હુમલાની તમામ માહિતી આપવામાં આવી : બીજી તરફ ઈઝરાયેલના જોરદાર વળતા હુમલા બાદ હવાઈ હુમલામાં 770થી વધુ પેલેસ્ટાઈન પણ માર્યા ગયા છે. ગાઝામાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઇઝરાયેલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 770 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા અને 4,000 ઘાયલ થયા હતા. મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે મૃતકોમાં 140 બાળકો અને 120 મહિલાઓનો સમાવેશ થાય છે.

  1. Israel Hamas War: ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં 14 અમેરિકનોના મોત, બાઈડને કહ્યું- ઇઝરાયલને શક્ય તમામ મદદ કરશે
  2. Hamas Attacks Israels Ashkelon: ચેતવણી બાદ હમાસે ઈઝરાયેલના અશ્કેલોન પર રોકેટ વડે હુમલો કર્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.