નવી દિલ્હી : ભારતે લગભગ બે મહિનાના વિરામ બાદ કેનેડિયન નાગરિકો માટે ઈલેક્ટ્રોનિક વિઝા સેવા પુનઃસ્થાપિત કરી છે. સૂત્રોએ બુધવારે આ જાણકારી આપી હતી. સપ્ટેમ્બરમાં, ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો તંગ બન્યા જ્યારે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ બ્રિટિશ કોલંબિયામાં 18 જૂને ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંભવિત સંડોવણીનો આરોપ મૂક્યો હતો. ભારતે 2020માં નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો.
-
India resumes e-visa services to Canadian nationals
— ANI Digital (@ani_digital) November 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Read @ANI Story | https://t.co/UnbDy98cs9#India #Canada #Visa pic.twitter.com/UvuTX6dyNx
">India resumes e-visa services to Canadian nationals
— ANI Digital (@ani_digital) November 22, 2023
Read @ANI Story | https://t.co/UnbDy98cs9#India #Canada #Visa pic.twitter.com/UvuTX6dyNxIndia resumes e-visa services to Canadian nationals
— ANI Digital (@ani_digital) November 22, 2023
Read @ANI Story | https://t.co/UnbDy98cs9#India #Canada #Visa pic.twitter.com/UvuTX6dyNx
ભારત અને કેનેડા વચ્ચે તણાવ સર્જાયો હતો : ભારતે ટ્રુડોના આરોપોને વાહિયાત ગણાવીને ફગાવી દીધા હતા. થોડા દિવસો પછી, ભારતે જાહેરાત કરી કે તે કેનેડિયન નાગરિકોને વિઝા આપવાની પ્રક્રિયાને અસ્થાયી રૂપે સ્થગિત કરી રહ્યું છે. તેણે કેનેડાને ભારતમાં તેના રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવા પણ કહ્યું હતું. ભારતે કેનેડાને તેની ધરતી પરથી કાર્યરત આતંકવાદીઓ અને ભારત વિરોધી તત્વો સામે કડક કાર્યવાહી કરવા પણ કહ્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે ભારતે કેનેડિયન નાગરિકો માટે ઈ-વિઝા સેવા ફરી શરૂ કરી છે.
જયશંકરે માંગ્યુ હતું પ્રુફ : બ્રિટનની મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે એક સવાલના જવાબમાં કહ્યું હતું કે જો તમારી પાસે આવો આરોપ લગાવવાનું કારણ હોય તો કૃપા કરીને તેના પુરાવા શેર કરો, કારણ કે અમે તપાસ કરવાનો ઈન્કાર નથી કરી રહ્યા. તેમણે કહ્યું હતું કે કેનેડાએ તેના આરોપના સમર્થનમાં ભારત સાથે કોઈ પુરાવા શેર કર્યા નથી.